મનોરંજન

શ્રીદેવીની મૃત્યુને ‘હત્યા’ જણાવવા પર ભડક્યાં બોની કપૂર, DGP સાહેબ ના દાવા પર આપ્યો કરારો જવાબ – જાણો પૂરો મામલો

એક જમાનાની લોકપ્રિય અને સફળ અભિનેત્રી શ્રી દેવીની મૃત્યુ વર્ષ 2018, 24 ફેબ્રુઆરીના રોજ દુબઈની એક હોટેલમાં થઇ હતી.શ્રીદેવીની આકસ્મિક રીતે થયેલી મૌતને ભલે દુબઇ પોલીસે બાથટબમાં ડૂબવાથી થયેલી મૃત્યુનો મામલો માન્યો હોય અને તેને એક આકસ્મિક મૃત્યુ કરાર આપ્યો હોય પણ કેરળ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ રૂષિરાજ સિંહે જે દાવો કર્યો છે,જેણે એક વાર ફરીથી શ્રીદેવી મૌત પર સનસની મચાવી દીધી છે.

Image Source

રૂષિરાજ સિંહના અનુસાર શ્રીદેવીની આકસ્મિક મૃત્યુ એક મર્ડરનો મામલો છે.રૂષિરાજ સિંહના આવા દાવા પછી એક વાર ફરીથી દરેક કોઈના મનમાં શ્રીદેવીના નિધનને લઈને સવાલો ઉભા થઇ ગયા છે.દરેક કોઈના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું વાસ્તવમાં શ્રી દેવીની મૃત્યુ કોઈ આકસ્મિક નહીં પણ હત્યા હતી?

Image Source

એવામાં એકવાર ફરીથી શ્રીદેવીના પતિ બોની કપૂરની પ્રતીકીયા અને મંતવ્ય સામે આવ્યું છે.બોની કપૂરે પોતાના મંતવ્યમાં કહ્યું કે,”તે આવી તથ્યહીન કહાનીઓ પર પોતાની પ્રતિક્રિયા આપવા નથી માગતા, અને તેને લાગે છે કે આવી બકવાસ વાતો પર કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાની જરૂર જ નથી.આવા પ્રકારની વાતો આવતી જ રહેશે,તમે તેને રોકી નથી શકતા.બોની કપૂરે આગળ કહ્યું કે આ દરેક વાતો માત્ર કલ્પનાઓ જ છે ના કે હકીકત.

Image Source

ડીજીપી રૂષિરાજ સિંહે પોતાના કોલમમાં લખ્યું કે તેનો એક મિત્ર જે એક ફોરેન્સિક એક્સપર્ટ છે જેણે શ્રીદેવીની મૃત્યુના મામલામાં ઘણા પરિસ્થિતિજન્ય સાક્ષ્યના તરફ ઈશારો કર્યો, જે તે વાત જણાવે છે કે શ્રીદેવીની મૃત્યુ કોઈ આકસ્મિક નથી.તેમણે આગળ કહ્યું કે તેના મિત્રએ એ વાત પણ જણાવી કે જો શ્રીદેવી નશામાં હોય તો પણ તે એક ફૂટ ઊંડા પાણીના બાથ ટબમાં ડૂબી ન શકે.તેની પાછળ કારણ એ આપ્યું કે એક ફૂટના બાથટબ માં કોઈ કેવી રીતે ડૂબી શકે?

Image Source

પોલીસ રૂષિરાજ સિંહના આવા દાવાને લીધે એકવાર ફરીથી શ્રીદેવીની આકસ્મિક મૃત્યુનો મામલો બહાર આવ્યો છે.જણાવી દઈએ કે દુબઈમાં થયેલી શ્રી દેવીની મૃત્યુને લીધે માત્ર બૉલીવુડ જ નહિ પણ સામાન્ય જનતામાં પણ દુઃખના વાદળો છવાઈ ગયા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks