મનોરંજન

હિન્દી ફિલ્મના ખુબ જ જાણીતા અભિનેતાનું નિધન, બોલિવુડમાં છવાયો શોક- વાંચો સમગ્ર અહેવાલ

હિન્દી અને મરાઠી ફિલ્મોના મશહૂર એક્ટર શ્રી રામ લાગુનું મંગળવારે નિધન થયું છે. શ્રીરામ લાગુ 92 વર્ષના હતા. તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હોય પૂનાની એક હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસથી ઈલાજ ચાલી રહ્યો હતો. શ્રી રામની તબિયત છેલ્લા 2 દિવસથી અચાનક બગડી ગઈ હતી. ડોક્ટરોએ તેને બચાવવાની કોશીશ કરી હતી પરંતુ તે નાકામયાબ રહી હતી.

શ્રી રામ લાગુનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં 1927માં થયો હતો, તેઓએ પુણેની બીજે મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી પણ પ્રાપ્ત કરી હતી. શ્રીરામ ડોક્ટર હોવાની સાથે-સાથે એક સારા એક્ટર પણ હતા. શ્રીરામની વાત કરવામાં આવે તો તેને 100થી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મમાં કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by VATSAL KAPALE 🎶 (@vatsal_kapale) on

શ્રીરામે તેની કરિયરમાં 40થી વધુ મરાઠી, હિન્દી અને ગુજરાતી નાટકમાં કામ કર્યું હતું આ સિવાય શ્રી રામે લગભગ 20 મરાઠી પ્લે પણ ડાયરેક્ટ કર્યા હતા. શ્રીરામનું હિન્દી અને મરાઠી સિનેમામાં અહમ યોગદાન રહ્યું છે. શ્રીરામે ઘરૌંદા, લાવારીસ, હેરાફેરી, એક દિન અચાનક જેવી ફિલ્મોમાં લીડ રોલ કર્યો હતો. શ્રી રામ એક્ટર બનવા માંગતા ના હતા. તેનું સપનું તો ડોક્ટર બનવાનું હતું. પરંતુ કોલેજકાળ દરમિયાન તેને એક્ટિંગનો ચસ્કો લાગ્યો હતો. શ્રીરામે 1969માં એક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કર્યું હતું.

શ્રીરામને તેની એક્ટિંગ માટે ઘણા પુરસ્કાર પણ મળી ચુક્યા છે. 1978માં તેને ફિલ્મ ઘરૌંદામાટે ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટરના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 1997માં મધ્યપ્રદેશ સરકારને શ્રીરામ લાગુને કાલિદાસ સન્માન પણ મળ્યું હતું. આ સિવાય તેને આંય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.