મનોરંજન

હરિદ્વાર કુંભ મેળામાંથી પરત આવ્યા બાદ સંગીતકારનું કોરોના સંક્રમિત થયા બાદ નિધન, બોલીવુડને મોટો ફટકો

કોરોનાની બીજી લહેર કેટલાય પરિવારોને વેર વિખેર કરી ગઈ. સામાન્ય માણસો સાથે ઘણા સલેબ્રિટીઓએ પણ તેની ચપેટમાં આવ્યા બાદ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, હાલ મળતી ખબર પ્રમાણે બૉલીવુડ સંગીત દુનિયાની ખ્યાતનામ નદીમ-શ્રવણની જોડી તૂટી ગઈ છે.

ગુરુવારના રોજ બોલીવુડના ખ્યાતનામ મ્યુઝિક ડાયરેક્ટર શ્રવણ રાઠોડનું મુંબઈની એસએલ રહેજ હોસ્પિટલમાં નિધન થઇ ગયું છે. તે કોરોના સંક્રમણથી જજુમી રહ્યા હતા. તેમને ઘણી ચિકિત્સીય સમસ્યાઓ હતી અને તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. રહેજ હોસ્પિટલના ડોક્ટર કીર્તિ ભૂષણ દ્વારા આ ખબરની પુષ્ટિ કરવામાં આવી છે અને જણાવ્યું કે શ્રવણ રાઠોડનું કોરોનાના કારણે મલ્ટીઓર્ગન ફેલ્યોર થવાના કારણે નિધન થઇ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, શ્રવણ રાઠોડને હદય સંબંધિત ગંભીર સમસ્યા હતી. ડાયાબિટિસ અને કોરોનાએ તેમના સ્વાસ્થ્યને વધુ બગાડી દીધું હતું. તેમના પુત્ર સંજીવને પણ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. કારણ કે તે પણ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા.

નદીમ શ્રવણે પોતાના કેરિયર દરમિયાન ઘણા બધા એવોર્ડ જીત્યા છે. તેમને ફિલ્મ આશિકી, રાજા હિન્દુસ્તાની, સાજન અને દીવાના ફિલ્મ માટે ફિલ્મફેયર બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો.