મનોરંજન

વરુણ ધવન પછી હવે લગ્નના બંધનમાં બધાઈ રહી છે શ્રદ્ધા કપૂર ? આ ફોટોગ્રાફર સાથે અફેરની ખબરો આવી સામે

રવિવારના રોજ અભિનેતા વરુણ ધાવણ પોતાની બાળપણની મિત્ર અને પ્રેમિકા ફેશન ડિઝાઈનર નતાશા દલાલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. ત્યારે હવે આ દરમિયાન જ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના લગ્નની પણ ખબરો સંભળાઈ રહી છે.

Image Source

વરુણ ધવન અને નતાશા દલાલને શુભકામનાઓ આપવા માટે શ્રદ્ધા કપૂરે એક ખાસ પોસ્ટ પણ લખી છે. જેના કારણે શ્રદ્ધા પણ ચર્ચામાં આવી ગઈ છે. જોકે, વરુણ ધવનને શુભકામનાઓ આપવા માટે રોહન શ્રેષ્ઠે પણ પોસ્ટ કરી છે. રોહનની પોસ્ટ ઉપર રીપ્લાય કરતા વરુણ ધવને શ્રદ્ધા કપૂરના લગ્ન તરફ ઈશારો કર્યો છે. ત્યારથી જ સોશિયલ મીડિયા ઉપર આ વાતની ચર્ચાઓ ચાલુ થઇ ગઈ છે.

Image Source

શ્રદ્ધા કપૂરે લખ્યું છે “શુભકામનાઓ વીડી અને નેટ્સ. જયારે તમે જાણો છો તો જાણો જ છો. વીડી તું એક કિસ્મતવાળો માણસ છે.” આ સાથે શ્રદ્ધાએ લાલ રંગના હાર્ટના ઈમોજી પણ પોસ્ટ કર્યા છે. તો રોહનની પોસ્ટ ઉપર રીપ્લાય કરતા વરુણે લખ્યું છે, “સાચે જ આશા રાખું છું કે આવતી વારી હવે તારી હોય.”

Image Source

તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠના સંબંધો ઉપર હજુ શ્રદ્ધાનું કોઈ અધિકરીક નિવેદન નથી આવ્યું. થોડા સમય પહેલા શ્રદ્ધાના પિતા શક્તિ કપૂરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, દરેક પિતા ઈચ્છે છે કે તેમની દીકરી એક સારા વ્યક્તિ સાથે લગ્ન કરે.”

Image Source

થોડી દિવસ પહેલા જ શ્રદ્ધા કપૂરે કહ્યું હતું કે તે હાલમાં પ્રોજેક્ટને લઈને વ્યસ્ત છે જેના કારણે લગ્ન વિશે વિચાર્યું નથી. લગ્નની અફવાઓ ઉપર હસતા જ શ્રદ્ધાએ જણાવ્યું હતું કે, “હાલમાં મારી પાસે ફિલ્મો ઉપરાંત કઈ જ વિચારવાનો સમય નથી અને જેમ તમે કહ્યું તેમાં આ ફક્ત ચર્ચા જ છે.”