મનોરંજન

શ્રદ્ધા કપૂર માલદીવમાં એન્જોય કરી રહી છે ભાઇના લગ્ન, સામે આવી ખૂબ જ ગ્લેમરસ અને લાજવાબ તસવીરો

શ્રદ્ધા કપૂરના કઝિન પ્રિયાંક શર્માએ માલદીવમાં કર્યા લગ્ન, સામે આવી તસવીરો

બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે હાલમાં જ તેનો 34મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેણે તેનો જન્મદિવસ માલદીવમાં મનાવ્યો હતો. શ્રદ્ધા આ દિવસોમાં માલદીવમાં તેના કઝિન ભાઇ પ્રિયાંક શર્માના લગ્ન એન્જોય કરી રહી છે.

પ્રિયાંકના લગ્નની હાલમાં જ ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં શ્રદ્ધાનો અલગ અંદાજ નજર આવી રહ્યો છે.

શ્રદ્ધા કપૂરના ભાઇ અને અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેના દીકરો પ્રિયાંક શર્માએ માલદીવમાં તેની ગર્લફ્રેન્ડ શજા સાથે લગ્ન કરી લીધા. તમને જણાવી દઇએ કે, આ દરમિયાન શ્રદ્ધા કપૂર અને તેમનો પરિવાર માલદીવમાં છે.

પ્રિયાંક શર્માએ લગ્નની તસવીરો શેર કરી જણાવ્યુ કે, આ સમય ખૂબ જ મેજિકલ રહ્યો અને તેમણે પૂરા પરિવાર સાથે આ સમયને ખૂબ જ એન્જોય કર્યો.

તમને જણાવી દઇએ કે, પ્રોડયુસર કરીમ મોરાનીની દીકરી શજા મોરાનીના હિંદુ રીતિ-રિવાજ સાથે લગ્ન હાલમાં થોડા દિવસ માટે પોસ્ટપોન કરવામાં આવ્યા છે. જેનું કારણ મુંબઇમાં વધતા જતા કોરોનાના કેસ છે. જો કે, હાલત સુધરતા જ પ્રિયાંક અને શજા ધૂમધામથી લગ્ન કરશે.

પ્રિયાંક શર્માના લગ્નની જે તસવીરો વાયરલ થઇ છે તેમાં શ્રદ્ધા પરિવાર સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે. લગ્નના બધા જ ફંકશનમાં શ્રદ્ધાએ તેના ખૂબસુરત આઉટફિટ અને લુક્સ સાથે સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતતી જોવા મળી.

બીજી તરફ શ્રદ્ધા આ લગ્નમાં રોહન શ્રેષ્ઠ સાથે પહોંચી હતી. રોહન શ્રદ્ધાનો રૂમર્ડ બોયફ્રેન્ડ છે અને જયારે તે શ્રદ્ધા સાથે આ ફંકશનમાં પહોંચ્યા તો એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે, બંને જલ્દી જ તેમના સંબંધને ઓફિશિયલ કરી શકે છે.

શ્રદ્ધા કપૂર આ લગ્નમાં પરિવાર સાથે ચીલ કરતી જોવા મળી. શ્રદ્ધા લગ્નમાં દુલ્હાની તરફથી બેસ્ટ મેન બની હતી. પ્રિયાંક શર્મા અને શજા મોરાનીના લગ્ન શાનદાર રહ્યા.

તમને જણાવી દઇએ કે, 2021માં શજાના ઘરે લગ્નથી જોડાયેલી એક સેરેમનીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બોલિવુડ સ્ટાર્સ અનિલ કપૂર, પૂનમ ઢિલ્લો અને જૂહી ચાવલા સહિત અન્ય પણ પહોંચ્યા હતા.

પ્રિયાંક શર્મા અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેનો દીકરો છે અને શ્રદ્ધાની તેઓ માસી થાય છે. શ્રદ્ધા અને પ્રિયાંક બાળપણથી એકબીજાની ખૂબ નજીક છે.

 

View this post on Instagram

 

A post shared by Priyaank K Sharma (@priyaankksharma)