બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલના સમયમાં પોતાની ફિલ્મોને લીધે વ્યસ્ત રહેવા લાગી છે.હાલ શ્રદ્ધા ફિલ્મ બાહુબલીના અભિનેતા પ્રભાસની સાથે ફિલ્મ ‘સાહો‘ના શૂટિંગમાં વ્યસ્ત છે. શ્રદ્ધાએ પોતાની આ ફિલ્મની અમુક તસવીરો પણ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પણ શેર કરી છે જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.
શ્રદ્ધા કપૂરે પોતાની આ ફિલ્મનું ગીત ‘ઇન્ની સોની‘નો આ ફર્સ્ટ લુક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.તસવીરોમાં તે લાલ રંગના ગાઉનમાં સુપરહોટ અને ગોર્જીયસ દેખાઈ રહી છે.તેનો આ દિલકશ અને લાજવાબ અંદાજ ફૈન્સને ખુબ પસંદ આવી રહ્યો છે અને તસવીરો પણ ખુબ વાઇલર થઇ રહી છે.
શ્રદ્ધાના આવા કાતિલાના અંદાજ પર ફૈન્સ ખુબ કમેન્ટ કરી રહ્યા છે.લાલ રંગના ગાઉનમાં શ્રદ્ધા ખુબ જ આકર્ષિત દેખાઈ રહી છે.
રિપોર્ટના આધારે પ્રભાસ ફિલ્મ ‘સાહો’ માટે મોટી રકમ લઇ રહ્યા છે જેને લીધે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોંઘા અભિનેતાઓમાં શામિલ થઇ ગયા છે. આ સિવાય પ્રભાસ સાહોના પ્રી-રિલીઝ બિઝનેસનો 50 ટકા હિસ્સો પણ લઇ શકે તેમ છે, જો કે તેની પાકી જાણકારી હજી મળી નથી.
અભિનેત્રી શ્રદ્ધા કપૂર પ્રભાસ સાથેની ફિલ્મ સાહો દ્વારા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહી છે.આ ફિલ્મમાં શ્રદ્ધાને પણ મોટી રકમ આપવાની વાત જાણવા મળી છે તેના હિસાબે શ્રદ્ધા પણ વધુ ફી લેનારી અભિનેત્રીઓમાં શામિલ થઇ ગઈ છે.
ફિલ્મ સાહોને હિન્દીના સિવાય તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધાના સિવાય જેકી શ્રોફ અને ચંકી પાંડે પણ ખાસ કિરદારમાં જોવા મળશે.સુજીતના ડાયરેકશનમાં બનેલી આ ફિલ્મ 30 ઓગસ્ટ 2019 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ શકે તેમ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks