બીજેપી સાંસદની દિકરીએ કાયમ કરી એક નવી મિસાલ, વિદેશી નોકરીને ઠોકર મારી ભારતીય સેનામાં જોડાઈ

મોટાભાગના લોકો સારો અભ્યાસ કર્યા બાદ સારી નોકરી કરવાની ઈચ્છા રાખતા હોય છે. ઘણા લોકો એવા પણ હોય છે જે વિદેશમાં જઈને લાખો રૂપિયા કમાવવા માંગે છે, તો ઘણા લોકોને દેશમાં જ લાખો રૂપિયાના પેકેજ પણ મળી જતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો એવા હોય છે જે સારો અભ્યાસ કર્યા બાદ સૈન્યમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય. પરંતુ આવા યુવાનો માટે બીજેપી સાંસદ  પોખરિયાલ નિશંકની દીકરીએ એક પ્રેરણા સમાન છે.

હરિદ્વારના સાંસદ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલની દીકરી શ્રેયશી નિશંક દ્વારા વિદેશની અંદર લાખો રૂપિયાના પેકેજને ઠોકર મારી અને ભારતીય સેનામાં જોડાઈ દેશની  સેવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડોક્ટર શ્રેયશી નિશંક દ્વારા વર્ષ 2018માં વિધિવત રીતે ભારતીય સેનામાં કપ્તાન આર્મી મેડિકલ કોરમાં જોડાઈ હતી. ત્યારે શ્રેયશી રૂડકી સ્થિત સેનાની હોસ્પિટલમાં સેવા આપવાની શરૂઆત કરી હતી.

સેનાની હોસ્પિટલની અંદર આયોજિત એક કાર્યક્રમમાં રમેશ પોખરિયાલની દીકરી શ્રેયશીને સેનાનો સ્ટાર લગાવીને કપ્તાનના રૂપમાં સન્માનિત કરવામાં આવી હતી. આ ખાસ પળની તસ્વીરને રમેશ પોખરિયાલે પોતાના ફેસબુક અને ટ્વીટર ઉપર પણ શેર કરી હતી.

આ તસ્વીર શેર કરવાની સાથે તેમને લખ્યું હતું કે, “સાથિયો હું ખુબ જ ગૌરવાન્વિત અનુભવી રહ્યો છું. તમારા બધાની સાથે આ વાત શેર કરી રહ્યો છું કે મારી દીકરી ડોક્ટર શ્રેયશી નિશંક ઉત્તરાખંડના સૈન્યમાં પરંપરાને ચાલુ રાખતા વિધિવત રૂપથી સેનામાં ઓફિસરના રૂપમાં આર્મી મેડિકલ કોરમાં જોડાઈ ચુકી છે.”

સ્થાનિક મીડિયા અનુસાર મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શ્રેયશી પાસે વિદેશ જઈને હોસ્પિટલમાં નોકરી કરવાનો અવસર હતો. પરંતુ આ આવસરને તેને ઠોકર મારી દીધી. શ્રેયશી થોડા દિવસ સુધી વિદેશમાં ડોક્ટરની પ્રેક્ટિસ પણ કરી ચુકી છે. પરંતુ તેનું મન ત્યાં ના લાગયુંય અને તે દેશમાં પાછી ફરી અને સેનામાં જોડાઈ ગઈ.

આ પ્રસંગે શ્રેયશીએ પોતાના પિતા દ્વારા લખવામાં આવેલી એક કવિતા ગાઈને આભાર પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ દેશના દરેક પિતાને વિનંતી કરી હતી કે તે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દીકરીઓનો અભ્યાસ પૂરો કરાવે જેના કારણે તે પણ તેમનું અને સમાજનું નામ રોશન કરી શકે.

Niraj Patel