શ્રદ્ધા કપૂરના માતા-પિતાએ કર્યા ભાગીને લગ્ન, માસીએ પ્રિન્સ ચાર્લ્સને કિસ કરી મચાવી દીધો હતો હંગામો- જાણો શ્રદ્ધાની ફિલ્મી ફેમીલી વિશે…

શ્રદ્ધા કપૂરની મમ્મીએ કર્યા ભાગીને લગ્ન, પ્રેમી સાથે લિવ-ઇનમાં રહેતાં પપ્પાએ ઢસડીને ઘરની બહાર કાઢી! માસીએ પણ એવું એવું કર્યું કે…જાણો

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો જન્મ 3 માર્ચ 1989ના રોજ દિગ્ગજ એક્ટર શક્તિ કપૂર અને શિવાંગી કોલ્હાપુરે કપૂરના ઘરે થયો હતો. શક્તિ કપૂર બોલિવુડના જાણિતા વિલન છે અને શ્રદ્ધાની માતા એક્ટ્રેસ હતી. શ્રદ્ધાએ ફિલ્મ તીન પત્તીથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. માત્ર પિતા જ નહિ પરંતુ શ્રદ્ધા કપૂરનો આખો પરિવાર ફિલ્મો સાથે જોડાયેલો છે. તેના પિતા અને માતા ફિલ્મ એક્ટર છે. જ્યારે લોકપ્રિય અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી કે જે તેની માસી થાય છે તે 70ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી છે.

લતા મંગેશકર સાથે પણ શ્રદ્ધા કપૂરનું ખાસ જોડાણ છે. શ્રદ્ધા કપૂરના નાના અને લતા મંગેશકર કઝિન હતા. એટલે લતા મંગેશકર અને આશા ભોસલે શ્રદ્ધા કપૂરની નાની છે. જણાવી દઇએ કે, શ્રદ્ધાને ફિલ્મ તીન પત્તી મળવાની કહાની ઘણી રસપ્રદ છે. ફિલ્મ મેકર અંબિકા હિંદુજાએ ફેસબુક પર શ્રદ્ધા કપૂરના ફોટા જોયા અને પછી સંપર્ક કર્યો. આવી રીતે શ્રદ્ધાને તેની પ્રથમ ફિલ્મ તીન પત્તી ઓફર થઇ હતી. શ્રદ્ધાએ ગ્રેજ્યુએશન અભ્યાસ માટે બોસ્ટન યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું.

જો કે, પ્રથમ ફિલ્મની ઓફર થતાં તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો. શ્રદ્ધા કપૂર માત્ર અભિનેત્રી જ નહિ પરંતુ એક સારી સિંગર પણ છે. પદ્મિની કોલ્હાપુરે સિવાય શ્રદ્ધાની વધુ એક માસી છે જેનું નામ તેજસ્વિની કોલ્હાપુરે છે. પદ્મિની કોલ્હાપુરેની નાની બહેન તેજસ્વિની છે જ્યારે મોટી બહેન શ્રદ્ધા કપૂરની માતા શિવાંગી છે જેણે શક્તિ કપૂર સાથે લગ્ન કર્યાં છે. ઘણી સુપરહિટ ફિલ્મોમાં વિલન અને કોમેડિયનની ભૂમિકા ભજવનાર શક્તિ કપૂરે 700થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમની અભિનય કારકિર્દી ખૂબ જ સફળ રહી હતી.

શક્તિ કપૂરે શિવાંગી કોલ્હાપુરે સાથે લગ્ન કર્યા હતા અને બંનેની લવ સ્ટોરી કોઇ ફિલ્મી કહાનીથી કમ નથી. શિવાંગી કોલ્હાપુરે 80ના દાયકામાં અભિનેત્રી હતી, તેણે પોતાના કરિયરની શરૂઆત 1980માં આવેલી ફિલ્મ ‘કિસ્મત’થી કરી હતી. આ ફિલ્મમાં શક્તિ કપૂરે પણ કામ કર્યું હતું. બંનેની પહેલી મુલાકાત આ ફિલ્મના સેટ પર થઈ અને બંને મિત્રો બન્યા પછી પ્રેમમાં પડ્યા. આખરે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. જો કે, શિવાંગીના માતા-પિતા આ લગ્ન માટે તૈયાર નહોતા.

શક્તિ સાથેના તેના સંબંધ વિશે સાંભળ્યા બાદ શિવાંગીના માતા-પિતાએ તેને રૂમમાં બંધ કરી દીધી હતી. જો કે, શિવાંગી બચતા બચતા ઘરની બહાર નીકળી અને આખરે બંનેએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું. બંનેએ ભાગીને 1982માં લગ્ન કરી લીધા. શિવાંગીના લગ્ન થયા ત્યારે તે 18 વર્ષની હતી. આ લગ્ન પછી શિવાંગીના માતા-પિતા એટલા નારાજ થઈ ગયા કે તેઓએ તેની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતુ. લગ્ન પછી શિવાંગીએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું અને પારિવારિક જીવનમાં વ્યસ્ત થઈ ગઈ. જ્યારે શિવાંગી 19-20 વર્ષની ઉંમરે પુત્ર સિદ્ધાંતની માતા બની, ત્યારે તેના પરિવાર સાથેના સંબંધોમાં થોડો સુધારો થયો.

શિવાંગીના પિતા પંઢરીનાથ કોલ્હાપુરે હતા અને માતા અનુપમા કોલ્હાપુરે. શિવાંગીની બે બહેનો છે, પદ્મિની કોલ્હાપુરે અને તેજસ્વીની કોલ્હાપુરે. ફેબ્રુઆરી, 1930માં મહારાષ્ટ્રના પંઢરપુરમાં જન્મેલા પંઢરીનાથ કોલ્હાપુરેએ નાની ઉંમરથી જ પિતા પાસે સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યુ હતુ. આ પછી તેમણે આગ્રા ઘરનાના જાણીતા ખાનસાહેબ અતા હુસૈન અને પંડિત મધુસુદન પાસેથી તાલીમ લીધી. 1941માં પંઢેરીનાથે 11 વર્ષની ઉંમરે બરોડાના ઓલ ઇન્ડિયા મ્યૂઝિક કોન્ફરન્સમાં પહેલુ પર્ફોર્મન્સ આપ્યું હતું. શ્રદ્ધા કપૂરના નાના પંડિત પંઢરીનાથ માત્ર સિંગર અને વીણાવાદક જ નહોતા, પરંતુ એક સારા ઑથર પણ હતા.

તેમણે ત્રણ બુક્સ ‘ગણ યોગી શિવપુત્ર’, ‘શુભ સુરાંચે બોલ રુદ્ર વીણેચે’ અને ‘ખ્યાલ ગાયકી નિયામત ખાન’ લખી હતી. ખાનસાહેબ મુરાદ ખાને પોતાના પિતાની 100 વર્ષ જૂની વીણા પંડિત પંઢરીનાથને આપી હતી. આશા પારેખ, જૂહી ચાવલાના તેઓ મેન્ટર રહી ચૂક્યા હતા. પંડિત પંઢરીનાથે નિરુપમા સાથે લગ્ન કર્યાં જે એર ઇન્ડિયામાં ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે કામ કરતાં હતાં. આ જંપતિને ત્રણ દીકરીઓ શિવાંગી, પદ્મિની અને તેજસ્વિની કોલ્હાપુરે છે. પંડિત પંઢરીનાથનું 2015માં અવસાન થયું હતું. તેમની નાની દીકરીનો જન્મ જાન્યુઆરી 1980માં થયો હતો, તેજસ્વિનીએ તેના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી.

1992માં તેજસ્વિનીએ ઐશ્વર્યા રાય, સોનાલી બેન્દ્રે અને નીકી અનેજા સાથે ફેશન કેટલૉગ માટે મોડલિંગ કર્યું હતું. તેજસ્વિનીએ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘પાંચ’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. જો કે, આ ફિલ્મ ખાસ્સા સમય પછી રિલીઝ થઈ હતી. ફિલ્મમાં ખાસ સફળતા ના મળતા તેજસ્વિનીએ ટીવીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેણે થિયેટરમાં પણ કામ કર્યું છે. તેજસ્વિનીએ પંકજ સારસ્વત સાથે લગ્ન કર્યાં છે અને વર્ષ 2015માં દીકરી વેદિકાને જન્મ આપ્યો. પંકજ સારસ્વત રાઇટર, ડિરેક્ટર અને એક્ટર છે.

હવે પદ્મિની કોલ્હાપુરેની વાત કરીએ તો, પહેલી નવેમ્બર 1966માં જન્મેલી પદ્મિનીને નાનપણથી જ એક્ટિંગને સંગીતમાં રસ હતો. એક્ટ્રેસ તરીકે પદ્મિનીની ડેબ્યૂ ફિલ્મ ‘આહિસ્તા આહિસ્તા’ હતી જે ઓક્ટોબર 1981માં રિલીઝ થઈ હતી. આ સમયે પદ્મિનીની ઉંમર માત્ર 15 વર્ષ હતી. આ ફિલ્મ બોક્સઑફિસ પર એવરેજ રહી હતી. આપછી પદ્મિનીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. છેલ્લે તે મરાઠી ફિલ્મ ‘પ્રવાસ’ (2020)માં જોવા મળી હતી. આ ઉપરાંત પદ્મિનીએ ટીવી સિરિયલ્સમાં પણ કામ કર્યુ છે. તે ઘણા રિયાલિટી શોમાં ગેસ્ટ તરીકે જોવા મળે છે.

પદ્મિનીએ માત્ર એક્ટ્રેસ તરીકે જ નહીં, પરંતુ સિંગર તરીકે પણ કામ કર્યું છે. 1980માં પદ્મિની રાજકમલ સ્ટૂડિયોમાં ફિલ્મ ‘આહિસ્તા આહિસ્તા’નું શૂટિંગ કરતી હતી. જાણીતા ફિલ્મમેકર વી.શાંતારામના દીકરા કિરન શાંતારામ બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ સાથે સ્ટૂડિયો આવ્યા હતા. પદ્મિનીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘જ્યારે પ્રિન્સ ચાર્લ્સ સ્ટૂડિયો આવ્યા ત્યારે શશિકલાજીએ આરતી ઉતારી અને પછી મેં તેમને ગળામાં ફૂલોનો હાર પહેરાવ્યો અને ગાલ પર કિસ કરી. આમ તો તેને કિસ પણ કહેવાય નહીં. માત્ર તેમને ભેટી હતી, પરંતુ તે સમયે આ બહુ મોટી વાત કહેવાતી.

મને આજે પણ યાદ છે આ ઘટના બાદ જ્યારે હું પરિવાર સાથે લંડન ફરવા ગઈ ત્યારે બ્રિટિશ ઇમિગ્રેશન ઑફિસરે મને તરત જ સવાલ કર્યો હતો કે પ્રિન્સ ચાર્લ્સને કિસ કરનારાં તમે જ છો ને? આ વાત સાંભળીને હું ઘણી જ શરમાઈ ગઈ હતી.’ પદ્મિનીની પ્રિન્સ ચાર્લ્સને કિસ કરવાવાળી વાત ઘણા દિવસો સુધી ભારત અને બ્રિટનના અખબારોમાં ચર્ચામાં રહી હતી. જો કે, ભારતમાં આ વાતનો વિરોધ પણ થયો હતો. બ્રિટનના મીડિયાએ પદ્મિનીને ‘વુમન હુ કિસ્ડ પ્રિન્સ ચાર્લ્સ’ (પ્રિન્સ ચાર્લ્સને કિસ કરનાર મહિલા) તરીકે ઓળખ આપી હતી.

1986માં પદ્મિનીની ફિલ્મ ‘ઐસા પ્યાર કહાં’ રિલીઝ થઈ અને ફિલ્મના ડિરેક્ટર હતા વિજય સદાના અને પ્રોડ્યુસર હતા પ્રદીપ શર્મા. ફિલ્મના સેટ પર પહેલી જ વાર પદ્મિની અને પ્રદીપની મુલાકાત થઈ અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. બંનેના પરિવારને અલગ કાસ્ટને કારણે લગ્ન સામે વાંધો હતો પરંતુ પરિવારને મનાવવાના ઘણા જ પ્રયાસો છત્તા પરિવાર ના માનતા મોટી બહેન શિવાંગીની જેમ તેણે પણ ભાગીને લગ્ન કર્યાં. પદ્મિનીને બહેન શિવાંગી અને જીજાજી શક્તિ કપૂરે ઘણો જ સપોર્ટ કર્યો હતો. બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ ધિલ્લોનના પૂર્વ પતિ અશોક ઠાકરિયાના ઘરે પદ્મિની ને પ્રદીપ શર્માએ લગ્ન કર્યાં હતાં. પૂનમે પોતાનાં ઘરેણાં અને કપડાં પદ્મિનીને આપ્યાં હતાં.

પદ્મિનીનાં પેરેન્ટ્સ આ લગ્નથી ઘણાં રોષે ભરાયાં હતાં પરંતુ પદ્મિનીના દીકરા પ્રિયાંક શર્માના જન્મ બાદ તેઓ માની ગયાં હતાં. પ્રિયાંક શર્માએ બોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર કરીમ મોરાનીની દીકરી શાઝા મોરાની સાથે ફેબ્રુઆરી 2021માં લગ્ન કર્યાં હતા અને બંને થોડા સમય પહેલાં જ એક દીકરીનાં પેરેન્ટ્સ બન્યાં. હવે શ્રદ્ધા કપૂરની માતા શિવાંગી કોલ્હાપુરેની વાત કરીએ તો માર્ચ 1964માં જન્મેલ શિવાંગીએ માત્ર નવ વર્ષની ઉંમરથી સિંગર તરીકે કરિયર શરૂ કર્યુ હતુ. શિવાંગીએ ‘દો અન્જાને’માં રેખા અને અમિતાભ બચ્ચન સાથે એક્ટિંગ ડેબ્યૂ કર્યું.

ત્યારબાદ તેણે ઘણી ફિલ્મો કરી અને એક્ટિંગની સાથે સાથે સિંગિંગ કરિયર પર પણ ફોકસ કર્યું. ફિલ્મ ‘કિસ્મત’ (1980)માં પહેલાં પદ્મિની કોલ્હાપુરેને લેવામાં આવી હતી, પરંતુ તેણે અચાનક જ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ પ્રોડ્યુસર્સે પદ્મિનીની મોટી બહેન શિવાંગીને આ ફિલ્મમાં લીધી હતી. ફિલ્મના સેટ પર શિવાંગી પહેલી જ વાર શક્તિ કપૂરને મળી અને બંને એકબીજાને પહેલી નજરમાં પ્રેમ કરવા લાગ્યા. બે વર્ષ સુધી શિવાંગી અને શક્તિ કપૂરે પોતાના સંબંધો દુનિયાથી છુપાવીને રાખ્યા પરંતુ જ્યારે પરિવાર સાથે લગ્નની વાત કરી તો પેરેન્ટ્સે તેને રૂમમાં લોક કરી પૂરી દીધી હતી.

આ સમયે શિવાંગીની ઉંમર માત્ર 18 વર્ષ હતી. શિવાંગીનાં પેરેન્ટ્સને શક્તિ કપૂર સહેજ પણ ગમતો નહોતો અને તેનું મુખ્ય કારણ શક્તિ કપૂર ઉંમરમાં 12 વર્ષ મોટો હોવાનું અને બોલિવૂડમાં નેગેટિવ રોલ જ પ્લે કરતો હોવાનું હતુ. શિવાંગીએ પેરેન્ટ્સને મનાવવાના ઘણા પ્રયાસો કર્યા પણ તેઓ ના માનતાં તેણે શક્તિ કપૂર સાથે ભાગીને 13 ડિસેમ્બર 1982 રોજ કોર્ટ મેરેજ કર્યા. શક્તિ કપૂરના પિતાને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેઓ ઘણા ગુસ્સે થયા હતા અને તેમણે દીકરા સાથે વાત ના કરવાનું નક્કી કર્યું હતું.

જો કે, શક્તિની માતા વહુને જોવા માટે ઘણાં જ ઉત્સુક હતાં. જ્યારે તેઓ શિવાંગીને જોવા માટે મુંબઈ આવ્યા ત્યારે શિવાંગીએ સાસુ-સસરાની હાજરીમાં એક ગીત ગાયું હતું. આ ગીત સાંભળતાં જ સસરાનો ગુસ્સો શાંત થઇ ગયો. શક્તિ કપૂરને પિતાએ પૂછ્યું હતું કે વહુ આટલું સારું કેવી રીતે ગાઈ શકે છે? તો તેમણે કહ્યુ હતુ કે લતા મંગેશકર તેમનાં ગાઢ સંબંધી છે. આ વાત સાંભળતા જ સિકંદરલાલે દીકરાને એમ કહ્યું કે તારી તમામ ભૂલો માફ, કારણ કે તે આટલા મોટા પરિવારમાં લગ્ન કર્યાં છે.

શિવાંગીએ ભાગીને લગ્ન કરતાં પેરેન્ટ્સે તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા પરંતુ શિવાંગીએ 20 વર્ષની ઉંમરે દીકરા સિદ્ધાંતને જન્મ આપ્યો પછી તેના પેરેન્ટ્સે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. શિવાંગી અને શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા છે. શક્તિ કપૂર 5 દાયકાથી પણ વધુ સમયથી બોલિવૂડમાં એક્ટિવ છે, પરંતુ શક્તિ કપૂરને આજ સુધી માત્ર ફિલ્મ ‘રાજાબાબુ’ માટે બેસ્ટ પર્ફોર્મન્સ ઇન કોમિક રોલનો ‘ફિલ્મફેર’ અવૉર્ડ મળ્યો છે.શક્તિ કપૂર પાસે ચાર ઘર છે, જેમાં એક જુહૂમાં, એક મઢ આઇલેન્ડ, એક લોનાવલા તથા એક દિલ્હીમાં છે.

શક્તિ કપૂરે એક્ટ્રેસ પાસે રોલના બદલામાં સેક્સ્યુઅલ ફેવર કરી હોય એવો વીડિયો માર્ચ 2005માં વાયરલ થતા ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ શક્તિ કપૂર પર બેન મૂક્યો હતો, પણ સાત દિવસ બાદ આ બેન હટાવી લીધો હતો. શક્તનો દાવો હતો કે તે વીડિયો ક્લિપ ખોટી હતી. રિપોર્ટરે ધમકી આપી હતી કે જો તે હોટલમાં નહીં આવે તો તે આત્મહત્યા કરી લેશે. શક્તિ કપૂરના દીકરા અને શ્રદ્ધાના ભાઇ સિદ્ધાંતની વાત કરીએ તો, જુલાઈ 1984માં જન્મેલા સિદ્ધાંતે લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગ કોર્સ કર્યો છે. સિદ્ધાંત ડિસ્ક જૉકી તરીકે પણ કામ કરે છે અને સ્ટેજ નેમ ‘બુલ્ઝઆઇ’ છે.

સિદ્ધાંતે બે વર્ષ સુધી બોલિવૂડ ડિરેક્ટર પ્રિયદર્શન સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. 2013માં ‘શૂટઆઉટ એટ વડાલા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું પણ તેને બહેન અને પિતા જેવી સફળતા ના મળી. સિદ્ધાંતની 2022માં બેંગલુરુમાં રેવ પાર્ટી અને ડ્રગ્સને કારણે પોલીસે ધરપકડ કરી હતી. છેલ્લે 2023માં સિદ્ધાંત ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલ ‘અસેક’માં જોવા મળ્યો હતો. સિદ્ધાંતના સંબંધો હોલિવૂડ સ્ટાર ગેવિન પેકાર્ડની દીકરી એરિકા સાથે હતા. જો કે, પછી બંને અલગ થઈ ગયાં હતાં.

શ્રદ્ધાની વાત કરીએ તો તેણે શરૂઆતનો અભ્યાસ જમનાબાઈ નરસી સ્કૂલમાં કર્યો હતો, પરંતુ 15 વર્ષની ઉંમરે તે અમેરિકન સ્કૂલ ઑફ બોમ્બેમાં શિફ્ટ થઈ. આ સ્કૂલમાં શ્રદ્ધાની સાથે ટાઇગર શ્રોફ અને અથિયા શેટ્ટી હતા. ત્રણેય સ્કૂલમાં ડાન્સ કોમ્પિટિશમાં ભાગ લેતાં. શ્રદ્ધાએ બોસ્ટન યુનિવર્સિટીમાં એડમિશન લીધું, પરંતુ ફિલ્મ મળતા તેણે અધવચ્ચે અભ્યાસ છોડી દીધો. બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે શ્રદ્ધા કપૂર પોતાના ખર્ચ કાઢવા માટે કૉફી શોપમાં કામ કરતી. શક્તિ કપૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શ્રદ્ધા જ્યારે 16 વર્ષની હતી ત્યારે સલમાન ખાને ‘લકીઃ નો ટાઇમ ફોર લવ’ ફિલ્મ ઑફર કરી હતી, પરંતુ શ્રદ્ધાએ નકારી કાઢી હતી.

