ધાર્મિક-દુનિયા

શ્રાવણ મહિનામાં આ મંત્રનો કરો જાપ, ભગવાન શિવ આપશે સાક્ષાત દર્શન, શિવપુરાણમાં પણ છે ઉલ્લેખ

ભોલેનાથજીની કૃપા મેળવવા માટે સૌથી વધારે અસર કારક મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર. આ મંત્રમાં આખા વિશ્વના રાઝ છુપાયેલા છે. આ મંત્રના જાપથી અકાળે મૃત્યુના ભયથી મુક્ત થઇ શક્ય છે. આ મંત્રથી અપશુકનને ટાળી શકાય છે. શ્રાવણ મહિનામાં મહાદેવની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મહામૃત્યુંજય મંત્ર ખુબ જ લાભદાયી માનવામાં આવે છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનો શિવ ભગવાનનો પ્રિય મહિનો છે. આ મહિનામાં મહામૃત્યુંજય મંત્રથી લાભ થઇ શકે છે. શિવપુરાણ મુજબ શ્રાવણ મહિનામાં મહામૃત્યુંજય મંત્રના જાપથી ભક્તોની બધી જ મનોકામના પુરી થશે.

Image Source

શિવપુરાણ અનુસાર શ્રાવણ મહિનામાં જે પણ ભક્ત 1 લાખ વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરશે તો તેની શારીરિક શુદ્ધિ થઇ શકે છે. તેને બધા રોગ-દોષ દૂર થાય છે. નકારત્મક શક્તિઓ દૂર થાય છે.

મહામૃત્યુંજય મંત્રનો 2 લાખ વાર જાપ કરવાથી તમારા પાછલા જન્મની વાત યાદ આવવાની સિદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. શિવપુરાણ અનુસાર આ મંત્રમાં એટલી શક્તિ છે કે તેનાથી તમારે તમારો પાછલા જન્મ વિશે પણ જાણી શકો છો.

જે પણ શિવભક્ત 3 લાખ વાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરશે તો તેને મનપસંદ વસ્તુઓ મેળવવાની સિદ્ધિ મળી શકે છે. આવું થવાથી તેનું સાંસારિક જીવનમાં સુખી થઇ જાય છે.

Image Source

જો કોઈ ભક્ત મહામૃત્યુંજય મંત્રનો 4 લાખ વાર જાપ કરે તો તેને ભગવાન શિવ સપનામાં દર્શન આપે છે. આ વાતનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ કરવામાં આવ્યો છે.

શ્રાવણ મહિનામાં મહામૃત્યુંજય મંત્રનો 5 લાખ વાર જાપ કરવાથી ભગવાન શિવ પ્રત્યક્ષ દર્શન આપે છે. ભગવાન શિવ ભક્તોને લઈને ભોળા છે. તેઓ જલ્દીથી પ્રસન્ન થઇ જાય છે. આ માટે તેમને ભોલેનાથ કહેવામાં આવે છે.

શિવપુરાણમાં જણાવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં મહામૃત્યુંજય મંત્રનો 10 લાખ વખત જાપ કરવામાં આવે તો તેમને સંપૂર્ણ ફળની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમને મોક્ષની પ્રપ્તિ થઇ જાય છે. તેઓ જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થઇ જાય છે.

Image Source

આમ શ્રાવણ મહિનામાં ભગવાન શિવાજી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. ઘણા લોકો શિવ ભગવાનને પ્રસન્ન કરવા આખો શ્રાવણ મહિનો ઉપવાસ રાખે છે અને આખા દિવસ શિવ ભગવાનની ભક્તિમાં લિન રહે છે. આમ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન શિવના દર્શન પ્રાપ્ત થાય છે.