મનોરંજન

27 વર્ષ પછી “શ્રી કૃષ્ણા” ધારાવાહિકાના કલાકાર દેખાય છે આવા, જાણો આજે શું કરી રહ્યા છે કામ

લોકડાઉનના કારણે લોકોને ઘરે બેઠા મનોરંજન મળી રહે એ હેતુથી ટીવી ઉપર રામાયણનું પનાહ પ્રસારણ શરૂ કરવામ આવ્યું, જેને દર્શકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું, પરંતુ રામાયણના હાલમાં બધા જ એપિસોડ પૂર્ણ થઇ ગયા છે, ત્યારે રામાનંદ સાગર દ્વારા જ નિર્મિત “શ્રી કૃષ્ણા” ધારાવાહિકનું પણ  સમયમાં પુનઃ પ્રસારણ કરવામાં  આવશે, ત્યારે ચાલો જાણીએ આ ધારાવાહિકના કલાકારો આજે  કેવા દેખાય છે અને ક્યાં છે?

Image Source

કૃષ્ણ (સર્વદમન બેનર્જી):
શ્રી કૃષ્ણ ધરાવાહિકમાં કૃષ્ણ તરીકેનો અભિનય સર્વદમન બેનર્જીએ કર્યો હતો, આ અભિનય દ્વારા તેમને ઘણી જ કીર્તિ પણ પ્રાપ્ત થઇ હતી, પરંતુ આજે સર્વદમન ટીવી અને ફિલ્મોથી હંમેશા માટે સન્યાસ લઇ અને ઋષિકેશમાં ચાલ્યા ગયા છે જ્યાં તે લોકોને મેડિટેશન શીખવી રહ્યા છે અને સાથે એક એનજીઓ સાથે પણ જોડાયેલા છે, જે એનજીઓ મહિલાઓ અને બાળકો માટે કામ કરે છે.”

Image Source

સુભદ્રા (સોનિયા કપૂર):
બહુ ઓછા લોકો જાણતા હશે કે શ્રી કૃષ્ણામાં કૃષ્ણની બહેન સુભદ્રાનો અભિનય કરનાર અભિનેત્રી સોનિયા કપૂર આજે હિમેશ રેશમિયાની પત્નીએ નિભાવ્યો હતો, જેને ઘણી જ ફિલ્મોમાં અને ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. પરંતુ આજે તે ઈન્ડરસ્ટ્રીઝથી દૂર છે.

Image Source

રુક્મણિ (પિંકી પરીખ):
શ્રી કૃષ્ણમાં રુક્મણી, યમુના, લક્ષ્મી અને દૃગાનો અભિનય કર્યો છે. પિંકી પરીખ એક ગુજરાતી અભિનેત્રી છે જે આજે પણ સક્રિય છે અને ઘણી ગુજરાતી ફિલ્મોમાં તેને કામ પણ કર્યું છે.

Image Source

બાળ કૃષ્ણ (સ્વપ્નિલ જોશી):
બાળ કૃષ્ણનો અભિનય અભિનેતા સ્વપ્નિલ જોશીએ કર્યો હતો, આ ધારાવાહિકમાં કામ કરવાથી સ્વપ્નિલનું જીવન રાતો રાત બદલાઈ ગયું હતું, અસલ જીવનમાં પણ તેને લોકો ભગવાનની જેમ પૂજતા હતા. તેને ઘણી ફિલ્મો અને ધારાવાહિકમાં કામ પણ કર્યું છે અને આજે તે મરાઠી ઇન્ડ્રસ્ટ્રીઝનું ખુબ મોટું નામ છે.

Image Source

ભગવાન શિવ (વિજય કવીશ):
વિજય કૌશિકે શ્રી કૃષ્ણા ધારાવાહિકમાં શિવજીનો અભિનય કર્યો હતો, જેને લોકોએ ખુબ જ પસંદ કર્યો હતો, આ સિવાય તેમને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તે ફિલ્મો અને ધારાવાહિકમાં જોવા નથી મળ્યા.

Image Source

યશોદા (દામિની કનવાલ):
શ્રી કૃષની માતા યશોદાનો અભિનય અભિનેત્રી દામિની કનવાલે કર્યો હતો, તે ક્રાઇમ પેટ્રોલમાં પણ જોવા મળી હતી, તે હજુ પણ ઇન્ડ્રસ્ટ્રીઝમાં કાર્યરત છે.