ખુશખબરી: ટીવી શો “પંડ્યા સ્ટોર”ની આ અભિનેત્રી બંધાઇ લગ્નના બંધનમાં, લાલ જોડામાં એન્જીનિયર સાથે લીધા ફેરા

હલ્દી સેરેમનીમાં લિપ લોક…ફૂલોની ચાદર નીચે એન્ટ્રી…પંડ્યા સ્ટોરની અનીતાની ડ્રીમી વેડિંગ, લાલ જોડામાં ખૂબ સુંદર લાગી સૃષ્ટિ મહેશ્વરી

સ્ટાર પ્લસના શો “પંડ્યા સ્ટોર”ની અનીતા એટલે કે અભિનેત્રી સૃષ્ટિ મહેશ્વરી લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. સૃષ્ટિ મહેશ્વરીએ 19 જૂનના રોજ એન્જીનિયર કરણ વૈધ સાથે સાત ફેરા લીધા. બંનેએ જયપુરમાં પરિવાર અને ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.સૃષ્ટિ મહેશ્વરીના લગ્ન સાથે જોડાયેલ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. લુકની વાત કરીએ તો, સૃષ્ટિ રેડ કલરના જોડામાં ઘણી જ સુંદર લાગી રહી છે.

તેણે હાથમાં પિયાના નામની મહેંદી લાગવી છે. તેણે તેના લુક સાથે નથ, નેકલેસ, લાલ ચૂડો, માથા પર ટીકો પણ કેરી કર્યો છે. દુલ્હન બનેલી અભિનેત્રીનો લુક ચાર ચાંદ લગાવી રહ્યો છે.ત્યાં જ દુલ્હે રાજાની વાત કરીએ તો, તે શેરવાનીમાં ઘણી હેન્ડસમ લાગી રહ્યા છે. પંડ્યા સ્ટોરની અનીતાએ ફૂલોની ચાદર નીતે એન્ટ્રી કરી હતી. તસવીરમાં અભિનેત્રીની સાદગી જોવાલાયક છે. સૃષ્ટિ મહેશ્વરીના દુલ્હો કરણ વૈદ્ય વરમાળા સમયે ઘૂંટણિયે પડી ગયેલો જોવા મળી રહ્યો હતો.

અભિનેત્રીની હલ્દી સેરેમની પણ કેટલીક તસવીરો સામે આવી, જેમાં તે તેના થવાવાળા પતિ સાથે લિપલોક કરતી જોવા મળી હતી. લગ્નની કેટલીક તસવીરોમાં અભિનેત્રી તેના પતિની આંખોમાં પ્રેમથી નિહારતી પણ જોવા મળી હતી. સૃષ્ટિ અને કરણે કેમેરા સામે ઘણા પોઝ આપ્યા હતા. સૃષ્ટિના લગ્નની તસવીરો સામે આવતા જ સ્ટાર્સ સાથે સાથે ચાહકો પણ તેને ઘણી શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સૃષ્ટિ ઘણા ટીવી શોમાં નજર આવી ચૂકી છે. જેમાં બિગ સ્ટાર ફેમ, દો દિલ બંધે એક ડોરી સે, દિવ્ય-દ્રષ્ટિ, અને થપકી પ્યાર કી સામેલ છે. આ સિવાય તે બિગ બોસમાં પણ જોવા મળી ચુકી છે. સૃષ્ટિ મહેશ્વરીએ તેના લાઈફ પાર્ટનર કરણ વૈદ્ય વિશે આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું, “તેનું નામ કરણ વૈદ્ય છે. તે 2017માં IIT બોમ્બે કોમ્પ્યુટર સાયન્સમાંથી સ્નાતક થયો છે.

હાલમાં યુએસ સ્થિત સ્ટાર્ટઅપ કંપનીમાં સ્થાપક એન્જિનિયર તરીકે કામ કરી રહ્યો છે. તેણે જણાવ્યુ હતુ કે અમે નવેમ્બરમાં મળ્યા હતા. આ એક સેટઅપ સારી રીતે ચાલ્યું. મારા માતા-પિતાને તે ખરેખર ગમતો અને તેઓ ઇચ્છતા હતા કે હું તેને મળું અને તેને ઓળખું.જે બાદ અમારી મિત્રતા થઇ અને તે બાદ અમે પ્રેમમાં પડ્યા.

Shah Jina