મનોરંજન

પર્પલ શોર્ટ ડ્રેસમાં કુંડલી ભાગ્યની ‘પ્રીતા’એ ફ્લોન્ટ કર્યો ચૂડો, બોલ્ડ લુક પર આવ્યુ ચાહકોનું દિલ

લગ્નના 2 મહીના પછી નાનો ડ્રેસ પહેરી શ્રદ્ધા આર્યાએ ફ્લોન્ટ કરી ટોન્ડ સ્મૂથ લેગ્સ, જોનારા દિલ સંભાળી લેજો

લગ્ન બાદથી સતત કુંડલી ભાગ્ય ફેમ શ્રદ્ધા આર્યા ચર્ચામાં છવાયેલી છે. ચાહકો પણ તેની એક ઝલક મેળવવા માટે ઘણા આતુર રહેતા હોય છે. શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. શ્રદ્ધા આર્યાએ થોડા સમય પહેલા જ તેની બે તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તે શોર્ટ પર્પલ ડ્રેસમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે ચૂડો પણ પહેર્યો હતો, જેમાંતે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી હતી.

શ્રદ્ધાએ ખુલ્લા વાળ અને લાઇટ મેકઅપ સાથે પોતાના લુકને કંપલીટ કર્યો હતો. શ્રદ્ધાની મસ્તાની ચાલનો તો કોઇ જવાબ જ નથી. તેના બધા અંદાજ ચાહકોના દિલ પર છવાઇ જાય છે. એવામાં શ્રદ્ધા પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી ચાહકોના દિલની ધડકન વધારતી રહે છે. શ્રદ્ધા ટ્રેડિશનલ આઉટફિટ જ નહિ પરંતુ વેસ્ટર્ન આઉટફિટમાં પણ ગોર્જિયસ અને સિઝલિંગ દેખાય છે. તેની તસવીરોથી નજર હટાવવી પણ ચાહકો માટે મુશ્કેલ બને છે.

કુંડલી ભાગ્યની સિમ્પલ પ્રીતા રિયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલિશ અને બોલ્ડ છે. તેની ડ્રેસિંગ સેન્સનો કોઈ જવાબ નથી. શ્રદ્ધા આર્યની સુંદરતાના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. એટલું જ નહીં લગ્ન બાદ તો તેના ચહેરાની ચમક ઘણી વધી ગઈ છે.શ્રદ્ધા આર્યએ 16 નવેમ્બરે બોયફ્રેન્ડ રાહુલ નાગલ સાથે સાત ફેરા લીધા હતા. જોકે આ કપલ હજુ પણ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપને જ અનુસરે છે. શ્રદ્ધા આર્યના પતિ રાહુલ નાગલ નેવી ઓફિસર છે. તેને કોઈપણ રીતે મનોરંજન ઇન્ડસ્ટ્રી સાથે કોઈ લેવાદેવા નથી.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

શ્રદ્ધા આર્યા છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. શ્રદ્ધાએ પોતાની એક્ટિંગથી કરોડો દર્શકોના દિલ જીતી લીધા છે, સાથે જ ચાહકો તેના સ્ટાઇલિશ અવતારના દીવાના છે. અભિનેત્રીનો અભિનય લોકોને દિવાના બનાવવા માટે પૂરતો છે. ચાહકોની સાથે સાથે તમામ યુઝર્સને પણ તેની પોસ્ટ પરથી નજર હટાવવાનું મુશ્કેલ બની જાય છે.