મનોરંજન હેલ્થ

જંકફૂડ ખાવા છતાં પણ કેવી રીતે રહે છે ફિટ, શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂરે ખોલ્યું રહસ્ય

લોકડાઉનના કારણે સામાન્ય માણસથી લઈને બોલીવુડના સેલિબ્રિટી પોતાના ઘરની અંદર જ છે અને ઘરમાં રહીને પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે, ત્યારે બોલીવુડના ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. એવી જ એક બોલીવુડની સેલેબ્રીટી શક્તિકપૂરની દીકરી શ્રદ્ધા કપૂરે આ લોકડાઉન દરમિયાન કેટલીક માહિતી પોતાના ચાહકો સાથે વહેંચી છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha (@shraddhakapoor) on

શ્રદ્ધા કપૂરે થોડા સમયથી પોતાના ફિટનેસ અને વાંચનને લઈને સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ શેર કરી છે. પોતાના ફિટનેસ માટે જાણીતી અભિનેત્રી શ્રદ્ધાએ પોતાના ડાયટને લઈને પણ કેટલીક ચર્ચાઓ કરી છે. તેને એક ઈન્ટવ્યુમાં જ જણાવ્યું હતું કે: “હું મારા ડાયટને લઈને એટલી કડક નથી, કારણ કે હું એક ફૂડી છું અને મને ખાવાનું ખુબ જ પસંદ છે, ક્યારેક ક્યારેક હું બર્ગર અને પિઝા ખાવાનું પણ પસંદ કરું છું.”

 

View this post on Instagram

 

A post shared by Shraddha (@shraddhakapoor) on

શ્રદ્ધાએ પોતાના ડાયટ વિશે જણાવતા આગળ કહ્યું કે “હું જંક ફૂડ અને હેલ્દી ખાવા વચ્ચે બેલેન્સ બનાવીને ચાલુ છું, આ બેલેન્સના કારણે જ મારી ફિટનેસ એકદમ પરફેક્ટ છે.”  શ્રદ્ધાએ હમણાં જ તેના એક બાળપણનો ફોટો શેર કર્યો હતો જેમાં તેને લખ્યું હતું કે “મારા દાંત સસલા જેવા છે.”

 

View this post on Instagram

 

A post shared by Shraddha (@shraddhakapoor) on

શ્રદ્ધાની હાલમાં જ બે ફિલ્મો આવી ગઈ છે જેમાં વરુણ ધવન સાથે “સ્ટ્રીટ ડાન્સર 3ડી” અને ટાઇગર શ્રોફ સાથે “બાગી-3” નજર આવી હતી, પરંતુ આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર બહુ અસર ના કરી શકી. લોકડાઉન દરમિયાન શ્રદ્ધા પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.