જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

રંકને રાજા બનાવવા માટે પૂરતા છે શ્રીકૃષ્ણના આ 13 સરળ મંત્રો

ભગવાન વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવતા શ્રીકૃષ્ણનો માત્ર ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં અપાર મહિમા છે. કરોડો-અબજો લોકો તેમની ભક્તિ કરે છે. આ જ કારણ છે કે ન માત્ર દેશમાં જ પણ આખા વિશ્વમાં શ્રીકૃષ્ણના મંદિરો છે. હિન્દૂ માન્યતાઓ અનુસાર, વિષ્ણુજીના સાતમા અને આઠમા અવતાર શ્રીરામ અને શ્રીકૃષ્ણ દ્વારા આપવામાં આવેલા જીવન ઉપદેશ તેમના ભક્તોને ખૂબ જ કામ આવે છે. આ સિવાય તેમનું જીવન પણ તેમના ભક્તો માટે એક મોટું ઉદાહરણ રહ્યું છે. તેમને પોતાના અવતાર દરમ્યાન જે પણ કામ કર્યા છે એ તેમના ભક્તો માટે જીવન સંદેશનું કામ કરે છે.

Image Source

ન માત્ર તેમના જીવન સાથે જોડાયેલા ઉદાહરણ પણ તેમના સાથે જોડાયેલા મંત્રો પણ ભક્તો માટે ખૂબ જ સહાયક છે. એટલા માટે આજે આપણે શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા કેટલાક મંત્રો જણાવવા જઈ રહયા છીએ કે જે જીવનમાં ધન-સંપદા અને સૌંદર્ય આપે છે. આ મંત્રો ઘણા સરળ છે, પણ ધ્યાન રહે કે આ મંત્રોનું ઉચ્ચારણ વ્યવસ્થિત રીતે કરો.

કારણ કે હિન્દૂ માન્યતા અનુસાર, મંત્રોનું સાચું ઉચ્ચારણ કરવાથી જ યોગ્ય ફળ મળે છે. અને મંત્રોનું ખોટું ઉચ્ચારણ ઘણીવાર નુક્શાનનું કારણ પણ બની જાય છે. કારણ કે એ પોતાના યોગ્ય ફળને બદલે ઉલટું ફળ આપે છે. તો ચાલો આપણે આજે જોઈએ શ્રીકૃષ્ણ ધન-સંપદા પ્રદાન કરવાવાળા તેર ચમત્કારી મંત્રો –

Image Source

શ્રીકૃષ્ણનો મૂળમંત્ર – અટકેલું ધન પ્રાપ્ત કરાવે છે – ‘कृं कृष्णाय नमः’

આ શ્રીકૃષ્ણનો જણાવેલો મૂળમંત્ર છે જેના પ્રયોગથી વ્યક્તિનું અટકેલું ધન પ્રાપ્ત થાય છે. આ સિવાય આ મૂળમંત્રના જાપ કરવાથી ઘર-પરિવારમાં સુખની વર્ષા થાય છે. ધાર્મિક ઉદ્દેશ અનુસાર, જો તમેઆ મંત્રનો લાભ લેવા માંગતા હોવ તો વહેલી સવારે નિત્યક્રિયા અને સ્નાનાદિ પછી એકસોઆઠ વાર આ મંત્રનો જાપ કરો. આવું કરનાર મનુષ્ય બધી જ બાધાઓ અને કષ્ટોથી સદેવ મુક્ત રહે છે. આ મંત્રથી કશે પણ અટવાયેલું ધન તરત જ પ્રાપ્ત થાય છે.

Image Source

સપ્તદશાક્ષર શ્રીકૃષ્ણમહામંત્ર – કરોડપતિ બનાવે છે આ મંત્ર – ‘ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा’

આ કોઈ સાધારણ મંત્ર નથી પણ શ્રીકૃષ્ણનો સપ્તદશાક્ષર મહામંત્ર છે. શાસ્ત્રીય માન્યતાઓ અનુસાર અન્ય મંત્રોના માત્ર 108 વાર જાપ કરવાથી સિદ્ધ થાય છે, પરંતુ આ મહામંત્રનો જાપ પાંચ લાખ વાર કરવાથી જ સિદ્ધ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, જાપના સમયે હવનનો દશાંશ અભિષેકનો દશાંશ તર્પણ અને તર્પણનો દશાંશ માર્જન કરવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. જે વ્યક્તિને આ મંત્ર સિદ્ધ થઇ જાય છે એને કરોડપતિ બનવાથી કોઈ જ રોકી શકતું નથી.

