અયોધ્યામાં બની રહેલા વિશાળ અને ભવ્ય રામ મંદિરના નિર્માણની નવી તસવીરો આવી સામે… ઘરે બેઠા જ નિહાળો કેવું ચાલી રહ્યું છે કામ, જુઓ

ઘરે બેઠા જ કરી લો અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામ મંદિરના ગર્ભ ગૃહના દર્શન, નજારો જોઈને તમે પણ કહી ઉઠશો.. “જય શ્રી રામ !”

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમા ક્યારે સ્થાપિત કરવામાં આવશે તેની તારીખ જાહેર કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં ભગવાન રામલલાની મૂર્તિને તેના મૂળ સ્થાને સ્થાપિત કરશે, મૂર્તિના નિર્માણ અને રામ મંદિરના સંચાલન માટે સ્થાપિત ટ્રસ્ટના મુખ્ય સભ્યએ આ વાત ગત બુધવારે જણાવી હતી.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજે જણાવ્યું કે મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, ‘જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ લલ્લાની પ્રતિમાને તેના મૂળ સ્થાને સ્થાપિત કરવામાં આવશે.

ત્યારે હાલમાં જ અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના ગર્ભગૃહની પ્રથમ તસવીર સામે આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે આ તસવીરો શેર કરી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે શુક્રવારે રામ મંદિરના ગર્ભગૃહની પ્રથમ તસવીર શેર કરી હતી. આ તસવીર શેર થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.

રામ ભક્તો દ્વારા આ તસવીરને ઘણી શેર કરવામાં આવી રહી છે. તસવીર શેર કરતા ચંપત રાયે લખ્યું, “જય શ્રી રામ. ગર્ભ ગૃહ ‘ની તસવીર, જ્યાં ભગવાન શ્રી રામલલા નિવાસ કરશે.”  આ પહેલા ગુરુવારે પણ રામ મંદિરની એક તસવીર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. ઘણા મોટા નેતાઓએ પણ આ તસવીર શેર કરી છે.

આ તસવીર શેર કરતા ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ લખ્યું કે, “બાણ ચઢ્યું છે ધનુષ પર, કરી રહ્યા છે સૂર્યને પ્રણામ, પ્રાણોથી પણ પ્રિય જગતમાં, પાવન અયોધ્યા ધામ” ડેપ્યુટી સીએમએ તેમના ટ્વિટમાં આગળ લખ્યું, “શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ સ્થળ પર દોરવામાં આવેલ એક અદ્ભુત અને અલૌકિક ચિત્ર.”

Niraj Patel