શ્રેયા ઘોષાલે શેર કરી તેના 6 મહીનાના દીકરા સાથે ક્યુટ તસવીરો, દીકરાની ક્યુટનેસ જોઇ તમારો પણ દિવસ બની જશે

બોલિવૂડની લોકપ્રિય સિંગરમાંની એક ગણાતી શ્રેયા ઘોષાલે આ વર્ષે 2021માં પુત્રને જન્મ આપ્યો છે. આ દિવસોમાં તે તેના મધરહૂડનો ભરપૂર આનંદ માણી રહી છે. 22 મેના રોજ શ્રેયા ઘોષાલે દીકરાને જન્મ આપ્યો હતો, ત્યારબાદ સોશિયલ મીડિયા પર આ ખુશખબરી શેર કરતા પુત્રના નામનો પણ ખુલાસો કરવામાં આવ્યો હતો. શ્રેયા ઘોષાલે પોતાના પુત્રનું નામ દેવયાન રાખ્યું છે. તેનો દીકરો દેવયાન 22 નવેમ્બરે 6 મહિનાનો થઈ ગયો છે.

આ ખાસ અવસર પર શ્રેયાએ દુનિયાને પહેલીવાર પોતાના પુત્રની ઝલક બતાવી છે. જો કે શ્રેયાએ આ પહેલા તેના પુત્રની ઘણી તસવીરો શેર કરી છે, પરંતુ તેમાં દેવયાનનો સંપૂર્ણ ચહેરો દેખાતો ન હતો. પહેલીવાર અભિનેત્રીએ દીકરાનો ચહેરો દુનિયાને બતાવ્યો છે. આ તસવીરો જોયા બાદ તમારો દિવસ બની જશે એમ કહેવું ખોટું નહીં હોય.

તસવીરોમાં જોઈ શકાય છે કે શ્રેયા દેવયાનને ખોળામાં પકડી ઊભી છે અને દેવયાન હસતો જોવા મળી રહ્યો છે. માતા અને પુત્રની આ ક્યૂટ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર ચાહકો માટે એક સુંદર નોટ પણ શેર કરી છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર દેવયાનની તસવીરો શેર કરતા શ્રેયા ઘોષાલે લખ્યું, ‘હેલો મારું નામ દેવયાન છે અને આજે હું 6 મહિનાની થઈ ગયો છું. અત્યારે હું મારી આસપાસની દુનિયાને શોધવામાં વ્યસ્ત છું. હું મારા મનપસંદ ગીતો સાંભળું છું. હું ચિત્રોથી ભરેલા પુસ્તકો વાંચું છું. જોક્સ પર હસવું અને મમ્મી સાથે ઘણી વાતો કરવી.

મને આટલો પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.’ આ નોટ તેણે તેના દીકરા દેવયાન વતી શેર કરી છે. તમને જણાવી દઇએ કે, શ્રેયા ઘોષાલે આ વર્ષે માર્ચમાં પોતાની પ્રેગ્નન્સીના સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘બેબી શ્રેયાદિત્ય આવવાનો છે. શિલાદિત્ય અને મને આ સમાચાર તમારા બધા સાથે શેર કરવામાં ખૂબ આનંદ થાય છે.

ઉલ્લેખનીય છે કે, શ્રેયા ઘોષાલે 5 ફેબ્રુઆરી 2015ના રોજ બોયફ્રેન્ડ શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. શ્રેયાએ લગ્નના એક દિવસ પછી સોશિયલ મીડિયા પર તેના લગ્નના સમાચાર ચાહકો સાથે શેર કર્યા.

Shah Jina