શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસના હાથે લાગ્યા આફતાબના CCTV ફૂટેજ, વીડિયોમાં આ નરાધમ શું કરતો હતો એ જોઈને મગજનો પારો છટકી જશે

દિલ્હીની શ્રદ્ધા હત્યાકાંડમાં દરરોજ એક નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોલીસ આફતાબની કડકાઈથી પુછપરછ કરી રહી છે અને આફતાબ પણ પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. પોલીસ આ મામલમાં હવે એક પછી એક પુરાવા ભેગા કરવામાં લાગી ગઈ છે, ત્યારે હવે દિલ્હી પોલીસના હાથે એક મહત્વનો પુરાવો પણ હાથ લાગ્યો છે. આ પુરાવો CCTV ફૂટેજ છે જેમાં આફતાબ જોવા મળી રહ્યો છે.

પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે તેમો ફૂટેજમાં આરોપી ઝડપાઈ ગયો છે. આરોપી આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તે જ સમયે મૃતદેહના કેટલાક ટુકડા ફેંકી દીધા હતા, જ્યારે માથું, ધડ અને આંગળીઓ અને અંગૂઠાને ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા. આરોપી આફતાબે આ ટુકડાઓ 18 ઓક્ટોબરે એટલે કે લગભગ પાંચ મહિના પછી જંગલમાં ફેંકી દીધા હતા.

આરોપીએ જે દિવસે આ ટુકડાઓ ફેંક્યા હતા તે દિવસે આરોપી આફતાબે સાંજે 4:30 થી 7:30 સુધી ચાર રાઉન્ડ કર્યા હતા. આ દરમિયાન આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસે સીસીટીવી કબજે કર્યા છે. સીસીટીવી ફૂટેજમાં તે બેગ લટકાવતો જોવા મળે છે. બીજી તરફ શુક્રવારે શ્રદ્ધા હત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. છત્તરપુર અને મહેરૌલીના જંગલોમાંથી મળી આવેલા હાડકા માનવના છે. આ હાડકાં પ્રાણીઓનાં નથી.

જ્યારે દિલ્હી પોલીસ મહેરૌલીના જંગલ સિવાય ગુરુગ્રામથી દિલ્હી સુધીના ઘણા વિસ્તારોમાં શ્રદ્ધાના શરીરના અંગો શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. તો બીજી તરફ સીસીટીવી ફૂટેજમાં બેગ સાથે દેખાતા આફતાબ પર પોલીસે શંકા વ્યક્ત કરી છે કે તે શ્રદ્ધાના શરીરના અંગોનો નિકાલ કરવા જતો હતો.

Niraj Patel