ફિલ્મી દુનિયા

પાર્ટીનો શોખીન છે રિયાનો 24 વર્ષનો ભાઈ, બહેનના જીવનમાં સુશાંતના આવતા જ ચમકી કિસ્મત

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં કથિત પ્રેમિકા રિયા ચક્રવર્તી અને તેનો પરિવાર શકના ઘેરામાં આવી ગયો છે. સુશાંતના પિતાએ રિયા સહીત પરિવારના અન્ય છ લોકો વિરુદ્ધ અનેક આરોપ લગાવતા એફઆઈઆર દર્જ કરાવી છે.

Image Source

આ શકના ઘેરામાં રીયાનો ભાઈ શોવિક ચક્રવર્તી પણ શામિલ છે. રિયા, શૈવીક તેના માતા-પિતા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉક્સાવવાનો, ધોખાઘડી જેવા આરોપો છે, આ સિવાય સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયાની હેરફેર કરવાનો પણ આરોપ છે જેના પર જાંચ ચાલી રહી છે.

Image Source

સુશાંતના નિધન પછી જાંચમાં એ વાત સામે આવી છે કે શોવિક ચક્રવર્તી સુશાંતના ક્રેડિટ કાર્ડનો ઉપીયોગ હોટેલથી લઈને ફ્લાઈટની ટિકિટ ખરીદવા માટે તથા પોતાના અન્ય ખર્ચાઓ માટે કરતો હતો. સોશિયલ મીડિયા પર પણ શૌવિકની એવી તસવીરો સામે આવી છે કે તેના પર દર્શકોનો ગુસ્સો ફૂટવો સ્વાભાવિક છે. તસ્વીરોમાં શોવિક પાર્ટી કરતો દેખાઈ રહ્યો છે.

Image Source

રીયાનો ભાઈ શોવિક 24 વર્ષનો છે અને પાર્ટી કરવાનો ખુબ જ શોખીન છે. જાંચમાં સામે આવ્યું છે કે રિયાની જેમ શોવિકના પણ પાર્ટિ કે અન્ય બાબતોના ખર્ચા સુશાંત ઉઠાવતો હતો. જો કે પહેલા શોવિક સામાન્ય જીવન જ જીવતો હતો પણ બહેન રિયાના જીવનમાં સુશાંતના આવવાથી ભાઈ-બહેન બંન્નેનું ભાગ્ય ચમકાઈ ઉઠ્યું.

Image Source

જ્યારે સુશાંત-રિયા લિવ ઇનમાં આવ્યા ત્યારે જાણે કે શોવિકને લૉટરી લાગી ગઈ. 2019 માં રિયાએ સુશાંતના પૈસાથી બે કાકંપનીઓ ખોલી હતી, જેનો ડાયરેક્ટર રિયાએ પોતાના ભાઈ શોવિકને બનાવ્યો હતો. આ બંન્ને કંપનીઓ ફ્રન્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન ફોરવર્લ્ડ અને વિવિડ રેજ રિયાલીટી પ્રાઇવેટ લિમિટેડ છે.

Image Source

સુશાંતની બહેને ખુલાસો કર્યો હતો કે એકવાર શોવિકની બર્થડે પાર્ટીમાં તેને લઇ જવાની જીદ કરી હતી, પણ પછી ખબર પડી કે શોવિકનો બર્થડે હતો જ નહીં અને ભાઈ બહેને માત્ર મસ્તી કરવા માટે જ પાર્ટીનું આયોજન કર્યું હતું. સુશાંતની બહેને એવું પણ કહ્યું કે આ પાર્ટીનો પૂરો ખર્ચો સુશાંતે આપ્યો હતો.

Image Source

શોવિક રિયાની જેમ જ પાર્ટી કરવાનો ખુબ જ શોખીન છે, તેના એકાઉન્ટ પર જોશો તો તેની  મોટાભાગની તસ્વીરો મિત્રોની સાથે પાર્ટીની જ છે. પાર્ટીની સાથે સાથે બંન્ને ભાઈ બહેનને ટ્રાવેલિંગ અને હરવા-ફરવાનો પણ ખુબ જ શોખ છે.

Image Source

અમુક વર્ષ પહેલા ગોવા અને મુંબઈમાં જ પાર્ટી કરનારો શોવિક રિયાના જીવનમાં સુશાંતના આવ્યા પછી ઇટલી, યુરોપ, લદ્દાખ ફરતો થઇ ગયો. સ્વાભાવિક છે કે આ આ બધા ખર્ચા સુશાંત દ્વારા જ અપાતા હતા.આગળના વર્ષે તેઓ ઇટલી અને યુરોપ ફરવા માટે ગયા હતા અને સાથે સુશાંત પણ ગયો હતો. રિપોર્ટના આધારે યુરોપ ટ્રીપથી પાછા આવ્યા પછીથી જ સુશાંતની તબિયત અને સ્વભાવમાં ફેરફાર થવા લાગ્યો હતો.

Image Source

સુશાંતના નિધન પર શોવિકે પણ સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને દુઃખ વ્યક્ત કર્યું હતું. શોવિક હાલ જમીલા કલકત્તાવાલા નામની મૉડલને ડેટ કરી રહ્યો છે તેનો ખુલાસો ત્યારે થયો જ્યારે રિયા-સુશાંતની એક તસ્વીર વાયરલ થઇ હતી જેમાં શૌવિક જમીલાની સાથે દેખાઈ રહ્યો હતો.

Image Source

જાંચ દરમિયાન ઇડી એ શોવિકના મોબાઈલ ફોન અને આઇપેડ જપ્ત કરી લીધા છે અને મામલામાં જાંચ ચાલી રહી છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.