શ્રદ્ધાના 35 ટુકડા કરનાર હત્યારા આફતાબની કાળી હકીકત શ્રદ્ધાના મિત્રોએ વર્ણવી, જાણીને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

ગઈકાલે એક ચોંકાવાનારા હત્યાકાંડનો ખુલાસો થયો, જેમાં દિલ્હીમાં પોતાની પ્રેમિકા શ્રદ્ધા સાથે રહેતા આફતાબે શ્રદ્ધાનું પહેલા ગળું દબાવીને હત્યા કરી નાખી અને પછી તેના શબને આરીથી કાપીને 35 ટુકડા કરી નાખ્યા, જે ટુકડાઓને રાખવા તેણે બજારમાંથી એક નવું ફ્રીજ ખરીદ્યુ. જે બાદ તે રોજ રાત્રે 2 વાગ્યે ઉઠીને કેટલાક ટુકડાને જંગલમાં નાખી આવતો હતો.

આ હત્યાકાંડનો ખુલાસો થયા બાદ એક પછી એક ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે, પહેલા શ્રદ્ધાના પિતાએ હત્યારા અફતાબ વિશેના ચોંકાવનારા ખુલાસા કર્યા હતા જેના બાદ શ્રદ્ધાના મિત્રો પણ સામે આવ્યા છે અને આફતાબની કાળી હકીકત જણાવી છે. આ મામલામાં આફતાબની ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસ હવે પોતાની કાર્યવાહી કરી રહી છે.

આ મામલે શ્રદ્ધાના મિત્ર રજત શુકલાએ જણાવ્યું કે બંને વર્ષ 2018થી જ રિલેશનશિપમાં હતા. શરૂઆતમાં બંને ખુબ જ ખુશ હતા અને પછી શ્રદ્ધાએ જણાવ્યું હતું કે આફતાબ તેની સાથે મારઝૂડ કરતો હતો. શ્રદ્ધા આફતાબને છોડવા પણ માંગતી હતી, પરંતુ તે આમ ના કરી શકી. જેના બાદ બંને નોકરી માટે દિલ્હીમાં શિફ્ટ થઇ ગયા.

શ્રદ્ધાના એક અન્ય મિત્ર એવા લક્ષ્મણે પણ આ બાબતે એક ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે તે શ્રદ્ધાને લઈને જુલાઈ મહિનાથી જ ચિંતામાં હતો. કારણે કે શ્રદ્ધા તરફથી કોઈ મેસેજ તેને મળી રહ્યો નહોતો, ના કોઈ જવાબ આવતો હતો. તેનો ફોન પણ બંધ આવતો હતો. તેના અન્ય મિત્રો સાથે પુછપરછ કર્યા બાદ તેણે તેના ભાઈને આ વિશે જણાવ્યું અને પછી પોલીસનો સંપર્ક કર્યો હતો.

શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે ઘરના બાથરૂમમાં મૃતદેહના ટુકડા કરી નાખ્યા, ટુકડાઓ ધોયા અને પોલીથીનમાં પેક કરીને ફ્રીજમાં રાખ્યા. તે મૃતદેહનો ટુકડો પોલીથીનની થેલીમાં રાખીને જંગલમાં ફેંકી દેતો હતો. આ રીતે તે લગભગ 22 દિવસ સુધી લાશના ટુકડા ફેંકતો રહ્યો. તે 22 દિવસ સુધી મૃતદેહ સાથે ઘરમાં રહ્યો હતો. તે દરરોજ રાત્રે બે વાગ્યે મહરૌલીના જંગલોમાં ટુકડા ફેંકવા જતો હતો.

મહરૌલી પોલીસે લગભગ છ મહિના પછી આરોપી યુવકની ધરપકડ કરી ત્યારે તેણે આ સનસનીખેજ ખુલાસો કર્યો. આરોપી આફતાબ અમીન પૂનાવાલા બે દિવસ સુધી શ્રદ્ધા વોકરના મૃતદેહના ટુકડા કરતો રહ્યો. એક દિવસ તેણે લાશને બાથરૂમમાં રાખી. બીજા દિવસથી તેણે શ્રદ્ધાના મૃત શરીરના ટુકડા કરવાનું શરૂ કર્યું. જેના બાદ તે બેગમાં ટુકડા ભરીને જંગલમાં ફેંકી આવતો. જો કોઈ તેને જંગલમાં આવવાનું કારણ પૂછતાં તો તે શૌચ માટે આવે છે એમ જણાવી દેતો.

આ મામલે મીડિયા સાથે વાત કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આફતાબ અને શ્રદ્ધાએ 15 મેના રોજ છતરપુરમાં એક રૂમ ભાડે લીધો હતો. તેણે 18મી મેના રોજ શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી તેને વિદેશી ક્રાઈમ સિરિયલ ડેક્સ્ટર યાદ આવી, જે તે બાળપણમાં જોતો હતો. 18 મેના રોજ તેણે શ્રદ્ધાની લાશને બાથરૂમમાં રાખી હતી. બીજે દિવસે તે બજારમાં ગયો અને રેફ્રિજરેટર, પાવડર, ફ્રેશનર અને અન્ય વસ્તુઓ લઇ આવ્યો. બીજા દિવસે એટલે કે 19 મેના રોજ તેણે શ્રદ્ધાના શરીરના ટુકડા કરવાનું શરૂ કર્યું.

તમને જણાવી દઈએ કે શ્રદ્ધાના પિતાની ફરિયાદ બાદ પોલીસે મુંબઈના રહેવાસી 28 વર્ષીય આફતાબ અમીન પુનાવાલાની શનિવારના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેને 5 દિવસના રિમાન્ડ પર પણ મોકલી દેવામાં આવ્યો છે, શ્રદ્ધાના પિતા વિકાસ મદાન વાકરે 8 નવેમ્બરના રોજ પોતાની દીકરીના અપહરણનો મામલો દિલ્હીના મહરૌલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવ્યો હતો.

Niraj Patel