મનોરંજન

શક્તિ કપૂરની લાડલી શ્રદ્ધા વર્ષોથી આ બીમારીથી પીડિત છે? રોગ વિશેની જાણ કરતી વખતે થઇ ગઈ ભાવુક

આજે શ્રદ્ધા કપૂર બોલીવુડની સફળ અભિનેત્રી પૈકીની એક છે. આજે શ્રદ્ધા કપૂર પાસે મોટી-મોટી ઓફરો છે. તો બધા જ નિર્માતા-નિર્દશક શ્રદ્ધા કપૂર સાથે કામ કરવા ઉત્સુક છે. પરંતુ શ્રદ્ધાએ આ સફળતાની સીડી એટલી આસાનીથી નથી મળી.

એક સ્ટાર કિડ હોવા છતાં તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સંઘર્ષ માનસિક રીતે હતો. પરંતુ શું તમે જાણો છો શ્રદ્ધા છેલ્લા કેટલાક સમયથી એક રોગથી પીડિત છે ?

હાલમાં જ શ્રદ્ધા કપૂર અને પ્રભાસની ફિલ્મ ‘ સાહો’એ 350 કરોડથી વધારેની કમાણી કરી છે. તો છિછોરેની સફળતા પણ શ્રદ્ધા કપૂરને આભારી છે. તો આગામી સમયમાં શ્રદ્ધા પાસે એવી 2 ફિલ્મો છે. જેને પહેલાથી હિટ સાબિત કરી દીધી છે.

શ્રદ્ધા કપૂર સ્ટ્રિટ ડાન્સર 3D અને બાગી-3માં ફરી એક વાર એક્શન કરતી નજરે આવશે. પરંતુ છેલ્લા ઘણા વર્ષની શ્રદ્ધા કપૂર એક બીમારીથી પીડિત છે.

તે છેલ્લા 7 વર્ષથી તેની તબિયતને લઈને ભારે ચિંતિત રહે છે. તેણીએ આ બીમારી અંગે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મને નથી ખબર કે મને શું થાય છે, શા કારણે થાય છે? તેની પાછળનું કારણ શું છે એગજાઈટી શું છે તે મને કોઈ આઈડિયા નથી.

તેણીએ આગળ કહ્યું હતું કે, 2013માં આશિકી-2 બા મેન આ રોગ અંગે જાણ થઇ હતી. તે સમયે મને આખા શરીરમાં બધી જ જગ્યા પર દર્દ થતું હતું. પરંતુ કોઈ જ લક્ષણ જોવા મળતા ના હતા.

 

View this post on Instagram

 

The greatest thing to learn is just to love and be loved in return ❤️ – Anonymous

A post shared by Shraddha (@shraddhakapoor) on

શ્રદ્ધાએ ઘણા મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા. પરંતુ રિપોર્ટમાં કંઈ જ આવ્યું ના હતું. આ મારા માટે ઘણું અજીબ હતું. કારણકે દર્દ બંધ થવાનું નામ જ નથી લઇ રહ્યું અને તેનું કારણ સમજમાં આવતું ના હતું.

શ્રદ્ધાએ આગળ કહ્યું હતું કે, હું હજુ પણ આ બીમારીથી પીડિત છું. લોકોએ પણ એ સ્વીકાર્યું રહ્યું કે હું, એગજાઈટીથી પીડિત છું. તેને માનવું જ પડે છે કે, તે આનો જ હિસ્સો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.