આફતાબના ઘરે કામ કરનાર પ્લંબરે કર્યો ખુલાસો, આ સમયે શ્રદ્ધા અને આફતાબને પહેલીવાર જોયા હતા સામે પછી…

શ્રદ્ધા હત્યા કેસમાં સામે આવ્યો મોટો સાક્ષી, આરોપી આફતાબના ઘરે કામ કરનાર પ્લંબરે ખોલ્યા રાઝ

શ્રદ્ધા હત્યા કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલામાં એક મોટો સાક્ષી સામે આવ્યો છે, જેણે જણાવ્યુ કે, કેવી રીતે આફતાબ અને શ્રદ્ધા ફ્લેટમાં શિફ્ટ થયા હતા. એબીપી ન્યુઝ સાથે વાત કરતા પ્લંબરે કહ્યુ કે, તેણે શ્રદ્ધા અને આફતાબને પહેલીવાર સાથે જોયા હતા. આ પૂરા મામલાને લઇને પ્લંબરે ઘણી મહત્વની જાણકારી આપી છે. આવું પહેલીવાર થયુ કે જ્યારે કોઇએ આફતાબ અને શ્રદ્ધાને સાથે જોવાની વાત કોઇએ કબૂલી હોય.

શ્રદ્ધા અને આફતાબ છતરપુર સ્થિત ઘરમાં શિફ્ટ થયા બાદ પ્લંબરનું કામ જોવા આવનાર વ્યક્તિએ બંનેને સાથે જોયા હતા. પ્લંબર રાજેશકુમારે એબીપી ન્યુઝ સાથે વાતચીતમાં કહ્યુ કે, તે આ ઘરની પાણીની સમસ્યાનું કામ જોતો હતો. જ્યારે આ લોકો ઘરે આવ્યા તો મેં સમજાવ્યુ કે, પાણી ક્યાંથી આવશે, મોટરનું બટન ક્યાં છે. તેણે જણાવ્યુ કે, જ્યારે આ લોકો આવ્યા હતા, ત્યારે મેં બંનેને સાથે જોયા હતા. કેટલાક સમય બાદ મકાન માલિકનો ફોન આવ્યો કે મોટર ચેક કર પાણી કેમ નથી આવતુ, ભાડુઆત પરેશાન છે.

ત્યારે પ્લંબરે જણાવ્યુ હતુ કે, ગરમીને કારણે પાણીની કમી છે. પ્લંબરે આગળ જણાવ્યુ કે, અહીં શિફ્ટ થયા બાદ શ્રદ્ધા દેખાઇ હતી, પરંતુ તે બાદ તેને ક્યારેય જોઇ નહિ. તેણે કહ્યુ કે, અહીં ગ્રાઉન્ડ વોટર સવારે 5-7 વચ્ચે આવે છે, ત્યાં મોટરથી સમર્સિબલનું પાણી પણ આવે છે. આ લાઇનથી સમર્સિબલ અને ગ્રાઉન્ડ વોટર બંનેનું પાણી આવે છે, બંનેની લાઇન જોડાયેલી છે. આરોપી આફતાબ ખાવાનું પેકેટ લેવા નીચે આવતો હતો. એકવાર ડિલીવરી બોયે મને પૂછ્યુ કે આફતાબ કોણ છે, તો તે નીચે આવ્યો.

ત્યારે મને ખબર પડી કે આનું નામ આફતાબ છે. ઉલ્લેખનીય છે કે, દિલ્લી પોલિસે આફતાબની ધરપકડ કરી છે, તે પોલિસ રિમાન્ડમાં છએ. તેને એ જંગલોમાં લઇ જવામાં આવી રહ્યો છે જ્યાં શ્રદ્ધાની બોડીના ટુકડા ફેંકવામાં આવ્યા. જો કે, પોલિસને આ મામલે વધારે સફળતા નથી મળી શકી. હવે પોલિસ આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવવા જઇ રહી છે.જે બાદ જ હકિકત બહાર આવશે. મહરૌલીના જંગલમાં હજી પણ પોલિસનું સર્ચ ઓપરેશન જારી છે. અત્યાર સુધી હત્યામાં વપરાયેલ હથિયાર મળ્યુ નથી.

Shah Jina