ખબર

આખરે પાપ છાપરે ચડીને પુકાર્યું, રિયાના લાડલા ભાઈ શૌવિક અને સૈમુઅલને આટલા દિવસના રિમાન્ડ થયા મંજુર, જાણૉ સમગ્ર વિગત

સુશાંત સિંહ રાજપૂત મામલે આખરે મોટી કાર્યવાહી કરતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)એ રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક અને સૈમુઅલ મિરાંડાની ધરપકડ કરી છે. આ ધરપકડ સુશાંતના મોતના લગભગ 3 મહિના બાદ કરી છે. આ વચ્ચે એક ચોંકાવનારા ખુલાસા થયા છે.

Image source

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક અને એક્ટ્રેસના મદદગાર સૈમુઅલ મિરાંડાને 9 સપ્ટેમ્બર સુધી  ન્યાયિક રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. શૌવિકના મિત્ર કૈઝાન ઇબ્રાહિમને 14 દિવસના ન્યાયિક રિમાન્ડ માટે મોકલવામાં આવ્યા છે. દિવંગત એક્ટરના મોતના કેસમાં ડ્રગ એન્ગલ સામે આવ્યા બાદ શુક્રવારે એનસીબી ટીમે શૌવિક અને સૈમુઅલ મિરાંડાની ધરપકડ કરી હતી.

Image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એનસીબી સામે શૌવિક ચક્રવર્તીએ સ્વીકાર્યું હતું કે, તે રિયા ચક્રવર્તી માટે ડ્રગ્સ લાવતો હતો. શૌવિકના કૈઝાન, બાસિત પરિહાર અને ઝૈદ સાથે સંપર્કમાં હતા. ગત મોડી રાતે શૌવિક અને સૈમુઅલની લેણદેણમાં શામેલ હોવા પર એનસીબીએ ધરપકડ કરી હતી. આજે કોર્ટમાં હાજર કરતા પહેલા બંનેના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. અદાલતે કેસની સુનાવણી કરતા શૌવિક અને સૈમુઅલએ ચાર દિવસ એટલે કે, 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર મોકલવાનો નિર્દેશ કર્યો છે.કૈઝાન ઇબ્રાહિમને 14 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.

Image source

મીરાંડાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તે સુશાંતસિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદતો હતો. સૈમુઅલએ  શૌવિકને ઝૈદનો નંબર આપ્યો હતો. જૈદએ પૂછપરછમાં કબૂલ કર્યું હતું કે, સુશાંતના મૃત્યુ પછી જુલાઇના અંતમાં તેણે સૈમુઅલને ડ્રગ્સ પણ સપ્લાય કર્યો હતો. ઝૈદે એમ પણ કહ્યું છે કે આ માટે તેને શૌવિકએ રોકડા પૈસા આપ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.