કૌશલ બારડ ખબર જાણવા જેવું દિલધડક સ્ટોરી ધાર્મિક-દુનિયા પ્રસિદ્ધ રસપ્રદ વાતો લેખકની કલમે

ભગવાન કૃષ્ણ કેટલાં વર્ષ જીવ્યા હતા? જાણો કૃષ્ણના જીવનની અજાણ્યા તથ્યો, જે તમે આજ સુધી નથી જાણ્યા

ભગવાન વિષ્ણુના અવતાર એવા શ્રીકૃષ્ણને લઈને તો આપણા તહેવારો, આપણો ધર્મ અને આપણા સંસ્કારો ઉજળા છે. આજે પણ આપણા જીવનની રોજિંદી ઘટનાઓમાં કૃષ્ણનું ક્યાંયને ક્યાંય પ્રતિબિંબ પડે છે. ભગવાન કૃષ્ણની જીવનકથા તો લગભગ લોકોએ સાંભળી જ હોય કે વાંચી હોય. અનેક વાર કૃષ્ણ જીવન ભલે સામે આવ્યું હોય, છતાં કૃષ્ણના જીવનની અમુક વાતો એવી છે જેના વિશે તમને ખ્યાલ નહી હોય. અમુક પરિપેક્ષ્યમાં તમે વિચાર્યું જ નહી હોય! આજે અમુક તથ્યો કૃષ્ણ વિશે જાણો, જે ખરેખર તમને અજાણ્યા જ લાગશે :

મહાભારત પૂર્ણ થયું પછી ભગવાન કૃષ્ણ કેટલું જીવ્યા? —

મહાભારતનો સમયગાળો સામાન્ય રીતે આજથી ૫,૦૦૦ વર્ષ પૂર્વેનો કહેવામાં આવે છે. અમુક કહે છે ઇસા પૂર્વે ૩૧૩૭નો, તો અમુક ઇસા પૂર્વે ૩૦૬૭ની સાલ પણ કહે છે. મહાભારતનું યુધ્ધ પૂર્ણ થયા પછી ભગવાન શ્રીકૃષ્ણ ૩૫ વર્ષ જીવિત રહ્યા હોવાનું કહેવાય છે!

Image Source

કેટલાં વર્ષ જીવ્યા ભગવાન શ્રીકૃષ્ણ? —

એ વાત તો પાકી છે, કે દ્વાપરના એ યુગમાં મનુષ્યની સરેરાશ આયુષ્ય ૧૦૦ વર્ષથી તો ઉપર ચાલી જ જતી. અર્જુન કુરુક્ષેત્રના રણમેદાનમાં ઉતર્યો ત્યારે એની ઉંમર ૬૦ વર્ષની હોવાનું કહેવાતું અને એ ભરજુવાની હતી! ભગવાન શ્રીકૃષ્ણ વિશે કહેવાય છે કે તેઓ ૧૨૫ વર્ષથી વધારે જીવ્યા હતા.

મહાભારતના યુધ્ધ વખતે કૃષ્ણની ઉંમર કેટલી? —

આ રસપ્રદ સવાલનો જવાબ આપવા પાછળ બ્રિટનની એક યુનિવર્સિટીમાં થયેલાં સંશોધનને આધારભૂત ગણીએ તો કહી શકાય કે મહાભારતના યુધ્ધ વખતે ભગવાન કૃષ્ણની ઉંમર ૫૫ વર્ષ હતી. (યાને ભરજુવાની!) બ્રિટનના મૂળે ભારતીય એવા મનિષ પંડિતનું સંશોધન આવું તથ્ય સાબિત કરે છે.

Image Source

જન્મ સમયના સંયોગ શું હતા? —

ભગવાન શ્રીકૃષ્ણનો મનુના આઠમા વૈવસ્વતના ૨૮મા દ્વાપરમાં દેવકીના ૮માં પુત્ર તરીકે થયો હતો. એ વખતે ભાદ્રપદના કૃષ્ણ પક્ષની રાત્રિના સાત મુહૂર્ત વીતી ચૂક્યાં હતાં અને આઠમું ચાલુ હતું. નક્ષત્ર રોહિણી હતું, જયંતિનો સંયોગ બનતો હતો અને મધરાતના વખતે શૂન્યકાળ હતો. સાલ ૩૧૧૨ ઇસા પૂર્વની હતી.

Image Source

[ આશા છે કે, આપને આર્ટિકલ પસંદ પડ્યો હશે. આપના મિત્રોને પણ આપણી પૌરાણિક ધરોહર જેવી માહિતીથી અવગત કરાવવા લીંક શેર કરજો. જય શ્રીકૃષ્ણ! ]

Author: કૌશલ બારડ GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks