બોલીવુડમાં ઘણા એવા કિરદારો છે જે પોતાના પાલતુ પ્રાણીઓને ખુબ જ પ્રેમ કરે છે જેમ જે સલમાન ખાન, આલિયા ભટ્ટ, જૈકલીન ફર્નાડીઝ, અમિતાબ બચ્ચન, શાહિદ કપૂર, અજય દેવગન, અનુષ્કા શર્મા અને શ્રદ્ધા કપૂર. એવામાં અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલના સમયમાં પોતાના નવા પ્રોજેક્ટની શૂટિંગમાં વ્યસ્ત છે.
શ્રદ્ધા કપૂરની 2 મોટી ફિલ્મો વર્ષ 2019 માં જ રિલીઝ થવા જઈ રહી છે.એક ફિલ્મ છે ‘સાહો’ અને બીજી ફિલ્મ છે ‘છિછોરે’. હાલતો શ્રદ્ધા ફિલ્મ સાહોના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ સાથે જોવા મળશે.એવામાં શ્રદ્ધા કપૂરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે જેમાં તે સ્ટ્રીટ ડોગને બિસ્કિટ ખવડાવતી જોવા મળી રહી છે.
શ્રધ્ધાએ આ વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. વીડિયોમાં તે કૂતરાઓથી ઘેરાયેલી દેખાય રહી છે અને તેને લાડ પ્યાર કરતી અને બિસ્કિટ ખવડાવતી જોવા મળી રહી છે.
જો કે કુતરાઓને ઘણા લોકો ઉછેરે છે અને પ્રેમ કરે છે અને તેનું પાલન કરે છે પણ ગલીના કુતરાઓની સાથે શ્રદ્ધા જે રીતે પ્રેમ દેખાડી રહી છે તે, તે દેખાડે છે કે શ્રદ્ધા આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ પોતાની જમીન સાથે જોડાયેલી છે(ડાઉન ટુ અર્થ).
વીડિયોને શેર કરતા શ્રદ્ધાએ લખ્યું કે,”સેટ પર આવ્યા આ નાના મિત્રો”.શ્રદ્ધાને પહેલાથી જ કુતરાઓ પ્રત્યે ખુબ લગાવ અને પ્રેમ છે અને તેણે પોતાના ઘરે પણ પાલતુ કુતરાઓ રાખ્યા છે. શ્રદ્ધાનો આવો અંદાજ તેના ફૈન્સને ખુબ પસંદ આવી રહ્યો છે અને દરેક કોઈ શ્રદ્ધાના વખાણ કરી રહ્યા છે.
શ્રદ્ધાએ અમુક સમય પહેલા જ સ્ટ્રીટ ડાન્સર 3ડી ની શૂટિંગ પુરી કરી છે જેમાં તે અભિનેતા વરુણ ધવનની સાથે કામ કરતી જોવા મળશે.
આ સિવાય છિછોરેમાં તે સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળશે આ ફિલ્મ 6 સપ્ટેમ્બર 2019 ના રોજ રિલીઝ થઇ શકે તેમ છે.
એવામાં પ્રભાસ સાથેની તેની ફિલ્મ સાહો 30 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.ફિલ્મમાં શ્રદ્ધા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસર બનેલી છે અને ફિલ્મમાં તે દમદાર એક્શન કરતી જોવા મળશે.
જુઓ શ્રદ્ધા કપૂરનો વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks