ધાર્મિક-દુનિયા

આ મંદિર દિન પ્રતિદિન થતા રહે છે ચમત્કાર, મુકેશ અંબાણીનો પણ છે મંદિર સાથે ગાઢ સંબંધ

રાજસ્થાનનાં શ્રીનાથ મંદિર વિશે તો બધા જાણતા જશે, આ મંદિરનો મુકેશ અંબાણી સાથે ખૂબ ગાઢ સંબંધ છે. કહેવામાં આવે છે કે મુકેશ અંબાણી કોઈપણ શુભકાર્ય કરતા પહેલા અહીં જરૂર જાય છે. ફક્ત મુકેશ અંબાણી જ નહિં પરંતુ તેમના આખા પરિવારની આ મંદિર પ્રત્યે આસ્થા જોડાયેલી છે.

આ જ કારણ છે કે મુકેશ અંબાણી તેમની દિકરીનાં લગ્નમાં સૌપ્રથમ આમંત્રણ પણ શ્રીનાથજી જ આપ્યું હતું. આ બધી વાતો લગભગ ઘણા લોકોને ખ્યાલ હશે કારણ કે પાછલા થોડા દિવસોમાં નીતા અંબાણીના લગ્નથી જોડાયેલી બધી વાત સુર્ખીયોમાં રહી છે. પરંતુ આજે અમે આપને નીતા અંબાણીનાં લગ્નથી જોડાયેલી શ્રીનાથ મંદિરથી જોડાયેલી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે લગભગ કોઈ નહિ હોય ખ્યાલ.

Image Source

દિલ્હીથી અંદાજીત 600 કિ.મી દૂર રાજસ્થાનનાં નાથદ્વારામાં શ્રીનાથજીનું ધામ સ્થાપિત છે. રાજસ્થાનનું આ શ્રીનાથ મંદિર દેશભરમાં પોતાના ચમત્કાર માટે જાણીતું છે. માન્યતા છે કે આ મંદિરમાં આજે પણ ઘણા ચમત્કાર જોવા મળે છે. એવી માન્યતા છે કે, શ્રીનાથજીની ભક્તોમાં એટલી શક્તિ છે કે અહિં આવનાર દરેક ભક્તની મનોકામના પૂર્ણ થઈ જાય છે. જણાવી દઈએ કે શ્રીનાથજી ભગવાન સ્વયં શ્રી કૃષ્ણનાં અવતાર છે, અને તેઓ લગભગ 7 વર્ષનાં હતા જ્યારથી તે અહીં બિરાજમાન છે. મંદિરમાં સ્થાપિત શ્રી કૃષ્ણની આ સંગેમરમર કાળા રંગની મૂર્તિને એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે.

Image Source

21 તોપોની સલામી
આખી દુનિયામાં આ જ એકમાત્ર એવું મંદિર છે. જ્યાં શ્રી કૃષ્ણને 21 તોપોની સલામી આપવામાં આવે છે. એવી માન્યતા છે કે અહીંના આખા વિસ્તારમાં આ એકમાત્ર એવું મંદિર છે. જેમના રાજા કોઈ બિજા નહિં પરંતુ નાથદ્વારાનાં શ્રીનાથજી છે. જણાવી દઈએ કે અહીં સ્થાપિત શ્રી કૃષ્ણની મૂર્તિમાં હિરા જડાયેલા છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત છે કે અહિં ચોખાનાં દાણામાં ભક્તોને શ્રીનાથજીનાં દર્શન થાય છે. એટલા માટે લોકો અહીંના ચોખાનાં દાણા સાથે લઈને જાય છે અને પોતાનાં ઘરની તિજોરીમાં રાખે છે જેથી તેમના ઘરમાં પૈસાથી સંબંધી કોઈ તકલીફ ન થાય.

Image Source

અહિં કરે છે શ્રી કૃષ્ણ નિવાસ
અહીં રહેવાવાળા લોકો સાથે સાથે અહીં આવવાવાળા લોકોનું પણ માનવું છે કે અહીં એટલે કે શ્રીનાથ મંદિરમાં આજપણ ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત હયાત છે. પૌરાણીક કથાઓ અનુસાર એકવાર કેટલાક ચોરોએ મળીને ભગવાનની મૂર્તિમાં લાગેલા આ હિરાને ચોરવાની કોશિશ કરી હતી, પણ ચોર એ પ્રતિમામાંથી હિરા કાઢી ન શક્યા, પણ જ્યારે ચોર હિરા કાઢતા હતા તો હિરા આપમેળે જ મૂર્તિ સુધી પહોચી જતા.

