હેલો મિત્રો,
પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે… તમે પણ શ્રાવણ માસ કર્યો હશે…!! 😊
તો તમે પણ ઘરે અલગ અલગ ફરાળી વાનગી બનાવતા હશો..પણ તમને એમ થતું હશે કે રોજ રોજ શું ફરાળ બનાવું!! 🤔
સાબુદાણા ની ખીચડી કે મોરેયો કે બટાકા ની ભાજી, આ કોમન ફરાળી વાનગી છે..
આજે ટ્રાય કરો એક નવી ફરાળી વાનગી…. જેનું નામ છે, શ્રાવણ સ્પેશીયલ રાજગરા આલુ પરાઠા 😋 તો આ પવિત્ર શ્રાવણ માસમાં બનાવો શ્રાવણ સ્પેશિયલ રાજગરા આલુ પરાઠા… 😋
બનાવવા માટેની સામગ્રી :-
- રાજગરા નો લોટ – દોઢ કપ
- કાચા છીણેલા બટાકા
- (પાણી માં પલાળી ને રાખેલા) – 3 નંગ
- શેકેલા અને ક્રશ કરેલા સીંગદાણા – 4 ચમચી
- આદું અને લીલાં મરચાં ની પેસ્ટ – 3 ચમચી
- ફ્રેશ સમારેલી કોથમીર – 2 ચમચી
- સિંધવ મીઠું – સ્વાદ અનુસાર
- ઘી – શેલો ફ્રાય કરવા માટે
બનાવવા માટેની રીત :-
૧.સૌ પ્રથમ એક બાઉલ લો અને તેમાં કાચા છીણેલા બટાકા નાંખો.
છીણેલા બટાકા નાખો ત્યારે બધું પાણી નીચોવી લેવું.
૨.ત્યાર બાદ તેમાં શેકેલા અને ક્રશ કરેલા સીંગદાણા, આદું અને લીલાં મરચાં ની પેસ્ટ, ફ્રેશ સમારેલી કોથમીર અને સિંધવ મીઠું નાખીને મિકસ કરી લો.
૩.પછી તેમાં થોડો થોડો કરીને રાજગરા નો લોટ નાખતા જાઓ અને મિકસ કરતાં જાઓ.
આવી રીતે તેનો એક મુલાયમ લોટ બાંધી લો.
4.ત્યાર બાદ એક પેન લો અને તેમાં જરૂર મુજબ ઘી નાખો.
અને આ બાજુ જે લોટ આપણે તૈયાર કર્યો છે તેમાંથી એક મીડિયમ સાઇઝ નો લૂવો લો. અને એ લુવા ને ડાઇરેક્ટ પેન પર મૂકી દો.
( ફોટો માં દર્શાવ્યા મુજબ)
5.પછી તે લુવા ને હાથે થી જ થપથપાવો અને પરોઠા જેવો આકાર આપો.
અને આ પરોઠા ની કિનારી પર થોડું ઘી લગાવી દો.
અને ઢાંકણ ઢાંકી દો અને 1-2 મિનિટ સુધી કુક થવા દો.
6.ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને કુક કરો અને ગરમા ગરમ સર્વ કરો. 😋😋
તો મિત્રો તૈયાર છે શ્રાવણ સ્પેશિયલ રાજગરા આલુ પરાઠા 😋❤
આ શ્રાવણ માસમાં બનાવો એક્દમ નવી જ ફરાળી વાનગી અને ખુશ કરી દો તમારા પરિવારજનો અને મિત્રો ને!!
તમારા મિત્ર વર્તુળ માં આ શેર કરવાનું ભૂલતાં નહીં… ☺☺
Recipe By Suchita Jaiswal GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