સોશિયલ મીડિયા ઉપર ઘણી એવી ઘટનાઓ આવતી હોય છે જે જાણીને આપણે એક ક્ષણ માટે તો વિચારમાં મુકાઈ જશો. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક એવી ઘટના વાયરલ થઇ રહી છે જેની તસવીરો જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
કર્ણાટકના કોપ્પલ શહેરમાં એક બિઝનેસમેને પોતાના નવા ઘરની અંદર ગૃહ પ્રવેશ કર્યો, એ દરમિયાન એક વ્યક્તિની હાજરીએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ વ્યક્તિ હતું બિઝનેસમેન શ્રીનિવાસ મૂર્તિની પત્ની માધવી. માધવીનું અવસાન 3 વર્ષ પહેલા એક રોડ અકસ્માતમાં થઇ ગયું હતી. માધવી તેના પરિવાર સાથે તિરુપતિ બાલાજીના દર્શન માટે નીકળી હતી પરંતુ તે ઘરે પરત ક્યારેય ના ફરી.

એ સમયે માધવીના સપનાના ઘરનો પાયો પણ નાખી દેવામાં આવ્યો હતો. તેમનું નવું ઘર કેવું હશે તેની ડિઝાઇન માધવીએ જ બનાવી હતી અને પાયો નાખતા સુધીના દરેક કામને તે ખુબ જ ઝીણવટથી જોતી હતી. પરંતુ આ દરમિયાન જ તેનું આકસ્મિક મૃત્યુ થઇ ગયું.

જયારે ઘર બનીને તૈયાર થઇ ગયું ત્યારે તેના પતિ શ્રીનિવાસ અને બંને દીકરીઓને માધવીની ખોટ વર્તાવવા લાગી. એવામાં શ્રીનિવાસે આ ખોટને પુરી કરવા માટે બેંગ્લોરના એક શિલ્પકારનો સંપર્ક કર્યો અને તેની મદદથી માધવીનું એક સિલિકોનનું પૂતળું તૈયાર કર્યું.
આ સાથે જ કહ્યું હતું કે, પહેલા મારે વેક્સનું પૂતળું બનાવવું હતું પરંતુ અહીં ગરમીના કારણે આખો દિવસ એસી ચાલુ ના રાખી શકાય તેથી સિલિકોનનું પૂતળું બનાવ્યું હતું.

આ પૂતળું ફક્ત ચાલી અને બોલી નહોતું શકતું પરંતુ દેખાવમાં એકદમ માધવીની જેવું જ હતું. તેની કારીગરી એટલી બારીકાઈથી કરવામાં આવી હતી કે જાણે એમ જ લાગતું માધવી સાચે જ બેઠી છે. આ મૂર્તિને બનાવવામાં એક વર્ષનો સમય લાગ્યો. શ્રીનિવાસે જણાવ્યું કે હવે તેમને તેમની પત્નીનું સપનું સાકાર કરીને શાંતિ મળી છે. ઘરની વચ્ચે બેસીને તે હવે પોતાના સપનાના મહેલમાં રહી શકશે.

ગૃહ પ્રવેશના કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા દરેક વ્યક્તિ માધવીને ફરીવાર જીવિત જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા કારણ કે કોઈને પણ એ સમજવામાં ઘણી જ વાર લાગી કે તે અસલી માધવી નહીં પરંતુ તેનું પૂતળું હતું. શ્રીનિવાસે જે રીતે પોતાના પત્નીની મૂર્તિ બનાવીને જીવિત કરી એ ઘટના સમગ્ર દેશમાં વખણાઈ રહી છે.