ધાર્મિક-દુનિયા

શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શિવની આ રીતે કરો પૂજા, બગડેલા કામ અને ગરીબી થશે દૂર

શ્રાવણ મહિના શરૂઆત થતા જ શિવમંદિરમાં ભક્તોની ભીડ જામતી હોય છે. શિવજીને શ્રાવણ મહિનો અતિપ્રિય છે. ભોલે ભંડારી આમ પણ ભોળા હોય એક જળનો લોટો પ્રસન્નતાપૂર્વક ચડાવી આપણી માંગણી સ્વીકાર કરે લે છે. શ્રાવણ મહિનામાં સોમવારનું પણ એટલું જ મહત્વ છે. માનવામાં આવે છે કે સોમવારનું વ્રત કરવાથી ભગવાન શિવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
શ્રાવણમાં પ્રત્યેક સોમવારનું અનેરું મહત્વ છે.

Image Source

પહેલા સોમવાર ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે શિવની પૂજા કરવાથી બધી પ્રકારની તકલીફ દૂર થાય છે. બીજા સોમવારે શિવની પૂજા-અર્ચના કરવાથી શિવ ભક્તોનો સ્વાસ્થ્ય સારું રહે છે. ત્રીજા સોમવારે શિવના મંત્રોનો જાપ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનાનો છેલ્લો અને ચોથા સોમવારે ભોલેનાથની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય મેળવી કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે.

સામાન્ય રીતે તો શિવજીને ફક્ત જળ જ અર્પણ કરવામાં આવે છે. શિવલિંગ પર જળ અર્પણ કરવાને જળાભિષેક કહેવામાં આવે છે. પરંતુ જો તમે કઈ વિશેષ પ્રાપ્ત કરવા માંગતા હોય તો ભગવાન શિવને તમારી ઈચ્છા અનુસાર અલગ-અલગ દ્રવ્ય અર્પણ કરવામાં આવે છે. જેમાં ગંગાજળ, શેરડીનો રસ, દૂધ, મધ અર્પણ કરી શકાય છે.

Image Source

જો તમારે લાંબા સમ્યત્યહી પૈસાની તંગી હોય તો શ્રાવણ મહિનામાં પૈસાની તંગીથી મુક્તિ થઇ શકે છે. શ્રાવણ મહિનામાં શક્ય હોય તો દરરોજ સવારે સ્નાન કરીને શિવમંદિરમાં મધ ભેળવી જળ અર્પણ કરવામાં આવેતો પૈસાની તંગી દૂર થાય છે અને આર્થિક સ્થિતિ સુદ્રઢ બને છે.

જો તમારે લાંબા સમયથી લગ્નજીવનમાં તકલીફ હોય અથવા ખરાબ માહોલ હોય તો ભગવાન શિવનવે મધ મેળવેલું જળ અર્પણ કરવું જોઈએ. ત્યારે સારું રહેશે કે બન્ને પતિ-પત્ની સાથે મળીને શિવલિંગને અભિષેક કરે.
વિધાર્થીઓએ શ્રાવણ મહિનામાં ભગવાન શિવનું પૂજન દૂધ એન ખાંડથી કરવું જોઈએ.ભગવાન શિવની કૃપાથી ક્ષમતા અને જ્ઞાનમાં વૃદ્ધિ થશે.અને તમે પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકશો.

Image Source

ભગવાન શિવ સાચા પ્રેમીપંખીડા પર પ્રેમ લૂંટાવે છે. જો તમે પ્રેમ લગ્નમાં કોઈ અડચણ હોય અથવા તમે પરિવારની પસંદગીથી જ લગ્ન કરવા માંગતા હોય છતાં પણ લગ્ન ના થતા હોય તો શ્રાવણ મહિનામાં શિવની વિશેષ ઉપાસના કરવી જોઈએ. તમે શ્રાવણમાં દરેક સોમવારે ભગવાન શિવને શેરડીના રસથી અભિષેક કરવાથી લાભ થશે.

જો તમારા વેપાર ધંધામાં વારંવાર તકલીફનો સામનો કરવો પડતો હોય તો પ્રત્યેક સોમવારે ભગવાન શિવને પ્રાર્થના કરી આ સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો. તમે પણ શ્રાવણ મહિનામ દરરોજ શેરડીના રસથી અભિષેક કરો. જો દરરોજ શક્ય ના હોય તો સોમવારે શેરડીના રસનો અભિષેક કરવાથી તમારી સમસ્યા દૂર થાય છે.

Image Source

શ્રાવણ મહિનાએ એ ખાસ તકેદારી રાખવી કે તુલસીના પણ, હળદર અને કેતકીના ફૂલ ક્યારે પણ અર્પણ નહિ કરવાના. જેનાથી શિવજી અપ્રસન્ન થાય છે અને પૂર્ણ વ્રતનું ફળ નથી મળતું. પૂજા દરમિયાન ભગવાન શિવનો ‘ૐ નમઃ શિવાય’ના મંત્રનો જાપ કરવો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks