રસોઈ

આજે સાબુદાણા ના વડા ટ્રાય કરો…આજે જ નોંધી લો આ સરળ ને સિમ્પલ રેસિપી

સામગ્રી:-

  • સાબુદાણા એક કપ
  • ચાર બટાકા બાફેલા
  • સીંગદાણાનો ભૂકો
  • આદૂ નો નાનો કટકો
  • સ્વાદ અનુસાર મીઠું અથવા સિંધવ મીઠું
  • લીલા મરચા ઝીણા સમારેલા
  • જીરાનો પાવડર
  • તળવા માટે તેલ

રીત:-

સૌ પ્રથમ એક બાઉલ લો. તેમાં બાફેલા બટાકા મેશ કરો. હવે તેની અંદર બે કલાક પલાળેલા સાબુદાણા એડ કરો. તેની અંદર સિંગદાણાનો ભૂકો એડ કરો. સ્વાદ અનુસાર સિંધવ-મીઠું એડ કરો. ત્યારબાદ ઝીણું સમારેલું આદુ એડ કરો. પછી ઝીણા સમારેલા લીલા મરચા એડ કરો. અને જીરા પાવડર એડ કરો. હવે બધી જ વસ્તુને હલાવી તેને મસળી નાખો. લોટ બાંધતા હોય તેમ મસળી નાખો.

હવે રેડી છે વડાનો મિશ્રણ

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. હાથની હથેળી પર થોડું તેલ લગાવો અને થોડું મિશ્રણ લઇ તેને ગોળ ગોળ વાળો. ત્યારબાદ તેને વચ્ચેથી દબાઈ દો. ત્યારબાદ કડાઈમાં તળો..

રેડી છે સાબુદાણા ના વડા. તેને કોથમીરની ચટણી સાથે ખાઈ શકો છો

Author: GujjuRocks Team

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