Image Source

હિરાથી જોડાયેલું એક અદભૂત રહસ્ય
માન્યતાઓ અનુસાર શ્રીનાથજી મંદિરની મૂર્તિમાં લાગેલા આ હિરાથી એક ખૂબ જ રોચક વાત જોડાયેલી છે, જેને જાણીને કદાચીત સૌ કોઈ ચકિત થઈ જશે. એટલું તો અમે આપને જણાવી ચૂક્યા છીએ કે શ્રીનાથ મંદિરમાં સ્થાપિત શ્રી કૃષ્ણની મૂર્તિમાં હિરા લાગેલા છે, પરંતુ હવે અમે આપને તેનાથી જોડાયેલી એ જાણકારી આપવાનાં છીએ કે તેને લૂંટવા કોણ અને કેવી રીતે આવ્યું હતું.

Image Source

16 ફેબ્રુઆરી 1739 માં નાદિર શાહ એ નાથદ્વારા ઉપર આ મંદિર ઉપર હુમલો કર્યો હતો, જે ફક્ત હિરા અને મંદિરનાં બાકીનાં ખજાનાને લૂંટવા માટે કરવામાં આવ્યો હતો. પરંતુ પૌરાણિક કથાઓનું માનીએ તો જ્યારે નાદિર શાહ મંદિરમાં ખજાનો લૂંટવા આવ્યો ત્યારે મંદિરની બહાર બેઠેલા એક ફકિર તેને ચેતવણી આપી કે જો તે મંદિરની અંદર જશે તો તેની આંખોનું તેજ ચાલ્યુ જશે. પણ તે ન માન્યા અને જેવો જ તેને મંદિરની અંદર પગ મૂક્યો તો અચાનક જ તેની આંખોનું તેજ ચાલ્યુ ગયું અને તે મંદિરનાં નવ પગથિયાં પણ ન ચડી શક્યો. કહેવાય છે કે નાદિર શાહની આંખનું તેજ ત્યારે પાછુ આવ્યું હતું જ્યારે તેણે પોતાની દાઢી સાથે આમને સાફ કર્યા હતા.

Image Source

નાથદ્વારામાં દર વર્ષે ઘુલાડ઼ી પર એક સવારી નીકળે છે.તેનું નામ બહુયજ દિલચસ્પ છે. ‘બાદશાહની સવારી’આ સવારી નાથદ્વારાના ગુજરપુરા મોહલ્લા થી બાદશાહની સવારી નીકળે છે.આ એક પ્રાચીન પરંપરા છે. જેમાં એક વ્યક્તિને નકલી દાઢી-મૂંછ, મુઘલ પોશાક અને આંખમાં કાજલ લગાડેલું હોય છે. અને હાથમાં શ્રીનાથજીની છબી લઈને પાલકીમાં બેસાડવામાં આવે છે. આ સવારીની આગળ મંદિર મંડળની બેન્ડ બાંસુરી વગાડતા નજરે ચડે છે.

Image Source

નાથદ્વારામાં માન્યતા છે કે, જયારે ઔરંગજેબ શ્રીનાથજીની મૂર્તિને ખંડિત કરવા મંદિરમાં આવ્યા હતા. ત્યારે મંદિરમાં પહોંચતા જ અંધ થઈ ગયા હતા. ત્યારે તેની દાઢીથી સિદી સાફ કરી શ્રીનાથજીને વિનંતી કરી હતી.અનર ઠીક થઇ ગયા હતા.ત્યારબાદ ઓરંગઝેબને બેશકિંમતી હીરા મંદિરને ભેટ કર્યા હતા. જે આજે પણ શ્રીનાથજીની દાઢી પર લાગેલો છે. આ ઘટનાને દર વર્ષેઘુલનડી પર ‘બાદશાહ ની સવારી’ કાઢીને યાદ કરવામાં આવે છે. આ સવારી નાથદ્વારા સિવાય બ્યાવર, પલી અને અજમેરમાં પણ નીકળે છે.