‘કુંડળી ભાગ્ય’ફેમ અભિનેત્રી પતિ સાથે હનીમૂન પર માલદીવ પહોંચી, ગ્લેમરસ ડ્રેસ સાથે બંગડીએ ચાહકોને કર્યા આકર્ષિત

‘કુંડળી ભાગ્ય’ફેમ શ્રદ્ધા આર્યાએ માલદીવમાં હનીમૂનમાં ટૂંકા ટૂંકા બોલ્ડ વસ્ત્રોમાં નજરે આવી, જુઓ હોટ તસવીરો

ટીવી શો ‘કુંડલી ભાગ્ય’ ફેમ અભિનેત્રી શ્રદ્ધા આર્યા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. શ્રદ્ધા આર્યાએ તેના બોયફ્રેન્ડ રાહુલ નાગલ સાથે 16 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. જોકે વ્યસ્ત શેડ્યુલના કારણે કપલ હનીમૂન પર જઈ શક્યું ન હતું. કપલને જેવો જ સમય મળ્યો તેવા જ શ્રદ્ધા આર્યા તેના પતિ સાથે હનીમૂન માટે રવાના થઇ ગઈ હતી. શ્રદ્ધા આર્યા માલદીવમાં હનીમૂન એન્જોય કરી રહી છે.

બ્લેક ફ્લોરલ ડ્રેસમાં માલદીવમાં હનીમૂન મનાવતી શ્રદ્ધા આર્યાની શાનદાર તસવીરો સામે આવી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે શ્રદ્ધાએ બ્લેક શોર્ટ ડિપ નેક ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. શ્રદ્ધાએ લાઇટ મેકઅપ, ઈયરરિંગ્સ, હાથમાં લાલ ચૂડા અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. અભિનેત્રીનો અભિનય લોકોને દિવાના બનાવવા માટે પૂરતો હતો.

શ્રદ્ધાએ એકસાથે ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે બીચ પર બોલ્ડ પોઝ આપી રહી છે. શ્રદ્ધા આર્યાએ માલદીવથી પોતાની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરમાં અભિનેત્રી ખૂબ જ મસ્તીભર્યા મૂડમાં જોવા મળી રહી છે. શ્રદ્ધા આર્યાએ બ્લેક શોર્ટ આઉટફિટ પહેર્યું છે જેમાં તે એકદમ સિઝલિંગ લાગી રહી છે. તસવીરોમાં શ્રદ્ધા આર્યાની સ્ટાઈલ જોઈને ચાહકોને નજર હટાવી મુશ્કેલ બની ગઈ છે. શ્રદ્ધાએ તેના પતિ સાથે ડ્રિંક એન્જોય કરતી એક ઝલક પણ આપી હતી.

શ્રદ્ધા આર્યાની સુંદરતામાં લાલ બંગડીઓએ ચાર ચાંદ લગાવી દીધા હતા. અભિનેત્રીના ચહેરા પર લગ્નની ચમક સ્પષ્ટ દેખાતી હતી. શ્રદ્ધા આર્યાએ થોડા સમય પહેલા પોતાની તસવીરો શેર કરી હતી. અત્યાર સુધીમાં શ્રદ્ધા આર્યાની તસવીરને એક લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે. શ્રદ્ધા આર્યાની મનમોહક સ્ટાઈલ પરથી નજર હટાવવી ચાહકો માટે મુશ્કેલ બની રહી છે.

શ્રદ્ધાએ 2004માં ‘ઈન્ડિયા બેસ્ટ સિનેસ્ટાર કી ખોજ’થી પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેત્રી ‘તુમ્હારી પાખી’, ‘મૈં લક્ષ્મી તેરે આંગન કી’, ‘કુમકુમ ભાગ્ય’, ‘ડ્રીમ ગર્લ’ અને ‘કુંડલી ભાગ્ય’ જેવી ઘણા પ્રખ્યાત ધારાવાહિકમાં જોવા મળી છે.

શ્રદ્ધા આર્યાએ 16 નવેમ્બરે દિલ્હીમાં એક ભવ્ય સમારોહમાં નેવી ઓફિસર રાહુલ નાગલ સાથે લગ્ન કર્યા હતા. 16 ડિસેમ્બરે તેમના 1 મહિનાની લગ્નની સાલગીરા પર શ્રદ્ધાએ પતિ માટે સુંદર કવિતા સમર્પિત કરી હતી જે એક-બીજા માટે તેમના પ્રેમને દર્શાવે છે.

વીડિયોમાં તેમના લગ્નના સુંદર પળોની ઝલક પણ હતી જેમાં શ્રદ્ધાવરમાળા સમારોહ દરમ્યાન જોરથી બૂમ પડે છે કે,’રાહુલ તમે મને ઉઠાવો’. શ્રદ્ધાના લગ્નનો આ વીડિયો વાયરલ થઇ ગયો હતો જેમાં જોઈ શકાય છે કે રાહુલ શ્રદ્ધાને તેના ખોળામાં ઉંચકીને લગ્નના મંડપમાં લઈને જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

Patel Meet