મનોરંજન

શક્તિ કપૂરની લાડલીએ બાળકો અને વૃદ્ધ સાથે મનાવ્યો બર્થડે, જુઓ 10 તસ્વીરો

બૉલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે 3 માર્ચ તેનો 33મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. શ્રદ્ધાએ તેના આ બર્થડેને ખાસ બનાવવા માટે મુંબઈની આશાદાન મિશનરીઝ ઓફ ચેરિટીમાં પહોંચી હતી.

જ્યાં તેને બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. શ્રદ્ધાએ બર્થડેની ખુશી બીજા સાથે શેર કરી ધન્યતાઅનુભવી હતી. શ્રદ્ધા કપૂરનો જન્મ 3 માર્ચ 1987માં મુંબઈમાં થયો હતો.

એક્ટ્રેસે તેનો બર્થડે સ્પેશિયલ બાળકો અને વૃદ્ધો સાથે ઉજવ્યો હતો. આ બર્થડે સેલિબ્રેશનની તસ્વીર તેને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

શેર કરેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે, શ્રદ્ધા બાળકો સાથે મસ્તી કરતી અને કેક કાપતી નજરે ચડે છે.

સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરતા શ્રદ્ધા કપૂરે કેપ્સનમાં લખ્યું હતું કે, આશાદાન મિશરીઝ ઓફ ચેરિટી બાઇકુલાના ખુબસુરત બાળકો અને સિનિયર સીટીઝન સાથે બર્થડે જવીને હું ખુદને ધન્ય સમજુ છું.

આ બાળકોએ શ્રદ્ધા કપૂરને બર્થડે પર પરફોર્મ કરીને સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપી હતી. એક્ટ્રેસે પણ કેક કાપીને બર્થડેનું જશ્ન મનાવ્યો હતો.

આટલું જ નહીં શ્રદ્ધા કપૂરે તેના બર્થડેના ખાસ દિવસે વૃદ્ધોને ગિફ્ટ આપી તેના ચહેરા પર ખુશી લાવવાની કોશિશ કરી હતી. એક્ટ્રેસના આ કામની સોશિયલ મીડિયામાં લોકો તારીફ કરી રહ્યા છે.

આ ખાસ દિવસે શ્રદ્ધાએ લાઈટ ગુલાબી કલરના ટીશર્ટ અને જીન્સમાં જોવા મળી હતી. રાઉન્ડ ઈયરરિંગ્સ શ્રદ્ધાના લુકને ચાર ચાંદ લગાડી દીધો હતો.

શ્રદ્ધા કપૂરના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી કે ટાઇગર શ્રોફ સાથે બાગી-3માં નજરે આવશે. આ ફિલ્મ હોળીના તહેવાર ઉપર એટલે કે 6 માર્ચના સિનેમાઘરમાં રિલીઝ થશે.

આ પહેલા શ્રદ્ધા વરુણ ધવન સાથે ફિલ્મ ‘સ્ટ્રિટ ડાન્સર 3ડી’માં નજરે આવશે. આ ફિલ્મ 26 જાન્યુઆરીના દિવસે રિલીઝ કરવામાં આવી હતી. વર્ષની શરૂઆત શ્રદ્ધા કપૂરે આ ફિલ્મ સાથે કરી હતી જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.