‘કુંડલી ભાગ્ય’ અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ વધાર્યો ઈન્ટરનેટનો પારો, તોડી સંસ્કારી વહુની ઇમેજ

કરીના-મલાઈકાની તસવીરોને જવા દો, મિની સ્કર્ટ પહેરેલ શ્રદ્ધા આર્યાની આ તસવીરો જુઓ ઇન્ટરનેટ આખું માથે લીધું છે

ટીવી સીરીયલ ‘કુંડલી ભાગ્ય’ અભિનેત્રી શ્રદ્ધા આર્યા ટેલી ટીવી જગતની હસીનાઓમાંથી એક છે જે તેના શાનદાર અભિનય સિવાય પોતાની ફેશન ગેમ માટે પણ હેડલાઇન્સમાં રહે છે. તેનું આ પણ એક કારણ છે કે શ્રદ્ધાના બોલ્ડ લુકની સામે બી-ટાઉનની હોટ બેબ્સની સ્ટાઇલ પણ ફીકી પડવા લાગે છે. શ્રદ્ધાનો આવો જ એક લૂક ફરી સામે આવ્યો છે જ્યાં અભિનેત્રીને પોતાની સ્ટાઇલથી ખૂબ વાહવાહી મળી રહી છે.

શ્રદ્ધા આર્યાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં અભિનેત્રી બોલ્ડ બ્લેક આઉટફિટ પહેરેલુ જોઈ શકાય છે. શ્રદ્ધા આ સેટમાં એટલી હોટ લાગી રહી છે કે તે સામે આવતા જ ચાહકોના દિલની ધડકન વધારી દીધી હતી.

શ્રદ્ધાએ પોતાના માટે નૂડલ સ્ટ્રેપી ટોપ પસંદ કર્યું જેમાં ડીપ U નેકલાઇન બનેલી હતી. ટોપની પેટર્ન ક્રોપ રાખવામાં આવી હતી જેમાં બસ્ટ એરિયા પાસે વર્ટિકલ ડિઝાઇનમાં સ્ટિચિંગ હતા જે આઉટફિટમાં બોલ્ડનેસને વધારવાનું કામ કરી રહ્યું હતું. શ્રદ્ધા આર્યાએ બોલ્ડ લુકિંગ ટોપ સાથે માઇક્રો લેન્થ સ્કર્ટ પહેર્યું હતું.

જેમાં સ્ટાઇલ કોશન્ટ માટે સાઇડમાં સ્લિટ ડિઝાઇન બનાવવામાં આવી હતી. આ આઉટફિટમાં અભિનેત્રી તેની હાઈટ-પર્સનાલિટીને કોન્ફિડન્સની સાથે ફ્લોન્ટ કરી રહી હતી તેમજ તેના ટોન્ડ પગને પણ હાઇલાઇટ થઇ રહ્યા હતા. નેચરલ બ્યુટી અને હિટ એન્ડ ફિટની માલકિન શ્રદ્ધાએ પુરા લુકને મોનોક્રોમ ફેશનમાં સ્ટાઇલ કર્યું હતું જેમાં તેની સાથે મિનિમલ મેકઅપ કરતા બ્લેક પમ્સ નાખ્યા હતા.

શ્રદ્ધા આર્યા વર્ષ 2017થી ‘કુંડલી ભાગ્ય’ ધારાવાહિક સાથે જોડાયેલી છે. ચાહકો તરફથી પ્રીતા અરોરાને ઘણો પ્રેમ મળે છે. શ્રદ્ધા નાના પડદાની ટોપ અભિનેત્રીઓમાંની એક છે. શ્રદ્ધા આર્યાની લવ લાઈફની વાત કરીએ તો તે એક બિઝનેસમેનને ડેટ કરી રહી છે જેની સાથે તેણે ‘નચ બલિયે’માં પણ ભાગ લીધો હતો.

અભિનય ઉપરાંત શ્રદ્ધા આર્યા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકોના દિલને ધડકાવતી રહે છે. લાખો લોકો શ્રદ્ધાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે કદાચ આ જ કારણ છે કે તેની પોસ્ટ જોતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતી હોય છે.

Patel Meet