શું હત્યા સમયે પ્રેગ્નેટ હતી શ્રદ્ધા ? ડોક્ટરની રસીદ કે ચેટિંગથી ખુલી શકે છે હત્યાકાંડનું એક મોટું રહસ્ય, પોલીસ માટે પણ આ સવાલ બન્યો ચુનૌતી

દિલ્હીનો શ્રદ્ધા મર્ડર કેસ જેટલો સરળ લાગી રહ્યો છે તેટલો જ ખતરનાક પણ છે, આ હત્યાકાંડનો આરોપી ભલે પોલીસની પકડમાં હોય, પરંતુ આ હત્યા પાછળના જે એક પછી એક રહસ્યો સામે આવી રહ્યા છે તે ખરેખર રૂંવાડા ઉભા કરી દેનારા છે. હાલ પોલીસ પણ હત્યાની સાબિતીઓ અને શ્રદ્ધાની લાશના ટુકડા એકત્ર કરવામાં લાગી ગઈ છે. ત્યારે હવે પોલીસ સામે પણ એક મહત્વનો સવાલ સામે આવ્યો છે જેણે પોલીસને પણ મુંઝવણમાં મૂકી દીધી છે.

પોલીસ સામે હાલ એ સવાલ છે કે “શું શ્રદ્ધા હત્યા સમયે પ્રેગ્નેટ હતી ?” કારણ કે આફતાબ જે જાણકારી પોલીસને આપી રહ્યો છે તે જાણકારી સાચી નથી લાગી રહી. મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસ સૂત્રોનું કહેવું છે કે આફતાબ પોલીસને જે પણ માહિતી આપી રહ્યો છે, તે તમામ માહિતી સાચી બહાર નથી આવી રહી. આવી સ્થિતિમાં એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે હત્યા પહેલા શ્રદ્ધા ગર્ભવતી હતી કે નહીં.

નિષ્ણાતોનું કહેવું છે કે આટલા લાંબા સમય પછી હાડકાં મળ્યા હોવાથી તે ગર્ભવતી હતી કે નહીં તે જાણવાની શક્યતા ઓછી છે. શ્રદ્ધા હત્યાના સમયે ગર્ભવતી હતી કે નહીં તેના માટે તેના ફોનથી જ તેના ચેટિંગ કે ડોક્ટરની રસીદથી માલુમ પડી શકે છે. આફતાબ જૂન મહિના સુધી શ્રદ્ધાનો ફોન ચલાવતો રહ્યો અને તે જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટને પણ ચલાવતો હતો. એટલું જ નહિ તેને મેં મહિનામાં શ્રદ્ધાના એકાઉન્ટમાંથી 50 હજાર કરતા વધારેની રકમ પણ કાઢી હતી.

આફતાબ મહારાષ્ટ્રના વસઇ વિસ્તારનો રહેવાસી હતો. તેના પરિવારમાં તેના માતા પિતા અને એક નાનો ભાઈ છે. આફતાબના પરિવારજનોને તેની આ કરતૂતો વિશેની જાણ થઇ ગઈ હતી જેના કારણે તેના પરિવારવાળા ઘર છોડીને બીજે શિફ્ટ થઇ ગયા હતા. આફતાબના પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે તે જયારે ઘરે હતો ત્યારે ખુબ જ શાંત રહેતો હતો. તે કોઈની સાથે લડતો ઝઘડતો પણ નહોતો પરંતુ તેને અચાનક આ શું થઇ ગયું તે કોઈને ખબર નથી. પાડોશીઓએ કહ્યું કે અમને પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે આ કાંડ તેને કર્યો છે.

Niraj Patel