Image Source

સાત અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર – ધન માટે આખો દિવસ કરે જાપ – ‘गोवल्लभाय स्वाहा’

આ સાત અક્ષરોવાળા શ્રીકૃષ્ણમંત્રનો જાપ જે પણ સાધક કરે છે એને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સાથે જ સંપત્તિની ઇચ્છા રાખનારે આ મંત્રનો જાપ સતત કરવો જોઈએ. આ મંત્રના સવા લાખ જાપ થતા જ નાણાકીય પરિસ્થિતિમાં આશ્ચર્યજનક રૂપથી સુધાર થવા લાગશે. આ મંત્રણા જાપથી અપાર ધન પ્રાપ્ત થાય છે. જો તમે જલ્દીથી જલ્દી ઘણુંબધું ધન પ્રાપ્ત કરવા માંગો છો તો જયારે પણ સમય મળે ત્યારે આ મંત્રનો જાપ કરો. ઉઠતા બેસતા, ચાલતા ફરતા દરેક સમયે આ મંત્રનો ઉચ્ચાર સાચી રીતે કરો. એમ તો મંત્રના જાપ માટે કોઈ ખાસ સંખ્યા નથી આપવામાં આવી પણ એવું મળી આવ્યું છે કે મંત્રના જાપ સવાલાખ થતાની સાથે જ આર્થિક સ્થિતિમાં આશ્ચર્યજનક સુધારો થાય છે.

Image Source

આઠ અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર – દરેક ઈચ્છા પુરી કરે છે આ મંત્ર – ‘गोकुल नाथाय नमः’

આ આઠ અક્ષરોવાળો શ્રીકૃષ્ણમંત્રનો જે પણ સાધક જાપ કરે છે તો તેમની દરેક ઈચ્છા અને અભિલાષાઓ પુરી થાય છે. હવે એ ઈચ્છા ધન સંબંધિત હોય કે ભૌતિક સુખ સંબંધિત હોય કે કોઈ પણ નીજી કામના પુરી કરવી હોય, આ મંત્રનો સાચા ઉચ્ચારણ સાથે જાપ કરવાથી બધી જ મનોકામનાઓ પુરી થાય છે.

Image Source

દશાક્ષર શ્રીકૃષ્ણ મંત્ર – ધન-ધન્ય આપતો મંત્ર – ‘क्लीं ग्लौं क्लीं श्यामलांगाय नमः’

શ્રીકૃષ્ણનો આ દશાક્ષર મંત્ર છે. આનો જે પણ સાધક જાપ કરે છે એને સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ મંત્ર ઝડપથી આર્થિક સફળતાના દ્વાર ખોલે છે. આ મંત્રના પ્રભાવથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.

Image Source

દ્વાદશાક્ષર શ્રીકૃષ્ણ મંત્ર – પ્રેમ વિવાહ કરાવે છે આ મંત્ર – ‘ॐ नमो भगवते श्रीगोविन्दाय’

અત્યાર સુધી જેટલા પણ મંત્ર અહીં જોયા એ બધા જ સુખ સંપત્તિ સાથે જોડાયેલા છે પણ આ મંત્ર એવો છે કે જે વિવાહ સાથે જોડાયેલો છે. જે પણ વ્યક્તિ પ્રેમ વિવાહ કરવા માંગે છે પણ કોઈ કારણોસર થઇ નથી શકતા, તો એ વહેલી સવારે સ્નાન બાદ ધ્યાનપૂર્વક આ મંત્રનો 108 વાર જાપ કરો. કેટલાક જ દિવસોમાં ચમત્કારી ફળ પ્રાપ્ત થશે.

Image Source

બાવીસ અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર – વાણીનું વરદાન આપે છે – ‘ऐं क्लीं कृष्णाय ह्रीं गोविंदाय श्रीं गोपीजनवल्लभाय स्वाहा ह्र्सो।’

આ મંત્રનો ઉચ્ચારણ ચોક્કસપણે થોડો મુશ્કેલ છે પરંતુ તેની અસર પણ એટલી જ તીવ્ર છે. આ મંત્ર વાણીનું વરદાન આપે છે. અહીં વાણી અર્થ એમના માટે નથી કે જેમનો અવાજ ખોવાઈ ગયો છે, પણ આ મંત્ર વાગીશત્વ પ્રદાન કરે છે, એટલે કે એક એવી શક્તિ જે તમારી વાણીની ક્ષમતાને મજબૂત કરે છે અને જે કંઈ બોલો એ સિદ્ધ થઇ જાય છે.

