ફિલ્મ “શોલે”ના સાંભાની દીકરીઓ છવાઇ સોશિયલ મીડિયા પર, રૂપ રૂપનો અંબાર છે- જુઓ તસવીરો

પહેલીવાર ચર્ચામાં આવી શોલેના ‘સાંભા’ની દીકરીઓ, તસવીરો જોઈને ચોંકી જ જશો, કહેશો- પિતા પર નથી ગઇ

બોલિવુડના સ્ટારકિડ્સની વાત કરીએ તો, એવા કોઇ સ્ટારકિડ્સ નહિ હોય જેને તમે જાણતા નહિ હોવ કે તમે જોયા નહિ હોય. પરંતુ શાયદ તમે આ સ્ટાર કિડ્સને નહિ જોયા હોય કે તમે એના વિશે કંઇ જાણતા નહિ હોવ. આ સ્ટાર કિડ્સ છે ફિલ્મ “શોલે”ના સાંભા મોહન માકિજાની દીકરીઓ…

‘અરે ઓ સાંભા કિતને આદમી થે ?’ ફિલ્મ “શોલે”નો આ ડાયલોગ તો તમને યાદ જ હશે, ગબ્બર સિંહ અને સાંભાનો આ સંવાદ આજે પણ ઘણો જ પોપ્યુલર છે. આજે આપણે વાત કરીશુ સાંભા એટલે કે મેક મોહનની દીકરીઓ વિશે. મેક મોહને મિન્ની સાથે લગ્ન કર્યા છે અને તેઓ ત્રણ બાળકોના પેરેન્ટ્સ છે. તેમને બે દીકરીઓ અને એક દીકરો છે.

મોહનની દીકરીઓનું નામ મંજરી મકિજાની અને વિનતી મકિજાની છે. તેમના દીકરાનું નામ વિક્રાંત છે. તેમની બંને દીકરીઓ ખૂબ જ ખૂબસુરત છે.

મેક મોહનની મોટી દીકરી મંજરી મકિજાની એક ફિલ્મ નિર્માતા છે અને તે શોર્ટ ફિલ્મ્સ માટે જાણિતી છે. વર્ષ 2012માં “ધ લાસ્ટ માર્બલ” અને વર્ષ 2014માં “ધ કોર્નર ટેબલ”માં તેના કામને લોકોએ ઘણુ પસંદ કર્યુ હતુ.

મંજરી દુનિયાના સૌથી ઉમદા ફિલ્મ નિર્દેશકો સાથે કામ કરી ચૂકી છે. તેમાં ક્રિસ્ટોફર નોલન અને પૈટી જેંકિંસ પણ છે. જેની સાથે મંજરીએ “ડંકર્ક” “ધ ડાર્ક નાઇટ રાઇસેજ” અને “વંડર વુમન” પર કામ કર્યુ છે.

આ ઉપરાંત મંજરીએ ટોમ ક્રૂઝની ફિલ્મ “મિશન ઇમ્પોસિબલ, ગોસ્ટ પ્રોટોકોલ, વેક અપ સિડ” અને વિશાલ ભારદ્વાજની ફિલ્મ “સાત ખૂન માફ” પર પણ કામ કર્યુ છે. મોહનની બીજી દીકરી વિનતી મકિજાની એક નિર્માતા અને અભિનેત્રી છે.

જે વર્ષ 2010માં આવેલી શાહરૂખ ખાનની ફિલ્મ “માય નેમ ઇઝ ખાન” “સ્કેટ બસ્તી” અને “સ્કેટર ગર્લ” માટે જાણિતી છે. બંને બહેનો Mac Productions બેનર નીચે ફિલ્મો પ્રોડ્યુસ કરે છે, જે તેમનું સપનું હતુ.

વિનતી “ધ મેક સ્ટેજ” કંપનીની સંસ્થાપક છે, જેને વર્ષ 2016માં સ્થાપિત કરવામાં આવી હતી. બંને બહેનો સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેઓ તેમની તસવીરો પણ પોસ્ટ કરતી રહેતી હોય છે.

તમને જણાવી દઇએ કે, મોહનની દીકરી મંજરીએ Emmanuel Pappas સાથે લગ્ન કર્યા છે અને તે તેની સાથે જ અમેરિકામાં રહે છે. મંજરીનો ઓછો સમય ભારતમાં વીતે છે.

 

View this post on Instagram

 

A post shared by Vinati Makijany (@vinatimak)

Shah Jina