શું હવે ક્યારેય નહિ સાંભળી શકાય શ્રેયા ઘોષાલનો અવાજ ? કોન્સર્ટ બાદ ચાલ્યો ગયો અવાજ, પોતે જણાવી એ રાતની વાત

કોન્સર્ટ બાદ શ્રેયા ઘોષાલ સાથે મોટો અકસ્માત, પૂરી રીતે ખોઇ દીધો હતો પોતાનો અવાજ, જાણો હવે કેવી છે હાલત

બોલિવૂડની ફેમસ પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલને લઇને એક મોટી ખબર સામે આવી છે. સિંગરે જણાવ્યું કે ગત રાત્રે ઓર્લાન્ડોમાં નાઈટ કોન્સર્ટ બાદ એક મોટો અકસ્માત થયો, જ્યારે તેણે પોતાનો અવાજ પૂરી રીતે ગુમાવી દીધો હતો. શ્રેયાએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિશે માહિતી આપી, જે બાદ ચાહકો પણ ખૂબ જ ચિંતિત થઇ ગયા. શ્રેયાએ ઈન્સ્ટાગ્રામ પર ગઇકાલના રોજ પોતાની સ્ટોરીમાં લખ્યું હતુ કે ગઈકાલે રાત્રે ઓર્લાન્ડોમાં નાઈટ કોન્સર્ટ બાદ તેણે પોતાનો અવાજ સંપૂર્ણપણે ગુમાવી દીધો હતો.

તેના ચાહકોના આશીર્વાદ અને ડૉ. સમીર ભાર્ગવની શ્રેષ્ઠ સારવારને કારણે તે પોતાનો અવાજ પાછો મેળવી શકી. આ પછી, તે ન્યુ યોર્ક એરેનામાં 3 કલાકના કોન્સર્ટમાં ગાવા સક્ષમ હતી. તેણે લખ્યું, ‘મને આટલો પ્રેમ આપવા બદલ ન્યૂયોર્કનો આભાર.’ શ્રેયા ઘોષાલના આવા સમાચાર સામે આવ્યા બાદ ચાહકો તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. હાલમાં શ્રેયાની હાલત અને તેનો અવાજ ઠીક હોવાનું કહેવાય છે. શ્રેયા ઘોષાલે કહ્યું કે તેનો યુએસ પ્રવાસ પૂરો થઈ ગયો છે. સિંગર કહે છે- શો મસ્ટ ગો ઓન. શ્રેયા ઘોષાલની આ પોસ્ટ જોઈને ફેન્સ ઈમોશનલ થઈ ગયા હતા.

ચાહકો તેમની ફેવરેટ સિંગરને ઘણો પ્રેમ મોકલી રહ્યા છે અને બહાદુર કહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, શ્રેયા ઘોષાલ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની ચમકતી સ્ટાર છે. શ્રેયાને 4 નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. માત્ર 4 વર્ષની ઉંમરથી શ્રેયાએ ગાવાનું શરૂ કર્યું હતુ. શ્રેયાએ ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. તેણે સિંગિંગ રિયાલિટી શો સા રે ગા મા પામાં પણ ભાગ લીધો હતો અને તે જીત્યો પણ હતો. શ્રેયા માત્ર હિન્દીમાં જ નહીં બીજી પણ ઘણી ભાષાઓમાં ગાય છે. મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શ્રેયાનું યોગદાન મહત્વનું છે.

તેના સુરીલા અવાજના કરોડો ચાહકો છે. તમને જણાવી દઈએ કે, શ્રેયા મેલોડી ક્વીનના નામથી ફેમસ છે. શર્મિષ્ઠા ઘોષાલ અને વિશ્વજીત ઘોષાલની પુત્રી શ્રેયાને બાળપણથી જ સંગીતમાં રસ હતો. શ્રેયાએ સંગીતનું પ્રથમ શિક્ષણ તેની માતા પાસેથી મેળવ્યું હતું. 7 ફિલ્મફેર એવોર્ડ અને 4 નેશનલ ફિલ્મ એવોર્ડ જીતી ચુકેલી શ્રેયા જેટલી સુંદર છે તેટલો જ તેનો અવાજ પણ સુંદર છે. શ્રેયા ઘોષાલ તેના મધુર અને જાદુઈ અવાજથી 20 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છે. રિયાલિટી શો ‘સા રે ગા મા પા’થી પોતાની મધુર સફર શરૂ કરનાર શ્રેયાએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘દેવદાસ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

Shah Jina