આ મારુ બૈરું છે એમ કહીને અફતાબ શ્રદ્ધાને ઢીબી નાખ્યાના 5 દિવસ પછી હોસ્પિટલમાં લઇ ગયો ને ડોક્ટરે કહ્યું….

શ્રદ્ધા વાલકર હત્યા કેસમાં આફતાબ હજી પણ પોલિસને ગુમરાહ કરી રહ્યો છે. દિલ્લી પોલિસે શુક્રવારના રોજ માન્યુ કે હાલ આ મામલે તપાસ જારી છે અને પાક્કા સબુત એકઠા કરવામાં આવી રહ્યા છે. જો કે, એવા સબૂત અને સાક્ષી સામે આવી રહ્યા છે, જે આફતાબની બર્બરતાની કહાનીને સાબિત કરી રહ્યા છે. આ સબૂત કોર્ટમા ટકી શકશે, આ હાલ તો સૌથી મોટો સવાલ છે. મુંબઇના ઓઝોન હોસ્પિટલના ડો,શિવપ્રસાદ શિંદેએ મીડિયાને જણાવ્યુ કે, 3 ડિસેમ્બર 2020ના રોજ શ્રદ્ધા તેમની પાસે સારવાર માટે આવી હતી. તેના શરીર પર ઇજાના નિશાન હતા,

તે ફિઝિકલ વાયોલેંસને કારણે જ આવતી હતી, પરંતુ તેણે ક્યારેય ખુલીને જણાવ્યુ નહિ. દૈનિક ભાસ્કર પાસે શ્રદ્ધાના બધા મેડિકલ રીપોર્ટ્સ છે. જેનાથી સાબિત થાય છે કે, તેની ગરદન અને પીઠમાં ગંભીર ઇજા હતી. દૈનિક ભાસ્કરે હોસ્પિટલના બિલ અને મેડિકલ રીપોર્ટ્સ જોયા, જેનાથી જાણ થઇ કે શ્રદ્ધાને મારપીટ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ચાર દિવસ સુધી તેની સારવાર ચાલી. શ્રદ્ધાની ગરદન અને કમરમાં તેજ દર્દ, પગમાં કંપકંપી અને જી ગભરાવવા જેવી પરેશાનીઓને કારણે હોસ્પિટલમાં દાખલ થઇ હતી.

ડો.શિવપ્રસાદ શિંદે અનુસાર, જયારે આફતાબ શ્રદ્ધાને હોસ્પિટલ લઈ આવ્યો ત્યારે તેણે શ્રદ્ધાને તેની પત્ની કહી હતા. શ્રદ્ધાને ગરદન અને પીઠમાં દુખાવો હતો અને તે બરાબર ચાલી પણ શકતી નહોતી. તે ત્રણ દિવસ સુધી ફિઝિયોથેરાપી પણ લેતી રહી. ત્રણ દિવસ બાદ તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી. તેની સારવાર ચાલુ રહેવાની હતી, પરંતુ તેણે ના તો ફોન ઉઠાવ્યો, ના તો તે પાછી આવી. ડૉક્ટરના કહેવા પ્રમાણે, શ્રદ્ધા ઈજાનું કારણ જણાવતા ખચકાઇ રહી હતી.

ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધાના મેડિકલ રીપોર્ટમાં જે સીવર બેક પેન અને નેક પેનનો ઉલ્લેખ છે તે તેને 4-5 દિવસથી થઇ રહી હતી. રીપોર્ટમાં પેશન્ટનું નામ મિસિસ શ્રદ્ધા વિકાસ વાલકર લખેલુ છે. શ્રદ્ધાને દુખાવાની ફરિયાદ હતી. ડિસ્ચાર્જ બાદ તેને 5 દિવસ પછી ફરી હોસ્પિટલ આવવા માટે કહેવામાં આવ્યુ હતુ, પરંતુ તે ગઇ નહોતી.ગઇકાલે એટલે કે શુક્રવારના રોજ નવેમ્બર 2020માં તેની મિત્ર સાથે શ્રદ્ધાની કથિત ચેટ સામે આવી છે, જેમાં તે મારપીટનો ઉલ્લેખ કરી રહી છે. હાલ પોલીસ આ ચેટ્સની સત્યતાની તપાસ કરી રહી છે. મુંબઈમાં શ્રદ્ધા જ્યાં કામ કરતી હતી તે કોલ સેન્ટરનો મેનેજર પણ સામે આવ્યો છે.

મીડિયા સાથે વાત કરતા શ્રદ્ધાના મેનેજર કરણે કહ્યું કે, ‘શ્રદ્ધા 2020માં મારી ટીમ સાથે જોડાયેલી હતી. તે ખૂબ જ મહેનતુ છોકરી હતી. જ્યારે પણ તે હિંસા કે તણાવમાંથી પસાર થતી ત્યારે તે ઓફિસમાં આવતી નહોતી. તેણે ક્યારેય કહ્યું ન હતું કે તે માર મારવાના કારણે નથી આવી રહી, પરંતુ અન્ય કોઈ કારણ આપતી હતી. નવેમ્બર 2020માં તેણે તેના સૂજી ગયેલા ચહેરાની એક તસવીર મોકલી, પછી મને ખબર પડી કે તે ઘરેલુ હિંસાનો શિકાર છે.

શ્રદ્ધાએ તેની સામે થયેલી હિંસા અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ આફતાબે તેને કહ્યું હતું કે તે બદલાઈ જશે. આફતાબના પરિવારજનોએ પણ શ્રદ્ધાને વિશ્વાસ અપાવ્યો હતો. શ્રદ્ધા અને આફતાબનું ઘણી વખત બ્રેકઅપ થયું હતું અને બંને પોતાના જીવનમાં અલગ-અલગ આગળ વધવા માંગતા હતા, પરંતુ પછી ફરી સાથે આવી જતા.

Shah Jina