જીવનશૈલી

અંબાણી પરિવારે ઉજવ્યો હતો શ્રીમદ ભગવદ સપ્તાહ સાથે શ્રીમતી કોકિલાબેન અંબાણીનો જન્મ દિવસ

એશિયાનો સૌથી ધનિક પરિવાર એટલે કે અંબાણી પરિવાર કશું પણ કરે તો હેડલાઈન્સ બની જાય છે. અંબાણી પરિવાર માત્ર તેમની સંપત્તિના કારણે જ નહિ પણ તેમના મૂલ્યોને કારણે અને જે રીતે તેઓ પોતાના સંબંધોને સાચવે છે એ માટે પણ જાણીતો છે. તેઓ પરિવારમાં બધા જ તહેવારો અને દરેક નાની-મોટી વસ્તુઓની ઉજવણી કરે છે. ત્યારે તાજેતરમાં જ કોકિલાબેન અંબાણીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી થઇ હતી.

Image Source

24 ફેબ્રુઆરી 2020ના રોજ શ્રીમતી કોકિલાબેન અંબાણીનો જન્મ દિવસ હતો અને તેઓ 84 વર્ષના થયા. આ દિવસે આખો અંબાણી પરિવાર એક સાથે ભેગો થયો હતો અને આ દિવસની ઉજવણી કરી હતી. અંબાણી પરિવારે શ્રીમતી કોકિલાબેન અંબાણીનો જન્મદિવસ ઉજવવા માટે શ્રીમદ ભગવદ સપ્તાહનું આયોજન કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આખા અંબાણી પરિવારે સાથે મળીને આરતી કરી હતી. શ્રીમદ ભગવદ સપ્તાહ એટલે સાત દિવસની પૂજા અને કથાનું આયોજન કર્યું હતું. આ દરમ્યાનનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં નીતા અંબાણી પરિવારના બધા સભ્યોને બોલવાઈને આરતી કરતા દેખાઈ રહયા છે.

Image Source

શ્રીમતી કોકિલાબેન અંબાણીની નાની વધુ ટીના અંબાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરીને પોતાની સાસુમાને જન્મદિવસની વધામણી આપી હતી. ટીના અંબાણીએ શ્રીમતી કોકિલાબેન અંબાણી સાથેની કેટલીક તસ્વીરો શેર કરી અને લખ્યું – ‘મમ્મી, તમે રોજ અસંખ્ય રીતે અમારા બધા જ માટે પ્રેરણા છો. તમે જેવા છો એવા હોવા બદલ આભાર. જન્મદિવસની શુભકામનાઓ.’

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial) on

અંબાણી પરિવાર વિશે વાત કરવામાં આવે તો તે એશિયાનો સૌથી ધનિક પરિવાર છે અને મુકેશ અંબાણી ફોર્બ્સની વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં તેરમા ક્રમે આવે છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જિયોના ચેરમેન છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.