Image Source

23 અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર – દરેક બાધા દૂર કરે છે – ‘ॐ श्रीं ह्रीं क्लीं श्रीकृष्णाय गोविंदाय गोपीजन वल्लभाय श्रीं श्रीं श्री’

આ 23 અક્ષરોનો શ્રીકૃષ્ણ મંત્ર છે જે જીવનમાં આવતી કોઈપણ બાધાને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. એવું માનવામાં આવે છે કે જે પણ સાધક આ તેવીસ અક્ષરનો શ્રી કૃષ્ણ મંત્રનો જાપ કરે છે તેના જીવનમાં ક્યારેય પૈસાની તંગી નથી થતી. પૈસા જાતે ચાલીને આવવા માંડે છે. આ મંત્રના નિયમિત જાપથી સંપત્તિને લગતી તમામ સમસ્યા દૂર થાય છે.

Image Source

28 અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર – ઈચ્છીત ફળની પ્રાપ્તિ માટે – ‘ॐ नमो भगवते नन्दपुत्राय आनन्दवपुषे गोपीजनवल्लभाय स्वाहा’

આ શ્રીકૃષ્ણનો 28 અક્ષરોવાળો મંત્ર છે, જેનો જાપ કરવાથી ઈચ્છીત ફળ પ્રાપ્ત થાય છે. જે પણ સાધક આ મંત્રનો જાપ કરે છે એમને બધી જ ઈચ્છાઓ પુરી થાય છે અને બધી જ ઈચ્છીત વસ્તુઓ પ્રાપ્ત થાય છે.

Image Source

29 અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર – સ્થિર લક્ષ્મી માટે – ‘लीलादंड गोपीजनसंसक्तदोर्दण्ड बालरूप मेघश्याम भगवन विष्णो स्वाहा।’

આ 29 અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર છે, આ શ્રીકૃષ્ણ મંત્રનો જાપ જે પણ સાધક એક લાખ વાર કરે છે, ઘી, ખાંડ અને મધમાં તલ અને ચોખા ભેળવીને હોમ કરે છે, તેમને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

Image Source

32 અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર – બધી જ આર્થિક મનોકામનાઓ પૂર્ણ કરતો મંત્ર – ‘नन्दपुत्राय श्यामलांगाय बालवपुषे कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय स्वाहा।’

આ 32 અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર છે, આ શ્રીકૃષ્ણ મંત્રનો જે પણ સાધક એક લાખ વાર જાપ કરે છે તથા પાયસ, દૂધ અને ખાંડથી બનાવેલી ખીર દ્વારા દશાંશ હવન કરે છે એમની બધી જ આર્થિક મનોકામનાઓ પૂરી થાય છે. જો તમે કોઈ આર્થિક તંગીથી પસાર થઇ રહયા હોવ તો સવારે સ્નાન કર્યા બાદ ઓછામાં ઓછું એક લાખ વાર જાપ કરવો. તમને જલ્દી જ સુધાર જોવા મળશે.

Image Source

33 અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર – વિદ્યા પ્રાપ્તિ માટે – ‘ॐ कृष्ण कृष्ण महाकृष्ण सर्वज्ञ त्वं प्रसीद मे। रमारमण विद्येश विद्यामाशु प्रयच्छ मे॥’

33 અક્ષરોવાળા આ મંત્રમાં એવી ચમત્કારી શક્તિઓ છે કે જેના પર તમને વિશ્વાસ નથી આવે. આ શ્રીકૃષ્ણ મંતનો જે પણ સાધક જાપ કરે છે એને બધા જ પ્રકારની વિદ્યાઓ નિઃસંદેહ પ્રાપ્ત થાય છે. આ મંત્ર ગોપનીય માનવામાં આવ્યો છે એટલે આના જાપ કરતા સમયે કોઈને ખબર ન પડવી જોઈએ.

Image Source

તેરમો મંત્ર – ॥ कृष्णःकर्षति आकर्षति सर्वान जीवान्‌ इति कृष्णः॥ ॥ ओम्‌ वेदाः वेतं पुरुषः महंतां देवानुजं प्रतिरंत जीव से ॥

શ્રીકૃષ્ણના આ મંત્રમાં તેત્રીસ અક્ષરો છે. જેના નિયમિત જાપ કરવાથી ધન સંબંધિત કોઈ પણ પ્રકારનું સંકટ ટળી જાય છે.

ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન ત્રિકાળ સંધ્યાએ કરવું જોઈએ. ભગવાન રાધા-કૃષ્ણને સોમવારે સફેદ વસ્ત્ર, મંગળવારે લાલ, બુધવારે લીલા, ગુરુવારે પીળા, શુક્રવારે સફેદ, શનિવારે નીલા અને રવિવારે લાલ વસ્ત્રથી શૃંગાર કરવા જોઈએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.