એક સમયની હિટ ફિલ્મ શોલે આજે પણ એટલી જ હિટ અને લોકપ્રિય છે. લોકો આજે પણ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરે છે. એક વાર જોયા પછી પણ વારેવારે જોવાનું મન થાય એવી આ ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા સલીમ જાવેદે લખી હતી અને ફિલ્મ ડિરેક્ટ કરી હતી, પ્રખ્યાત ડિરેક્ટર રમેશ સિપ્પીએ.

આ ફિલ્મને રિલીઝ થયે 44 વર્ષ થઇ ગયા છે. આ ફિલ્મ વર્ષ 1975માં 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ હતી. ધર્મેન્દ્ર, હેમા માલિની, સંજીવ કુમાર અને અમિતાભ બચ્ચન જે ફિલ્મની સ્ટારકાસ્ટ હોય, એવી આ ફિલ્મ શોલે પર પહેલા તો દર્શકોએ ધ્યાન પણ આપ્યું ન હતું.

એ સમયે રિલીઝ થયેલી ફિલ્મ જય સંતોષી મા ફિલ્મ શોલે પર ભરી પડી રહી હતી. પણ બે અઠવાડિયા બાદ આ ફિલ્મને જે લોકપ્રિયતા મળી એ ઐતિહાસિક સાબિત થઇ. એ સમયે અમિતાભ કરતા વધુ સ્ટારડમ ધર્મેન્દ્રનું હતું. હેમા માલિની પણ ખૂબ લોકપ્રિય હતી.

જણાવી દઈએ કે ફિલ્મ શોલેના સમયે ધર્મેન્દ્ર ખુબ મોટા એક્ટર હતા અને તે આ તસ્વીરમાં અમિતાભને અલગ સીન માટે વાત કરી રહ્યા છે.
અમિતાભ તે સમયે ઇન્ડસ્ટ્રીમાં એકદમ નવા હતા અને તેને લીધે જ તે ઘણીવાર ફિલ્મના જુનિયર આર્ટિસ્ટ સાથે પણ બેસતા હતા.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મથી જ ધર્મેન્દ્ર અને હેમા માલિની એકબીજાની નજીક આવ્યા હતા અને આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે અમિતાભ તે બંનેની તસ્વીરો લઇ રહ્યા છે.
ફિલ્મ શોલેનો એવો કિરદાર જેના વગર ફિલ્મ પુરી ના થઇ શકે તે ગબ્બર સિંહનો રોલ નિભાવનારા અમજદ ખાન આ તસ્વીરમાં ફિલ્મના ડાયરેક્ટરની સાથે વાત કરી રહ્યા છે. તે સમયે અમજદ ખાન પણ એક મોટા એક્ટર હતા અને તેની ખુબ ફેન ફોલોઇંગ પણ હતી.

ફિલ્મ શોલેનું નામ પહેલાથી જ એટલું લોકપ્રિય હતું કે ફિલ્મના સેટથી એક તસ્વીરને છાપામાં પણ છાપવામાં આવી હતી, આ તસ્વીરમાં તમે અમિતાભ, ધર્મેન્દ્ર અને હેમા માલિનીને જોઈ શકો છો.

જણાવી દઈએ કે અમિતાભ અને ધર્મેન્દ્રને આ ફિલ્મમાં એક સાથે કામ કરવાનું ખુબ પસંદમાં પણ આવ્યું હતું અને તેઓ ફિલ્મની વચ્ચે વચ્ચે ખુબ મસ્તી પણ કર્યા કરતા હતા.

આ તસ્વીરમાં તમે શોલે ફિલ્મના દરેક કિરદારોને એકસાથે જોઈ શકો છો. આ તસ્વીર ત્યારની છે જયારે આ ફિલ્મની શૂટિંગ પુરી થઇ ગઈ હતી.
