શ્રાવણ મહિનાને હિન્દૂ ધર્મમાં ખુબ જ પવિત્ર માનવામાં આવે છે.આ ખાસ મહિનામાં ચારે બાજુ સકારાત્મક ઉર્જા રહે છે.ભગવાન ભોળાનાથની ભક્તિનો માહોલ ભક્તોમાં એક નવી ઉર્જાનું સંચાર કરે છે.શ્રાવણ મહિનામાં જો આપણે આપણા ઘરમાં વાસ્તુશાસ્ત્રના આ સહેલા 5 ઉપાય કરીશું તો ઘરના સદસ્યોને ભગવાન શિવ દ્વારા ચોક્કસ ફળની પ્રાપ્તિ થઇ શકે છે.આવો તો તમને જણાવીએ આ ઉપાય વિશે..
1.આ દિશામાં લગાવો તુલસીનો છોડ:

શ્રાવણ મહિનામાં તુલસીનો છોડ સ્થાપિત કરવો ખુબ જ શુભ માનવામાં આવે છે.તુલસીને ઉત્તર દિશામાં માટીના કુંડામાં વાવો,તુલસીનો છોડ વાવવાથી માત્ર વાતાવરણ જ શુદ્ધ નથી થાતું પણ પૂર્વજોના આશીર્વાદ પણ મળે છે.કુંવારી કન્યાઓ પોતાના હાથોથી તુલસી લગાવે તો તેઓને જલ્દી જીવનસાથીની પ્રાપ્તિ થાય છે.
2.પૂજા-પાઠ અને વ્રત:

શ્રાવણના મહિનામાં દરેક સોમવારના દિવસે વ્રત રાખવાની માન્યતા છે.એવું પણ કહેવામાં આવે છે કે આ આખો મહિનો માત્ર એક જ સમય ભોજન કરવાથી(એક ટાણું કરવું) વ્યક્તિ શારીરિક રૂપથી સ્વસ્થ રહે છે.
3.ધતુરનો છોડ લગાવો:

ભોળાનાથને ધતુરો ખુબ જ પ્રિય માનવામાં આવે છે. તેને લીધે જ ધતુરાનો ઉપીયોગ પૂજાના સમયે કરવામાં આવે છે. માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિ ભયમુક્ત થઇ જાય છે અને તેના જીવનની દરેક સમસ્યાઓ જલ્દી જ ખતમ થઇ જાય છે.તમે પણ શ્રાવણ મહિનામાં તમારા ઘરની આસપાસ ધતુરાનો છોડ ચોક્કસ વાવો.
4.પૂર્વ દિશા માટે ઉપાય:

માન્યતાઓ અનુસાર પૂર્વ દિશાનું ખાસ મહત્વ માનવામાં આવ્યું છે.ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં કોઈ નાનો એવો પાણીનો સ્ત્રોત રાખીને તમે આ દિશાની ઉર્જામાં વૃદ્ધિ કરી શકો છો.
5.અર્ધનારીશ્વર સ્વરૂપ:

વાસ્તુના આધારે પૂર્વ દિશામાં ભગવાનની પ્રતિમા લગાવવાથી મંગલકારી પરિણામ પ્રાપ્ત થાય છે.શ્રાવણ મહિનામાં તમે ઘરના પૂર્વ દિશામાં ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરી શકો છો. અને જો તે સફેદ આરસના પથ્થરની હોય તો તે ખુબ શુભ માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે તેના પ્રભાવથી પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં પણ મધુરતા આવે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks