રસોઈ

આ પવિત્ર શ્રાવણ માસમાં બનાવો શ્રાવણ સ્પેશિયલ ફરાળી મિસળ, એકવાર જરૂર બનાવજો

હેલો મિત્રો,

પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. તમે પણ શ્રાવણ માસ કર્યો હશે…!! તો તમે પણ ઘરે અલગ અલગ ફરાળી વાનગી બનાવતા હશો. પણ તમને એમ થતું હશે કે રોજ રોજ શું ફરાળ બનાવું!! સાબુદાણાની ખીચડી કે મોરેયો કે બટાકાની ભાજી, આ કોમન ફરાળી વાનગી છે.. આજે ટ્રાય કરો એક નવી ફરાળી વાનગી જેનું નામ છે
શ્રાવણ સ્પેશીયલ ફરાળી મિસળ

તો આ પવિત્ર શ્રાવણ માસમાં બનાવો શ્રાવણ સ્પેશિયલ ફરાળી મિસળ …!!

બનાવવા માટેની સામગ્રી :-

 • અડધો કપ સાબુ દાણા
 • અડધો કપ સિંગ દાણા
 • 2 બાફેલા બટાકા ( ચોરસ ટુકડામાં કટ કરેલા )
 • 1 ચમચી શેકેલા સિંગદાણા ( છોતરાં કાઢેલા )
 • અડધો કપ તાજું છીણેલું નારિયેળ
 • 4-5 લાંબા સમારેલાં લીલાં મરચાં
 • 10-15 મીઠો લીમડો
 • 1 ચમચી આદું મરચાંની પેસ્ટ
 • 2 ચમચી જીરું
 • 1 ટુકડો આદું
 • સિંધવ મીઠું સ્વાદ અનુસાર
 • પાણી જરૂર મુજબ

સજાવટ માટે :-

 • તળેલી બટાકાની સેવ

બનાવવા માટેની રીત :-

Image Source

૧. સૌ પ્રથમ અડધો કપ સાબુ દાણા અને અડધો કપ સિંગ દાણાને અલગ અલગ પલાળીને રાખો. આખી રાત સુધી.

૨. ત્યાર બાદ એક મિક્સર જાર લો. તેમાં અડધો કપ તાજું છીણેલું નારિયેળ, આદુ મરચાંની પેસ્ટ, શેકેલા સિંગ દાણા અને થોડું પાણી નાખીને એક ફાઇન પેસ્ટ બનાવી લો અને સાઇડમાં રાખો.

3. હવે આપણે બટાકાની સુકી ભાજી બનાવાની છે. તેની માટે એક પેન લો. તેમાં એક ચમચી તેલ નાખો અને જીરું નાખો. જીરું તતડે એટલે એમાં મીઠો લીમડો, 2-3 લાંબા સમારેલાં લીલાં મરચાં, આદુની પેસ્ટ નાખો અને એક મિનિટ સુધી સાંતળો. ત્યારબાદ તેમાં બાફેલા બટાકા અને સિંધવ મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો. અને 3-4 મિનિટ સુધી સાંતળવા દો અને સાઇડમાં રાખો.

4. હવે ફરીથી એક પેન લો. તેમાં તેલ નાખો અને જીરું નાખો. જીરું તતડે એટલે ફરીથી મીઠો લીમડો નાખો. પછી તેમાં આખી રાત પલાળેલા સિંગ દાણા નાખો અને 2 મિનિટ સુધી સાંતળો.

5. પછી તેમાં લાંબા સમારેલા લીલા મરચાં અને તૈયાર કરેલી કોકોનટ પેસ્ટ અને સિંધવ મીઠું નાખો.

6. ત્યાર બાદ તેમાં 2 કપ પાણી નાખીને એક ઉકાળો આવે ત્યાં સુધી ઉકળવા માટે મુકી દો. પછી તેમાં આખી રાત પલાળેલા સાબુ દાણા નાખો અને 2 મિનિટ સુધી કૂક થવા દો.

હવે એક સર્વિંગ બાઉલ લો. તેમાં થોડી બટાકાની સુકી ભાજી નાંખો અને તૈયાર કરેલી કોકોનટ અને સાબુ દાણા ગ્રેવી નાંખો અને તળેલી બટાકાની સેવ થી સજાવો…

આપણું ફરાળી મિસળ તૈયાર છે…!

 

View this post on Instagram

 

#shravan #faralimisal #foodporn #mobilephotography #foodie #vegan

A post shared by DVichaar (@dvichaar) on


તો મિત્રો, આ શ્રાવણ માસમાં તમે જરૂરથી આ ફરાળી મિસળ બનાવજો.. અને કહેજો જરૂર કે કેવી લાગી…!!!

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks