હેલો ફ્રેન્ડસ, તમે ફ્રેંચ ફ્રાઇસ તો ખાધી જ હશે. પણ તમે ઉપવાસમાં ખવાય એવી ફ્રેંચ ફ્રાઇસ ખાધી છે ?? નહીં ને..!! તો ચાલો આજે ટ્રાય કરીએ ઉપવાસમાં ખવાય એવી ફરાળી ફ્રેંચ ફ્રાઇસ

આ ફરાળી ફ્રેંચ ફ્રાઇસ ખૂબ જ સરળ છે બનાવવામાં તો ફટાફટ લખી લો આની સ્ટેપ બાય સ્ટેપ રેસિપિ
બનાવવા માટેની સામગ્રી :-
- 1 કપ સામો
- 3-4 બાફેલા બટાકા ( સ્મેશ કરેલા )
- સિંધવ મીઠું સ્વાદ અનુસાર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 2 ચમચી સમારેલાં લીલાં મરચાં
- 2 ચમચી સમારેલી કોથમીર
- તેલ તળવા માટે
- પાણી જરૂર મુજબ
બનાવવા માટેની રીત :-
- સૌ પ્રથમ તો એક કપ સામો છે તેને સારી રીતે ધોઈ લો, અને તેમાં જરુર મુજબ પાણી નાખીને કુકરમાં એક સીટી વાગે ત્યાં સુધી થવા માટે મુકી દો.
2. સામો કૂક થઈ ગયા પછી તેને રૂમ તાપમાન પર ઠંડુ થવા માટે મુકી દો, અને આ બાજુ તેલ પણ ગરમ કરવા માટે મુકી દો.
3. પછી એક બાઉલ લો. તેમાં સામો નાખો, પછી તેમાં બાફેલા સ્મેશ કરેલા બટાકા નાખો, અને તેમાં સિંધવ મીઠું, લાલ મરચું પાવડર, લીલાં મરચાં અને કોથમીર નાખો અને જરૂર મુજબ પાણી નાખી સારી રીતે મસળી લો અને 5-10 મિનિટ રેસ્ટ આપો.
4. પછી આ મિશ્રણને ફ્રેંચ ફ્રાઇસનો આકાર આપો અને આવી રીતે બધી ફ્રેંચ ફ્રાઇસ બનાવી લો. તેલ ગરમ થઈ જાય એટલે બધી ફ્રેંચ ફ્રાઇસને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો.
તો તૈયાર છે ઉપવાસમાં ખવાય એવી ફરાળી ફ્રેંચ ફ્રાઇસ…!!
છે ને એક દમ સરળ…!!

તો રાહ કોની જુઓ છો.. આજે જ બનાવો ઉપવાસમાં ખવાય એવી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી ફ્રેંચ ફ્રાઇસ..!!!
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.