જ્યોતિષ શાસ્ત્ર

જીવનના દરેક કષ્ટોમાંથી મુક્તિ આપાવે છે ભગવાન શ્રી કૃષ્ણનો આ એક જ ચમત્કારિક મંત્ર

ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાની પુરુષ માનવામાં આવે છે. મહાભારતમાં પણ ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને ઘણીવાર અસમંજસની સ્થિતિમાંથી બહાર કાઢ્યા છે. શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી ગીતાનું જ્ઞાન પણ આજે જીવનની ઘણી જ મુશ્કેલીઓને દૂર કરે છે. જીવનમાં કોઈ જગ્યાએ જો મૂંઝવણમાં મુકાઈ ગયા હોય તો પણ ગીતા બહાર લાવવામાં ખુબ જ મદદગાર છે. વ્યક્તિ જો કોઈ મોટી મુસીબતમાં મુકાઈ ગયો હોય તો ભગવાન શ્રી કૃષ્ણનો એક ચમત્કારિક મંત્ર જ તેને દરેક મુસીબતમાંથી બહાર લાવી શકે છે. ચાલો જોઈએ એ ચમત્કારિક મંત્ર વિશે.

Image Source

1. ગુરુ ના હોવા ઉપર ગુરુભક્તિનું ફળ પ્રાપ્ત કરવા માટે:
જો તમારા ગુરુ ના હોય અને તમે ગુરુભક્તિનું ફળ મેળવવા માંગો છો તો જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના “वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्। देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरूम्।।” મંત્રનો જાપ કરવો.

Image Source

2. બાળ ગોપાળ જેવા સંતાન પ્રાપ્તિ માટે:
દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેમના ઘરે બાળ ગોપાળ જેવા સંતાનનો જન્મ થાય. તો તેના માટે તમારે લડ્ડુ ગોપાલની સ્થાપના કરવી અને ત્યારબાદ “सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज। अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच।। મંત્રનો જાપ કરવો.

Image Source

3. જીવનના દુઃખોથી મુક્તિ મેળવવા માટે:
જો તમે પણ જીવનની તકલીફો, મુશ્કેલીઓ અને દુઃખોથી હેરાન થઇ રહ્યો હોય તો ભગવાન શ્રી કૃષ્ણના “कृष्णाय वासुदेवाय हरये परमात्मने। प्रणतक्लेशनाशय गोविंदाय नमो नम।।” મંત્રનો જાપ રોજ દિવસમાં 11 વખત કરવો.

Image Source

4. સંતાન સુખ માટે:
જો કોઈ દંપતી સંતાન સુખથી વંચિત હોય તો તેમને દિવસમાં 108 વાર તુલસીની શુદ્ધ માળા સાથે “देवकीसुत गोविन्द वासुदेव जगत्पते। देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गत:।।” મંત્રનો જાપ કરવો.

Image Source

5. વિપરીત પરિસ્થિતિનો સામનો કરવા માટે:
જીવનમાં ક્યારેય પણ એવો સમય આવે જયારે તમને બહાર નીકળવાનો કોઈ રસ્તો ના મળે ત્યારે “यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्।।” મંત્રનો જાપ કરવો.

Image Source

6. ઘર કંકાશથી છુટકારો મેળવવા માટે:
આપણે બધા જ જાણીએ છીએ કે જે ઘરની અંદર કંકાશ હોય છે તે ઘરની આર્થિક સ્થિતિ પણ સારી નથી રહેતી, ત્યાં માતા લક્ષ્મીનો પણ વાસ નથી હોતો ત્યારે જો તમારા ઘરમાં પણ ઘરકંકાશ હોય તો “कृष्णायवासुदेवायहरयेपरमात्मने। प्रणतक्लेशनाशायगोविन्दायनमोनम:॥” મંત્રેનો જાપ કરવો.

Image Source

7. સફળતા પૂર્વક પ્રેમ વિવાહ માટે:
મન પસંદ જીવન સાથી મેળવવું દરેકની ઈચ્છા હોય છે તો જો તમે પણ તમારું મનપસંદ જીવન સાથી મેળવવા માંગતા હોય તો “क्लीं कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय स्वाहा।'” મંત્રનો જાપ કરવો.

Image Source

8. મનપસંદ જીવન સાથી મેળવવા માટે:
કોઈપણ યુવતીને તેના મનપસંદ જીવન સાથી મેળવવા માટે તો તેમને નિયંમિત “कात्यायनि महामाये महायोगिन्यधीश्वरि। नन्दगोपसुतं देवि पतिं मे कुरू ते नम:।” મંત્રની જાપ કરવો.

Image Source

9. ધન સંપત્તિ માટે:
જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ હોય અને તમે તેને બદલવા માંગતા હોય તો શ્રે કૃષ્ણના ચમત્કારિક “यत्र योगेश्वर: श्रीकृष्ण: यत्र पार्थो धनुर्धर:। तत्र श्रीर्विजयो भूतिध्रुवा नीतिर्मतिर्मम।।” મંત્રનો જાપ કરવો.