બૉલીવુડ એક્ટર સુશાંત સિંહની અણધારી વિદાઈથી બધા જ લોકો હેરાન છે. સામાન્ય નાગરિકથી લઈને બૉલીવુડ સેલિબ્રિટી બધા જ લોકો દુઃખી છે. બૉલીવુડના સેલિબ્રિટીઓ તેની સાથે જોડાયેલી યાદોને શેર રેકી રહ્યા છે. ત હવે બૉલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે પણ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.
સુશાંતની છેલ્લી ફિલ્મ છિછોરેમાં જોવા મળેલી બૉલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે લખ્યું હતું કે, જે કંઈ પણ થયું તેને સ્વીકારવું ખૂબ જ મુશ્કેલ છે. એક મોટું ખાલીપણું છે. તે દરેક વસ્તુ અને દરેક જગ્યાએ સુંદરતા જોઈ લેતો હતો. તે પોતાની જ ધૂનમાં નાચતો હતો. હું છિછોરેના સેટ પર તેના આવવાની રાહ જોતી હતી. એક એક્ટર હોવાની સાથે તે એક ખૂબ જ સારો માણસ પણ હતો.
શ્રદ્ધાએ વધુમાં લખ્યું હતું કે, હું એકવાર તેના ઘરે ગઈ હતી અને તેણે મને તેના ટેલિસ્કોપથી ચંદ્ર બતાવ્યો હતો અને હું એ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. તે આ ફીલિંગને બધાંની સાથે શેર કરવા માટે ઉત્સુક રહેતો હતો.તેને પ્રકૃતિ સાથે ઘણો પ્રેમ હતો. તે નાની-નાની વાતોમાં રસ લેતો હતો અને પોતાની ખુશી શોધી લેતો હતો. હકીકતમાં તે અલગ અને એકલો વ્યક્તિ હતો. હું તેને મિસ કરીશ. પ્રિય સુશ.
View this post on Instagram
જણાવી દઈએ કે, છીછોરે 2019માં રિલીઝ થઇ હતી. ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું હતું. આ ફિલ્મમાં સુશાંત એક એન્જીનીયરના રોલમાં હતો. જે ખુદને લૂઝર માનતો હતો. પરંતુ તેના યુવા દીકરાએ જયારે આત્મહત્યાની કોશિશ કરી છે ત્યારે ત્યારે તે હલી જાય છે.ત્યારબાદ તેની હિંમત વધારવા માટે તેના લૂઝર ગેંગની વાત કહે છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.