ભારતમાં દરેક મહિને કોઈને કોઈ તહેવાર ચોક્કસ મનાવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ પૂજા પાઠ નો મહિનો શ્રાવણ અને નવરાત્રને માનવામાં આવે છે. શ્રાવણનો મહિનો ભગવાન શિવને ખુબ જ પ્રિય છે. આ મહિને ભગવાન શંકર દરેક કોઈની મનોકામના પૂર્ણ કરે છે. આ મહિનામાં શિવના રિદ્રાભિષેકનું ખુબ જ મહત્વ છે. માટે આ મહિનામાં, ખાસ કરીને સોમવારના દિવસે રિદ્રાભિષેક કરવાથી શિવ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. અભિષેક કર્યા પછી બીલીપત્ર, શમીપત્ર, ધ્રોકળ વગેરે દ્વારા શિવજીને પ્રસન્ન કરવામા આવે છે અને અંતમાં ભાંગ, ધતુરો તથા શ્રીફળ ભોળાનાથને ભોગના રૂપમાં સમર્પિત કરવામા આવે છે.

શ્રાવણના મહિનામાં ભક્તો ગંગા નદી માંથી પવિત્ર જળ કે અન્ય નદીઓના જળ ને લાવે છે અને ભગવાન શિવનો જલાભિષેક કરે છે. કળયુગમાં આ પણ એક પ્રકારની તપસ્યા અને બલિદાન જ છે જેના દ્વારા દેવોનાદેવ મહાદેવને પ્રસન્ન કરવાના પ્રયાસો કરવામાં આવે છે.

નંદીના કાનમાં મનોકામના બોલવાનું મહત્વ:
જયારે પણ તમે મંદિરે જાવ છો ત્યારે શિવજીની ઠીક સામે નંદી જી ને બેસાડવમાં આવેલા હોય છે. શિવજીના દર્શન કરીને જયારે તમે બહાર નીકળો છો ત્યારે નંદી ના કાનમાં તમારી મનોકામના કહો છો. તમે જેટલી વાર મંદિરે જાવ છો એટલી વાર આવું કરતા હોવ છો. પણ શું તમે જાણો છો કે શિવની સામે નંદીને બિરાજમાન કરવાનું કારણ શું છે? ક્યારેય એવો વિચાર આવ્યો છે કે નંદી ના કાનમાં આખરે શા માટે મનોકામના કહેવામાં આવે છે. જો તમારા મનમાં પણ કઈક આવા જ સવાલો આવી રહ્યા છે તો તેનો જવાબ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્યના અનુસાર જ્યાં પણ શિવ મંદિર હોય છે, ત્યાં નંદિની સ્થાપના ચોક્કસ કરવામાં આવે છે કેમ કે નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે.જ્યારે પણ કોઈ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે તો તે નંદીના કાનમાં પોતાની મનોકામના ચોક્કસ કહે છે, તેની પાછળ માન્યતા એ છે કે ભગવાન શિવ એક તપસ્વી છે અને હંમેશા સમાધિમાં રહે છે.એવામાં ભોળાનાથ સુધી પોતાના મનની વાત નથી પહોંચી શકતી. આવી સ્થિતિમાં નંદી જ આપણી મનોકામના શિવજી સુધી પહોંચાડે છે. આ માન્યતાના આધારે લોકો નંદીના કાનમાં પોતાની મનોકામના કહે છે.

પૌરાણિક કથા અનુસાર, શિલાદ મુનિએ બ્રમ્હચર્યનું પાલન કરતા મુનિ યોગ અને તપ માં જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો. તેનાથી વંશ સમાપ્ત થતો જોઈને તેના પિતા ચિંતિત થઇ ગયા અને તેમણે શિલાદ ને વંશ આગળ વધારવા માટે કહ્યું. પણ તપ માં વ્યસ્ત રહેવાને લીધે શિલાદ ગૃહસ્થી અપનાવા માંગતા ન હતા. માટે તેમણે સંતાનની કામના માટે ઇન્દ્ર દેવ ને તપથી પ્રસન્ન કરીને જન્મ અને મૃત્યુના બંધન થી હીન પુત્રનું વરદાન માગ્યું. પણ ઇન્દ્ર એ આ વરદાન આપવામાં અસમર્થતા પ્રગટ કરી અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કહ્યું. ભગવાન શંકરે શિલાદ મુનિને કઠોર તપસ્યા થી પ્રસન્ન થઈને ખુદ શિલાદ ના પુત્રના રૂપમાં પ્રગટ થવાનું વરદાન આપ્યું. અમુક સમય પછી શિલાદ ને એક બાળક મળ્યું, જેનું નામ તેણે નંદી રાખ્યું. તેને મોટો થતા જોઈને ભગવાન શિવે મિત્ર અને વરુણ નામના બે મુનિ ને શિલાદ ના આશ્રમમાં મોકલ્યા, જેઓએ નંદી ને જોઈને ભવિષ્યવાણી કરી કે નંદી અલ્પાયુ છે. નંદી ને જ્યારે તેની જાણ થઇ તો તે મહાદેવની આરાધના થી મૃત્યુને જીતવા માટે વનમાં ચાલ્યો ગયો.

ભગવાન શિવ નંદીના તપથી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું-वत्स नंदी! तुम मृत्यु से भय से मुक्त, अजर और अमर है. આવી રીતે નંદી નંદેશ્વર થઇ ગયા. પછી સુયશા નામની કન્યા સાથે તેના લગ્ન થયા. ભગવાન શંકરે નંદી ને વરદાન આપ્યું કે જ્યા તેનો નિવાસ હોય, ત્યાં જ નંદી પણ નિવાસ કરશે. ત્યારથી જ ભગવાન શિવની સામે મંદિરમાં નંદી ની સ્થાપના કરવામાં આવે છે.

શાસ્ત્રોમાં પણ જણાવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ શિવની કૃપાના પાત્ર બની જાશે તેઓ દરેક ખરાબ પરિસ્થિતિ દૂર ઉત્તમ લોકને પ્રાપ્ત કરશે.નંદીને ભગવાન શિવના દૂત માનવામાં આવે છે,નંદી ભગવાન ખુશ થાશે ત્યારે જ તમારી વાત ભોળાનાથ સુધી પહોંચશે.શાસ્ત્રોમાં પણ એ વાત કહેવામાં આવી છે કે ભગવાન શિવે નંદી મહારાજને વરદાન આપ્યું હતું કે જે પણ વ્યક્તિ તારા કાનમાં પોતાની મનોકામના જણાવશે તેને હું ચોક્કસ સાંભળીશ. બસ ત્યારથી લઈને આ એક પરંપરા ચાલતી આવી રહી છે. અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં શિવ પૂજાની સાથે સાથે નંદીના કાનમાં પોતાની મનોકામના કહેતા લોકો જોવા મળે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks