ફિલ્મી દુનિયા

રિયા ડ્રગ્સ મામલે હજુ એકની થઇ ધરપકડ, જાણો વિગત

એક્ટર સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્રગ્સ એન્ગલથી તપાસ કરનારી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા તપાસ ચાલુ છે. આજે એનસીબી દ્વારા ટીમના ડ્રગ પેડલર સૂર્યદીપ મલ્હોત્રાના ઘરે છાપો માર્યો છે. જણાવી દઈએ કે, સૂર્યદીપ મલ્હોત્રા, રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિકનો સ્કૂલ ફ્રેન્ડ છે, તેની ઘણી ચેટ સામે આવી છે. સૂર્યદીપની ધરપકડ કર્યા બાદ થોડા જ સમયમાં એનસીબી કબ્જો લઇ શકે છે.

Image source
Image source

બતાવવામાં આવી રહ્યું છે કે, સૂર્યદીપ મલ્હોત્રા, શૌવિક ચક્રવર્તીનો બાળપણનો મિત્ર છે. 10 ઓક્ટોબર 2019માં ચેટમાં શૌવીકે ડ્રગ્સ માટે તેના એક મિત્ર સૂર્યદીપનું નામ આપ્યું હતું. સૂર્યદીપ દરરોજ કેપરી હાઈટ અને બાદમાં મોંટ બિલ્ડિંગમાં જતો હતો. જાણવા તો એ પણ મળી રહ્યું છે કે, શૌવિક ઘણીવાર સૂર્યદીપને ડ્રગ પાર્ટીમાં લઇ જતો હતો. સૂર્યદીપના સંપર્કમાં બાંદ્રાથી લઈને વરસોવા સુધીના ઘણા ડ્રગ પેડલર્સ સંપર્કમાં હતા.

બતાવવામાં આવી રહ્યું છે કે, સૂર્યદીપ મલ્હોત્રાનું ઘર બેહદ પોશ વર્લી વિસ્તારમાં ગોદાવરી એપાર્ટમેન્ટમાં છે. સવારે 6 વાગ્યે મુંબઈ એનસીબી ટીમએ ઘરમાં ઘૂસીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ બાદ ટિમ સૂર્યદીપને લઈને ઘરેથી નીકળી ગઈ હતી. સૂર્યદીપના એપાર્ટમેન્ટની બહાર મુંબઈ પોલીસની 2 પીસીઆર વૈન પણ તૈનાત હતી.

Image source

સૂર્યદીપ શૌવિક સાથે ભણતો હતો. સૂર્યદીપ શૌવિક સાથે મળીને રેસ્ટોરન્ટ પણ ખોલવાનો હતો, એપ્રિલ 2020માં લોકડાઉનને કારણે આ થઇ શક્યું ના હતું. આરોપ છે કે સૂર્યદીપ ઘણા ડ્રગ પેડલર્સ સાથે સંપર્કમાં હતો. શૌવિકને બાન્દ્રા બોયઝ ડ્રગ પેડલર્સ ગ્રુપમાં શામેલ કરનારો પણ સૂર્યદીપ જ હતો. સૂર્યદીપે બશીતનો પરિચય કરાવ્યો હતો. બશીતે અબ્બાસ, ઝૈદ અને કરણ સાથે સાથે સંપર્ક કરાવ્યો હતો.

Image Source

રિયા ચક્રવર્તી અને બોલીવુડના ડ્રગ કનેક્શનમાં ઝડપાયેલા સાત ડ્રગ પેડલરો કરમજીતસિંહ આનંદ ઉર્ફે કેજે, ડ્વેન ફર્નાન્ડિઝ, સંકેત પટેલ, અંકુશ અરજેન્કા, સંદીપ ગુપ્તા, આફતાબ ફતેહ અન્સારી અને ક્રિસ કોસ્ટાને આજે એસીએમએમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Image source

પ્રાપ્ત માહિતી અનુસાર, 23 વર્ષ ડ્રગ પેડલર કેજે ઉર્ફે કરમજીતને ગંજા અને ચરસ મળ્યું હતું. કરમજિત રેકેટનો મોટો ખેલાડી હતો. સેમ્યુઅલ મીરાંડા અને દીપેશ સાવંત દ્વારા તેને દસ વાર સુશાંતને ડ્રગ્સ પહોચાડ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.