તે સાયકોલોજિસ્ટ બનવા માગતી હતી. શ્રદ્ધા ટ્રેઇન્ડ સિંગર છે. શ્રદ્ધાએ યશરાજ બેનર સાથે ત્રણ ફિલ્મનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. આ કોન્ટ્રાક્ટ હેઠળ શ્રદ્ધા જ્યાં સુધી યશરાજ સાથેની તેની ત્રણ ફિલ્મ રિલીઝ ના થાય ત્યાં સુધી તે અન્ય બેનર સાથે કામ કરી શકે નહીં, પરંતુ શ્રદ્ધાએ કોન્ટ્રાક્ટને તોડીને વિશેષ ફિલ્મ્સની ‘આશિકી 2’ સાઇન કરી હતી. આ ફિલ્મથી શ્રદ્ધા દેશભરના યુવાનોની ફેવરિટ બની ગઈ હતી. જણાવી દઇએ કે, થોડા વર્ષો પહેલા અભિનેત્રી શ્રદ્ધા કપૂર બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર સાથે રિલેશનશિપમાં હતી અને બંને લિવ-ઈન રિલેશનશિપમાં હોવાની પણ બર હતી.

રીપોર્ટ અનુસાર, શક્તિ કપૂરને આ મંજૂર નહોતુ. તેમણે શ્રદ્ધાને ઘણું સમજાવ્યું અને ફરહાન અખ્તરથી દૂર રહેવા કહ્યું, પરંતુ શ્રદ્ધા ફરહાનના પ્રેમમાં પાગલ હતી અને તેને કોઈ પણ સંજોગોમાં છોડવા માંગતી ન હતી. તેણે તેના પિતા શક્તિ કપૂરની વાત ન માની અને ફરહાન સાથે રહેવાનું નક્કી કર્યું. શ્રદ્ધા ફરહાન સાથે જુહુમાં શિફ્ટ થઈ ગઈ હતી. આનાથી ગુસ્સે થઈને પિતા પોતે ફરહાનના ઘરે ગયા અને બળજબરીથી દીકરીને ઘરે લઈ આવ્યા. શક્તિ કપૂરે તેમની દીકરીને ઘરની બહાર ખેંચી કાઢી હતી.

જણાવી દઇએ કે, શ્રદ્ધાનું નામ ફરહાન સિવાય વનરાજ ઝવેરી સાથે જોડાઇ ચૂક્યુ છે, બંને નાનપણના મિત્રો હતા પરંતુ પાંચ વર્ષ સુધી ડેટ કર્યાં બાદ બંને અલગ થઇ ગયા, વનરાજ જાણીતી ડાયમંડ બ્રાન્ડ TBZનો માલિક છે. ‘આશિકી 2’ના શૂટિંગ દરમિયાન શ્રદ્ધા અને આદિત્ય રેય કપૂર એકબીજાને પ્રેમ કરવા લાગ્યાં હતાં. આ પછી બંનેએ ‘ઓકે જાનુ’માં પણ સાથે કામ કર્યુ હતુ. જો કે, અચાનક જ બંનેએ કરિયરને કારણે અલગ થવાનું નક્કી કર્યું. શ્રદ્ધાનું નામ સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે પણ જોડાઇ ચૂક્યુ છે. જો કે, રોહને શ્રદ્ધા સાથે વિશ્વાસઘાત કરતાં બંને અલગ થઈ ગયાં. ત્યારે હાલમાં શ્રદ્ધા બોલિવૂડ રાઇટર રોહન મોદીને ડેટ કરતી હોવાની ચર્ચા છે.

Shah Jina