રસ્તા ઉપર કઢાઈમાં કંઈક બનાવી રહ્યો હતો આ વ્યક્તિ અને ત્યારે પાછળથી આવી રહેલા લોકો ઉપર ઊંચકીને ફેંક્યું… જુઓ પ્રેન્ક વીડિયો

સોશિયલ મીડિયા પર કોમેડી વીડિયોની ભરમાર તમને જોવા મળશે. ઇન્ટરનેટ પ્રેન્ક વીડિયોથી ભરેલું છે. આમાંથી કેટલાક વીડિયો ખૂબ જ ફની છે, જ્યારે ઘણા લોકો વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. કેટલાક પ્રૅન્ક વીડિયો જોઈને લોકો પણ ગભરાઈ જાય છે. ત્યારે હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક દુકાનદાર રસ્તામાં લોકો સાથે શું કરે છે તે જોઈને તમે હસીને રહી જશો.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ તેની દુકાનની બહાર ઉભો છે અને ત્યાંથી આવતા-જતા લોકોની મજાક ઉડાવી રહ્યો છે. આ એવી પ્રેન્ક છે, જેને જોઈને લોકો તરત જ ડરી જાય છે. બીજી બાજુ, જ્યારે લોકોને સત્ય વિશે પાછળથી ખબર પડે છે, ત્યારે તેઓ પેટ પકડીને હસવા લાગી જાય છે. આ વીડિયો કોઈ બજારનો હોવાનું જણાય છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ તેની દુકાનની બહાર વાસણો સાફ કરી રહ્યો છે. આ દરમિયાન ત્યાંથી પસાર થતા લોકો પર કંઈક ફેંકવાનો પ્રેન્ક કરે છે. જલદી જ ત્રણ લોકો તેની દુકાન તરફ આવતા દેખાય છે, બીજી જ ક્ષણે તે કઢાઈ ઉપાડે છે અને ત્રણેય તરફ ફેંકી દે છે. આ પછી ત્રણેય લોકો જે પ્રકારનું રિએક્શન આપે છે તે જોઈને તમે પેટ પકડીને હસવા લાગશો.

 

View this post on Instagram

 

A post shared by hepgul5 😊😊 (@hepgul5)

વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણેય શખ્સો આવતાની સાથે જ દુકાનદારે અચાનક કઢાઈ ઉપાડીને તેમની તરફ ફેંકી દીધી હતી. દુકાનદારને આવું કરતા જોઈને ત્રણેય ખૂબ ગભરાઈ જાય છે. ત્રણેયને લાગે છે કે તે વ્યક્તિ કઢાઈમાં કંઈક બનાવી રહ્યો હતો, જે તેમના ચહેરા પર આવી જશે. જો કે, આવું કંઈ થતું નથી અને દુકાનદાર ત્રણેયની મજા માણી રહ્યો હતો. ઘણા લોકો આ વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel