કહેવામાં આવે છે કે ભગવાન શિવની આરાધના કરવી હોય તો શ્રાવણ મહિનો સૌથી સારો મહિનો છે. જો તમે ભગવાનને પ્રસન્ન કરવા ઇચ્છતા હોવ તો આ મહિનો સૌથી બેસ્ટ છે. એટલા માટે શ્રાવણ મહિનામાં ભગવાનની પૂજા અર્ચના કરવી જેથી તમને એનું ફળ અચૂક મળશે.

વર્ષ 2019માં ભગવાન ભોળેનાથનો પ્રિય અને પવિત્ર શ્રાવણ મહિનો 2 ઓગસ્ટથી શરુ થાય છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં ઘણા વિશેષ શુભ સંયોગ બનશે. ઘણા વર્ષો બાદ 15 ઓગસ્ટના રોજ ચંદ્રપ્રધાન શ્રવણ નક્ષત્રમાં રક્ષાબંધનનો યોગ બની રહ્યો છે. આ દિવસે એક સંયોગ બની રહ્યો છે, જે વિશેષ ફળદાયી હશે. સાથે જ આ સંજોગમાં માતા પાર્વતીની પૂજા કરવાથી તમે ઇચ્છિત ફળ પ્રાપ્ત કરી શકો છો.

શ્રાવણ મહિનો એવો છે કે તમે પૂજા ભક્તિથી ભોલેનાથ સુધી પહોંચી શકો છો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનીએ તો આ વખતનો શ્રાવણ મહિનો ખૂબ જ ફળદાયી રહેવાવાળો છે. જે લોકો ભગવાનની પૂજા-અર્ચના કરશે તેને વિશેષ ફળ મળશે પરંતુ આ ત્રણ રાશિઓ પર ભગવાન ભોલેનાથની કૃપા જોવા મળશે.
1) કન્યા રાશિ
કન્યા રાશિ ઉપર ભગવાન ભોલેનાથને કૃપા રહેશે. તમે એવું કંઈ કામ કરો જેથી ભોળાનાથ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા તમારા ઉપર વરસે. તમારા જીવનમાં અટકેલા કાર્ય પૂર્ણ થશે. જો તમને નોકરીને સમસ્યા હશે તો આ વખતે પૂર્ણ થશે. અને તમને મનગમતી નોકરી તમને પ્રાપ્ત થશે. તેમજ તમને માન-સન્માન પણ પ્રાપ્ત થશે. આ રાશિના લોકોએ શ્રાવણ મહિનાના સોમવારે શિવલિંગ ઉપર જળ તેમજ દૂધ ચઢાવો.
2) મકર રાશિ
મકર રાશિના જાતકો પણ ભોલેનાથને કૃપા રહેશે. તમારા બધા જ બગડેલા કામ પૂર્ણ થશે. તેમજ તમારી બધી જ પરેશાની પણ પૂરી થશે. લાંબા સમય સુધી નોકરી અને પરિવારમાં ચાલેલા તણાવ દૂર થશે. અને તમારી મનોકામના પૂર્ણ થશે શ્રાવણ મહિના દરમિયાન કોઈ ભોલેનાથના મંદિરે દર્શન કરી અને દાન કરવું.
3) કુંભ રાશિ
કુંભ રાશિ ઉપર ભગવાન ભોલેનાથની કૃપા જોવા મળશે. કુંભ રાશિના બધા જ બગડેલા કામ પૂર્ણ થશે. ઉધાર આપેલ ધન પણ તમને મળશે. તમે કોઈપણ કાર્ય શરૂ કરશો તો તેમાં તમારા પરિવારનો તેમજ મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. તેમજ સમાજમાં તમારું સન્માન થશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks