ખબર

હવે ગુજરાતમાં અહીં સર્જાઇ રહી છે આ દવાની અછત, લોકો ફરી લાગ્યા લાઈનમાં

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, રોજ રોજ નવા નોંધાતા કેસો રેકોર્ડ તોડી રહ્યા છે, મોતનો આંક પણ આ બીજી લહેરમાં વધી રહ્યો છે, ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની હાલત ખરાબ છે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.

અમદાવાદમાં સતત ચોથા દિવસે પાંચ હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ દરમિયાન અમદાવાદમાં રેમડેસિવિર બાદ કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી ફેબીફ્લૂ નામની દવાની પણ અછત સર્જાઈ છે.

રાજકોટમાં કોરોનાના દર્દીઓની મુશ્કેલીઓ ઘટવાને બદલે દિવસ ને દિવસે વધી રહી છે. કોરોના સામે કારગત રેમડેસિવિર ઈન્જેકશન, ઓક્સિજનની અછત બાદ હવે કોરોનાના દર્દીઓ માટે તબીબો દ્વારા આપવામાં આવતી એન્ટી-વાઇરલ ડ્રગ્ઝ ફેબીફ્લૂની પણ અછત સર્જાઈ છે.

કોરોનાની આ બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે ત્યારે આ લહેરમાં ઘણા લોકો મોતને ભેટ્યા છે અને ઓક્સિજન, બેડ તેમજ રેમડેસિવિરની અછત પણ સર્જાઇ રહી છે. હવે આ બધા બાદ ફેબીફ્લૂ નામની દવાની પણ અછત સર્જાઈ છે.

રાજયમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328 પર પહોંચી ગયો છે.રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે.