જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

કોરોનાની મહામારીમાં આ સરળ રીતે ઘરે જ કરો પિતૃ તર્પણનું શ્રાદ્ધ

કોરોના સંકટ દુનિયાભરમાં ફેલાઈ ગયો છે જેના કારણે હવે તહેવારો પણ આપણી ઈચ્છા અનુસાર આપણે નથી ઉજવી શકતા. હિન્દૂ ધર્મમાં પિતૃ તર્પણનું શ્રાદ્ધ કરવા માટેના દિવસો પણ હવે શરૂ થઇ ગયા છે. 16 દિવસના આ શ્રાદ્ધપક્ષમાં હિન્દૂ ધર્મના લોકો પોતાના સ્વજનોને પિતૃ તર્પણ કરે છે. ઘણા લોકો પિતૃ તર્પણ કરવા માટે ગંગા અને નર્મદા જેવી પવિત્ર નદીઓના ઘાટ ઉપર પણ જતા હોય છે. પરંતુ આ મહામારી દરમિયાન ઘરે રહીને પિતૃ તર્પણ કેવી રીતે કરી શકાય તેના વિશે આજે આપણે જાણીશું.

Image Source

શ્રાદ્ધના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરી લેવું. શ્રાદ્ધ પૂરું ના થવા સુધી કંઈપણ ખાવું નહીં. તમે ફક્ત પાણી પી શકો છો. બપોરે 12 વાગ્યાના સમયે શ્રાદ્ધ કરી શકાય છે.

Image Source

ત્યારબાદ દક્ષિણ દિશામાં મોઢું કરીને ડાબો પગ વાળીને, ડાબા પગનું ઘૂંટણ જમીન ઉપર ટેકવીને બેસી જવું.

Image Source

મહિલાઓ ભોજન બનાવતા પહેલા એકદમ શુદ્ધ થઇ જવું. ત્યારબાદ રસોડામાં જઈને પિતૃઓને ભાવતું ભોજન બનાવવું.

Image Source

ત્યારબાદ તાંબાના એક મોટા વાસણમાં જવ, તલ, ચોખા, ગાયનું કાચું દૂધ, ગંગાજળ, સફેદ ફૂલ, અને પાણી નાખવું.

Image Source

પિતૃઓ માટે અગ્નિમાં ખીર અર્પણ કરવી. ત્યારબાદ પંચબલી એટલે કે દેવતા. ગાય, કુતરા, કાગડા અને કીડી માટે ભોજન સામગ્રી અલગ અલગ કાઢવી.

Image Source

શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવું. અને ઈચ્છા શક્તિ પ્રમાણે આજના દિવસે બ્રાહ્મણને દાન પણ આપવું.

Image Source

પિતા માટે પિણ્ડ દાન અને જળ તર્પણ પુત્રએ કરવું જોઈએ. પુત્ર ના હોય તો પત્ની અને પત્ની ના હોય તો સગો ભાઈ પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.