લેખકની કલમે

શ્રીનાથજી મંદિરની કહાની – કેસરને પીસવા માટે ચાંદીની અને કસ્તુરીને પીસવા માટે સોના ની ખલ રાખવામાં આવ્યો છે.. વાંચો આગળ

શ્રીનાથજી મંદિર નાથદ્વારા..

શ્રીનાથ દ્વારા વૈષ્ણવ ધર્મના વલ્લભ સંપ્રદાય માં પ્રમુખ તીર્થસ્થાનોમાં નાથદ્વારા નુ સ્થાન સર્વોપરી માનવામાં આવે છે. ઉદયપુરથી 48 કિલોમીટર દૂર બનાસ નદીના તટ પર નાથદ્વારા ધામ વિકસિત છે.

જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ શ્રીનાથજીનું અત્યંત ભવ્ય મંદિર આવેલું છે.. ભગવાનના દર્શન કરવા ભાવિકો દેશના અલગ-અલગ જગ્યાઓથી આવે છે.. દર્શન કરવાથી લોકોને અત્યંત શાંતિ મળે છે.. અને દરેક કાર્યને સિદ્ધ કરવા માટે ભગવાનના આશીર્વાદ મળે છે

શ્રીનાથજીનું મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ છે.. વલ્લભ સંપ્રદાયના લોકો તેને નંદજી નું ઘર માને છે.. ભગવાન શ્રીનાથજીના મંદિરને જ શિખર નથી.. ભગવાન ઉપર નાનકડી છત છે ,જેની ઉપર સુદર્શન ચક્ર સાથે સાત કલરની ધજા છે..

મંદિરની જગ્યાનું કંઈક વિશેષ મહત્વ છે.. મંદિરની વ્યવસ્થા ખૂબ જ સંતોષ જનક છે. શ્રીનાથજી એક જ પ્રકારનાં વસ્ત્રો નથી પહેરતા.. તેમનો મુગટ, કુંડળ ,હાર બધું પણ અલગ-અલગ વિવિધતાભર્યું હોય છે..

ભગવાનને ધરાવવામાં આવતો ભોગ પણ અલગ-અલગ પ્રકારનો હોય છે , તેમ જ ત્યાં થતાં કીર્તન પણ વિવિધતા ભર્યા છે.. શ્રીનાથજીના દિવસમાં આઠ દર્શન હોય છે ..પરંતુ ક્યારેક તહેવારમાં એક દર્શન વધી પણ જાય છે.. આઠ દર્શન ના અલગ અલગ નામ છે.

જેમકે મંગળા, શ્રીંગાર દર્શન, રાજભોગ દર્શન,ભોગ સામગ્રીમાં કેસર ,કસ્તૂરી , અંબર નો ઉપયોગ કરવામાં આવે છે..

કેસરને પીસવા માટે ચાંદીની અને કસ્તુરીને પીસવા માટે સોના ની ખલ રાખવામાં આવ્યો છે..સોના અને હીરાનાં આભૂષણો અને હીરા રત્નના જુલા.. શ્રીનાથજીની મૂર્તિ અચળ છે..

શ્રીનાથજીની મદન મોહનજીની ધાતુની પ્રતિમા છે.. મંદિરના આગળના ભાગમાં ખૂબ જ વિશાળ સરોવર છે સરોવરની સામે 9 વિશ્રામ સ્થાનો આવેલા છે.. કાંકરોલી નું મુખ્ય મંદિર દ્વારકાધીશ મંદિર..કહેવાય છે કે મહારાજ અમરીશ આજ મૂર્તિની પૂજા આરાધના કરતા હતા.. કાંકરોલી વૈષ્ણવ સંપ્રદાયનું ખૂબ જ મહત્વનું સ્થાન છે.. એ પ્રાકૃતિક સૌંદર્યથી સુશોભિત છે.. નાથદ્વારા મંદિરની બાજુમાં જ એક વિદ્યા વિભાગ છે.. જ્યાં પ્રાચીન ગ્રંથોનું પ્રકાશન કરવામાં આવે છે.. મેવાડના રાણા અહીંના આચાર્ય ના શિષ્ય હતા..

Author: GujjuRocks Team
લેખક – નિરાલી હર્ષિત

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.